આ રીતે માઇક્રોવેવમાં માત્ર પાંચ જ મિનિટમાં બનાવો ગુજરાતની પારંપારિક વાનગી 'ઢોકળા'

News18 Gujarati
Updated: June 18, 2020, 3:58 PM IST
આ રીતે માઇક્રોવેવમાં માત્ર પાંચ જ મિનિટમાં બનાવો ગુજરાતની પારંપારિક વાનગી 'ઢોકળા'
ઢોકળા

તો આજે જાણીએ ઢોકળા બનાવવાની પારંપરિક રીત.

 • Share this:
ગુજરાતની વાનગી ઢોકળા તો વર્લ્ડ ફેમસ છે. તમે વિશ્વનાં કોઇપણ ખૂણામાં જાવ તમને ઢોકળાને ચાહનારો વર્ગ મળી જ જશે. આપણે ગુજરાતીઓ ઢોકળાને જમવા સાથે પણ ખાઇ શકીએ છીએ અને નાસ્તામાં પણ ખાઈએ છીએ. તો આજે જાણીએ ઢોકળા બનાવવાની પારંપરિક રીત.

સામગ્રી

1 કપ બેસન

1 મોટી ચમચી રવા
2 કાપેલા લીલા મરચાં
2 ઈંચ ટુકડો આદુને ક્રશ કરવુંઅડધો કપ દહી
1 ચમચી Eno પાવડર
ચપટી હળદર
1 નાની ચમચી ખાંડ
1 અડધી ચમચી તેલ
1/4 કપ પાણી

રીત

 • સૌથી પહેલા એક મોટો વાડકો લો. તેમાં બેસન, દહી, રવો, પાણીને મિક્સ કરીને સારી રીતે ખીરુ બનાવો.

 • હવે તેમાં આદુ, મરચા, હળદર પાવદર, મીઠું, ખાંડ, તેલ મિક્સ કરો અને પેસ્ટને બરાબર હલાવો. આ વાતનું ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠ ન પડે.

 • તમે જે પેસ્ટ બનાવી છે તે વધુ પાતળી કે જાડી ન હોવી જોઈએ.

 • હવે માઈક્રોવેવ બાઉલ લો. તેમાં ચારે તરફ સારી રીતે તેલ લગાવો, જેથી ઢોકળા નીચે ચોંટે નહિં.

 • હવે પેસ્ટમાં ઈનો પાવડર ઉમરો. એક મિનિટની અંદર જ પેસ્ટની માત્રા લગભગ બેગણી થઈ જશે.

 • માઈક્રોવેવના બાઉલમાં પેસ્ટનો ઉમેરો. તેના બાદ તેને માઈક્રોવેવમાં રાખો.
  હવે ઓછામાં ઓછી ચાર મિનિટ માટે માઈક્રોવેવમાં બાઉલ રાખો.

 • હવે બાઉલને બહાર કાઢો અને થોડી મિનીટ માટે ઠંડી થવા દો. બાદમાં ચોરસ ટુકડામાં ઢોકળાને કાપો.

 • જો તમારે માઇક્રોવેવમાં ન કરવા હોય તો તમે એક મોટા તપેલામાં પાણી ગરમ કરો અને તેમાં આવે એટલી થાળી પર તેલ લગાવીને મિશ્રણ તેમાં ઉમેરો. ગરમ પાણીમાં કાટલો મુકીને તેની પર થાળી મુકીને ઢાંકી દો. દસથી પંદર મિનિટ પછી ધ્યાનથી ખોલીને જોઇ લો.

 • વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, મીઠો લીમડો અને લીલા મરચા નાંખીને વઘાર કરો. તે બાદ તેમાં પાણી, ખાંડ અને લીલા ધાણા એડ કરો.

 • હવે આ મિશ્રણને બરાબર ઉકાળી લો. ફાસ્ટ ગેસ પર 2 મિનિટ સુધી પાણી ઉકાળો.

 • હવે ઢોકળા પર પાણી ઉમેરી દો. સ્વાદિષ્ટ ઢોળકા હવે સર્વ કરવા માટે તૈયાર છે.


આ પણ વાંચો - ચીનની 52 હિટ એપ્સ અંગે ભારતની ગુપ્તચર એજન્સીએ કર્યા સાવધાન, યાદી જોઇલો તમે વાપરતા નથી ને?

આ પણ વાંચો - બફારાને કારણે ત્વચા ઘણી ઓઇલી થઇ જાય છે? તો નિખારવા અજમાઓ આ ટિપ્સ
First published: June 18, 2020, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading