એકપણ રૂપિયાના ખર્ચ વગર ચાના કૂચામાંથી બનાવો પોતાના પ્લાન્ટ્સ માટે કોમ્પોસ્ટ ખાતર, જોઇ લો રીત

તો આ ખાતર કેવી રીતે બની શકે તેની રીત પણ તમને જણાવી દઈએ.

તો આ ખાતર કેવી રીતે બની શકે તેની રીત પણ તમને જણાવી દઈએ.

 • Share this:
  આપણા ઘરોમાં વારંવાર ચા (tea) પીવાતી હોય છે અને હજારો કીલો ચાનો કૂચા આપણે ફેંકી દેતા હોઇએ છીએ. પણ આ વેસ્ટમાંથી તમે તમારા ઘરના ગાર્ડનના (Home Garden) પ્લાન્ટ્સ માટે કોમ્પોસ્ટ ખાતર બનાવી શકો છો. અને આ ખાતર (fertiliser) અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમારા પ્લાન્ટ્સના ગ્રોથ માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ચાના કૂચામાં 4 ટકા નાઈટ્રોજન, ફોસ્ફરસ, અને પોટેશિયમ તેમજ બીજા માઈક્રોન્યુટ્રિયન્ટ્સ હોય છે. આ ખાતરનો ઉપયોગ કરીને જો તમે તમારા ટેરેસ (terrace garden) કે બાલ્કની ગાર્ડનમાં (Balcony garden) શાકભાજી ઉગાડશો તો તમારૂ ઉત્પાદન બમણું થઈ જશે. તો આ ખાતર કેવી રીતે બની શકે તેની રીત પણ તમને જણાવી દઈએ.

  ખાતર તૈયાર કરવાની રીત

  ચા બનાવતી વખતે આપણે તેમાં આદુ, તુલસી, ફૂદીનો, ઈલાયચી જેવી વસ્તુઓ નાખતા હોય છે. આવા હર્બ્સ પણ કોમ્પોસ્ટ ખાતરને વધુ સારૂ બનાવે છે. આવા હર્બ્સને કારણે ખાતરમાંથી ખરાબ વાસ પણ નથી આવતી અને કીડીઓ પણ દૂર રહે છે. ચાના કૂચામાંથી વધારાનું પાણી કાઢી લો અને તેને એક માટીના કુંડામાં નાખો. આ કુંડાની નીચે કાણું હોય છે.

  આદુની આડઅસર? ફાયદાકારક જ નહિ અમુક વખત નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે આદુ

  આ કુંડામાં રોજ ચાના કૂચા જમા કરતા રહો. તેમાં પાણી કે બીજુ કશું જ નાખવાની જરૂર નથી. આ કુંડાને ઢાંકીને રાખો જેથી માખી અને બીજા કીડા દૂર રહે. 30થી 45 દિવસ પછી તેના પર ફૂગની એક પરત બની જશે. આ કુદરતી પ્રક્રિયા છે અને તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખાતર બનવાની પ્રક્રિયા બરાબર થઈ રહી છે તેનું તે સિગ્નલ છે.

  મોંમા ચાંદા પડી ગયા છે? તો અજમાવો દાદીમાંના આ અસરદાર નુસખા

  90 દિવસમાં બની જશે ખાતર

  આખીય પ્રક્રિયા પુરી થવામાં 90 દિવસ લાગે છે. જ્યારે ચાના કૂચા એકદમ સુકાઈ જાય છે ત્યારે માની લેવુ કે ખાતર બની ગયું છે. ત્યારબાદ કુંડાને થોડા દિવસ માટે તડકામાં રાખવાનું છે. અને પછી તેનો ઉપયોગ જમીનમાં કે કુંડાઓમાં ખાતર તરીકે થઈ શકે છે.  એકપણ રૂપિયાનો નહીં થાય ખર્ચ

  એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ખુબ સારૂ ખાતર તમે આ રીતે ચાના કૂચામાંથી ઘરે જ બનાવી શકો છો. તેના ઉપયોગથી તમે ઘરે જ શાકભાજી વાવી શકો છો અને ઘણું સારૂ ઉત્પાદન મેળવી શકો છો. ફૂલોના પ્લાન્ટ્સમાં તેનો ઉપયોગ કરશો તો ઘણું સારૂ ફ્લાવરિંગ તમને મળશે.
  Published by:Kaushal Pancholi
  First published: