શાક વગર જ બનાવો રાજસ્થાની 'ગટ્ટાનું શાક', ફટાફટ જોઇ લો રીત

શાક વગર જ બનાવો રાજસ્થાની 'ગટ્ટાનું શાક', ફટાફટ જોઇ લો રીત
ઘરમાં રહીને જ કોરોનાને હરાવવાનો છે. તો આપણે શાક લેવા પણ ઘરની બહાર કેમ જવુ જોઇએ.

ઘરમાં રહીને જ કોરોનાને હરાવવાનો છે. તો આપણે શાક લેવા પણ ઘરની બહાર કેમ જવુ જોઇએ.

 • Share this:
  લૉકડાઉનમાં જ્યારે તંત્ર અનેક વખત અપીલ કરે સૂચના આપે કે ઘરની બહાર ન જશો. ઘરમાં રહીને જ કોરોનાને હરાવવાનો છે. તો આપણે શાક લેવા પણ ઘરની બહાર કેમ જવુ જોઇએ. તો આજે આપણે જોઇશું કે કઇ રીતે રાજસ્થાની તડકો આપીને બનાવાય ગટ્ટાનું શાક.

  ગટ્ટા માટે  દોઢ વાટકી બેસન ( ચણા નો લોટ )
  1 1/2 ચમચી લાલ મરચુ
  1 ચમચી ધાણાજીરૂ
  1/4 ચમચી હળદર
  1/4 ચમચી અજમો
  1/2 ચમચી ગરમ મસાલો
  મીઠુ સ્વાદ મુજબ
  1 ચમચી તેલ
  ચપટી ખાવા ના સોડા

  ગ્રેવી માટે 

  એક ડુગળી
  એક ટામેટુ
  અડધો કપ દહી
  મીઠુ સ્વાદ મુજબ
  2 1/2 ચમચી લાલ મરચુ
  1 ચમચી ધાણાજીરૂ
  1/4 ચમચી હળદર
  1/2 ચમચી ગરમ મસાલો
  પાણી જરૂર મુજબ
  2 ચમચી તેલ

  શાક બનાવવા માટે

  એક બારીક સમારેલી ડુગળી
  એક બારીક સમારેલુ ટામેટુ
  એક ઝીણુ સમારેલુ લીલુ મરચુ
  1/2 ચમચી લાલ મરચુ
  1 ચમચી ધાણાજીરૂ
  1/4 ચમચી હળદર
  1/4 ચમચી ગરમ મસાલો
  મીઠુ સ્વાદ મુજબ
  2  ચમચી તેલ
  કોથમીર

  આ પણ વાંચો - માત્ર બે-ત્રણ લાલ મરચાંથી પણ જામી જશે દહીં અને તે પણ બહાર જેવું જ સરસ, જાણી લો રીત

  રીત 

  – સૌ પ્રથમ એક બાઉલ મા બેસન લઇ તેમા ગટ્ટા બનાવવાની બધી સમગ્રી નાખી પરાઠા જેવો લોટ બાધંવો.
  – લોટના પાતળા રોલ કરવા
  – પછી આ રોલને ઉકળતા પાણીમા બાફી દેવા ( રોલ પાણીમા ઉપર આવે ત્યા સુધી) પછી એક પ્લેટ મા કાઢી ઠંડા થવા દેવા.
  – પછી રોલને કટ કરી દેવા
  – હવે ગ્રેવી માટે ડુગળી , ટામેટાને ક્રશ કરી લો. દહી ને બરાબર વલોવી લઈ તેમા બધો મસાલો નાખી દો.
  – હવે એક કડાઈમાં તેલ લઈ ડુગળી, ટામેટાની પેસ્ટ સાંતળો ત્યાર બાદ તેમા દહીનું મીશ્રણ નાખી ખદખદાવો. જોઈતા પ્રમાણમા પાણી નાખવુ. ગ્રેવી ઉકળે પછી ગટ્ટા નાખી એક ઉકાળો લઈ ગેસ બંધ કરી દેવો.
  –  ગટ્ટા માટે એક કડાઇમા તેલ લઈ તેમા ડુગળી, ટામેટૉ મરચુ નાખી સાતળવુ .
  – સતળાય જાય પછી બધા મસાલા કરી મીકસ કરવુ બધુ બરાબર એક રસ થાય એટલે ગટ્ટા નાખી બરાબર મીકસ કરી એક બાઉલમા કાઢી લેવુ.
  –ગટ્ટાને પરાઠા , ભાખરી , જીરા રાઈસ સાથે સવૅ કરી શકાય છે.

  આ વીડિયો પણ જુઓ - 

   
  First published:May 07, 2020, 15:48 pm

  टॉप स्टोरीज