વાનગીનો સ્વાદ બમણો કરવા ઘરે જ બનાવો 'ગરમ મસાલો'

News18 Gujarati
Updated: March 18, 2020, 3:45 PM IST
વાનગીનો સ્વાદ બમણો કરવા ઘરે જ બનાવો 'ગરમ મસાલો'
સામગ્રી

આજે આપણે જોઇશું કે ઘરે જ આ મસાલો કઇ રીતે બનાવાય.

  • Share this:
અત્યારે વિવિધ પ્રકારનાં માસાલા ભરવાની સિઝન છે. મોટેભાગે આપણે બહારથી જ બધા મસાલાનાં પેકેટ લઇ આવતા હોઇએ છીએ. ગરમ મસાલામાં પણ આપણે એવું જ કરતા હોઇએ છીએ.  પરંતુ આજે આપણે જોઇશું કે ઘરે જ આ મસાલો કઇ રીતે બનાવાય.

સામગ્રી
1/2 કપ – જીરૂ

1/2 કપ – ઇલાયચી
1/4 કપ – કાળામરી
1/4 કપ – ધાણા3 ચમચી – વરિયાળી
10 નંગ – તજ
1/4 નંગ – તજના પાન
1 ચમચી – જાયફળ પાઉડર
1/2 ચમચી સૂંઠ પાઉડર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં સૂંઠ પાઉડર સિવાય દરેક સૂકા મસાલા મધ્યમ આંચ પર થોડીક વાર શેકી લો. તેને સતત હલાવતા રહો. હવે આંચ બંધ કરીને 5 મિનિટ રહેવા દો. તે બાદ આ મસાલાને મિક્સરમાં ઉમેરી તેને બારીક પાઉડરની જેમ પીસી લો. હવે પાઉડરને એક બાઉલમાં નીકાળી લો. હવે તેમા સૂંઠનો પાઉડર ઉમેરો. હવે આ મિશ્રણને એક બારીક ગળણીથી બરાબર ચારી લો. તૈયાર છે પંજાબી ગરમ મસાલો. આ પાઉડરને તમે એર ટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી દો. તમે ગરમ મસાલાને દરેક શાકમાં ઉમેરી શકો છો. તમારા શાકનો સ્વાદ બમણો થઇ જશે.

આ પણ વાંચો : લાંબા અને ચમકદાર વાળ માટે દહીંમાં ઉમેરો આ એક જ વસ્તુ, પછી જુઓ કમાલ

આ પણ વાંચો : કોરનાનાં ડર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ ખાવ આ 6 વસ્તુ

 
First published: March 18, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading