ઘરે આ રીતે સરળતાથી બનાવો ફોકાસીયા બ્રેડ, રાખો આ વાતનું ધ્યાન

News18 Gujarati
Updated: September 9, 2019, 11:25 AM IST
ઘરે આ રીતે સરળતાથી બનાવો ફોકાસીયા બ્રેડ, રાખો આ વાતનું ધ્યાન

  • Share this:
સાદી બ્રેડ તો આપણે બધાએ ખાધી જ હશે. પરંતુ આજે તમને શીખવા મળશે સ્વાદિષ્ટ બ્રેડ-ફોકાસીયા બ્રેડની Recipe.  ફોકાસીયા બ્રેડ એ ઇટાલિયન રેસીપી છે. જે દરેક ઉમરની વ્યક્તિને અને ખાસ કરીને હાલમાં બાળકો અને યુવાનોને ખુબ જ ભાવે છે. ચાલો જાણી લો ફોકાસીયા બ્રેડ સહેલાઈથી ઘરે કેવી રીતે બનાવી શકાય...

ફોકાસીયા બ્રેડ બનાવવા માટેની સામગ્રી:-

2 કપ મેંદો

1 ચમચી ખાંડ
1 ચમચી યીસ્ટ
1 ચમચી મીઠું2 ચમચી ઓલીવ ઓઈલ
2 ચમચી બટર
1 ચમચી ચીલી ફ્લેક્સ
1 ચમચી ઓરેગાનો
1 2 ચમચીપાવડર
1 કપ કેપ્સીકમ

ફોકાસીયા બ્રેડ બનાવવાની રીત :

ફોકાસીયા બ્રેડ બનાવવા માટે એક બાઉલમાં નવસેકા પાણીમાં 1 ચમચી ખાંડ અને 1 ચમચી યીસ્ટ નાખી 2 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. પછી તેમાં મેંદો, મીઠું, ઓલીવ ઓઈલ અથવા બટર ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ચીલી ફ્લેકસ, ઓરેગાનો અને ગાર્લિક પાવડર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેના હાથથી મસળીને લોટ બાંધી લો. આ લોટને 10 મિનિટ રેસ્ટ આપો. પછી લોટને હળવા હાથે સહેજ મસળી લો. પછી બેકિંગ પ્લેટને બટરથી ગ્રીસ કરી અંદર
આ લોટને ફેલાવો. હવે આ લોટ ઉપર કેપ્સીકમ,ઓલીવ ઓઈલ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. હવે આ બેકિંગ પ્લેટને OTG માં 180° ઉપર 20 મિનિટ બેક કરી લો. જો માઈક્રોવેવમાં કરો તો કન્વેકશન મોડ પર 20 મિનીટ માટે 200° પર બેક કરો. બેક થયા પછી ઓવનમાંથી કાઢી ફરીથી ઓલીવ ઓઈલ અથવા બટર લગાવી ટેન્ગી ડીપ અથવા ચટણી સાથે સર્વ કરો. આ બ્રેડની સેન્ડવીચ પણ બનાવી શકો છો.
First published: September 9, 2019
વધુ વાંચો
अगली ख़बर