બાળકોથી મોટેરાઓના દિલ જીતવા હોય તો ઘરે આ રીતે બનાવો 'મિક્સદાળના ઢોકળા'

ઢોકળા

 • Share this:
  આખા વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી હોય છે ત્યાં ત્યાં ઢોકળા તો હોય છે. ગુજરાતીઓને કોઇપણ સમયે ગરમાગરમ ઢોકળા મળી જાય તો આખો દિવસ સુધરી જાય છે. તો આજે આપણે થોડા અલગ પ્રકારનાં મિક્સ દાળનાં ઢોકળા બનાવીએ.

  સામગ્રી
  1 નાની વાટકી ચણાની દાળ
  1 નાની વાટકી અડદની દાળ
  1 નાની વાટકી મગની ફોતરા વાળી દાળ
  1 મગની ફોતરાં વગરની દાળ
  3 ચમચી તેલ

  વઘાર
  રાઇ,જીરું , લીમડો ,લીલા મરચા ,લાલ સુકા મરચા, હિંગ , તલ
  સ્વાદ અનુસાર મીઠું૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  અડધી ચમચી હળદર
  થોડી જીણી સમારેલી કોથમરી

  રીત

  • ઢોકળા જ્યારે બનાવવા હોય ત્યારે અગાઉ આઠ કલાક પહેલા દાળ ને પલાળી લેવી. બધી દાળ ને જુદી પલાળવી .

  • સામાન્ય રીતે બે કલાકમાં દાળ સરસ રીતે પલળી જાય .

  • દાળને નીતારી મિક્ષરમાં સાથે દળી લેવી

  • વાટતી વખતે થોડી છાશ , સ્વાદ અનુસાર મીઠું નાંખવું .
   વટાઈ ગયા બાદ પા (1/4)ચમચી ખાવાનો સોડા નાંખવો .
   5થી 6 કલાકમાં આથો આવી જશે .

  • હવે ખીરામાં હિંગ અને આદુ મરચાની પેસ્ટ નાંખી હલાવી લો.
   યાદ રાખો કે મીઠું નાંખ્યું છે .

  • ઢોકળા ઉતારવા માટેના વાસણ માં પાણી નાંખી ગરમ કરવા મુકો .

  • ઢોકળાની થાળીમાં જરા તેલ લગાડીને ખીરું પાથરીને મૂકી દો .

  • 5 મિનિટ બાદ ચેક કરવા માટે થાળીમાં છરી થી કાપો કરશો તો છરી કોરી રહે તો સમજવું કે ઢોકળા તૈયાર છે .

  • તૈયાર થઇ ગયા હોય તો ગેસ બંધ કરી દ્યો .

  • ઢોકળાની થાળીમાં કાપા કરી લો . એકદમ નરમ ઢોકળા બન્યા છે.


  આ પણ વાંચો : ગળો : એક શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિવર્ધક, જાણો ફાયદા અને ઉપાય

  આ પણ વાંચો : coronavirus: 20 સેકન્ડ સુધી હાથ ધોયા નહીં તો વ્યર્થ જશે, અપનાવો આ 10 Tips

  વઘાર

  • વઘાર માટે એક પહોળા વાસણમાં ૩ ચમચી તેલ મુકો.

  • તેલમાં રાઇ ,જીરું ,લાલ મરચા નાંખો .

  • તેલ ગરમ થાય એટલે હિંગ નાંખી લીલા મરચા ,લીમડો નાંખી ઢોકળા વઘારી દો.

  • ઉપર થી જરા હળદર, તલ છાંટો .

  • ગરમા ગરમ ઢોકળા લસણ ની ચટણી સાથે લાજવાબ લાગે છે.

  Published by:Kaushal Pancholi
  First published: