Recipe: નવા વર્ષનું શુકન કરો, પ્રસાદમાં ફાડા લાપસી બનાવીને

News18 Gujarati
Updated: November 7, 2018, 1:23 PM IST
Recipe: નવા વર્ષનું શુકન કરો, પ્રસાદમાં ફાડા લાપસી બનાવીને
News18 Gujarati
Updated: November 7, 2018, 1:23 PM IST
શુભ દિવસે સામાન્ય રીતે રસોઇમાં લાપસી શુકનિયાળ મનાય છે. ત્યારે નવા વર્ષની શરૂઆત કરો ફાડા લાપસીના પ્રસાદથી. નોંધી લો Recipe

સામગ્રી

1 કપ – ઘઉંના ફાડા
1 મોટો ચમચો – ઘી

3-4 કપ – ખાંડ કે ગોળ
5 કપ – પાણી
ઈલાયચી પાઉડર – ચપટી
Loading...
જાયફળ પાવડર – ચપટી
કાજુ-દ્રાક્ષ, બદામ

બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કઢાઇ મૂકો. તેમા 1 કપ ઘઉંના ફાડા નાંખી શેકો, થોડા શેકાઇ જાય પછી 1 મોટો ચમચો ઘી ઉમેરી ફરીથી શેકી લો. આ ફાડા સહેજ ફુલેલા લાગે ત્યાં સુધી શેકવા. હવે અન્ય એક વાસણમાં 5 કપ પાણી ગરમ કરવા મૂકો. ફાડા શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી તેમે મિક્સ કરી લો.

હવે તેને એક વાસણમાં કાઢી લો અને તેને કુકરમાં મૂકીને 4 થી 5 સીટી થવા વાગે ત્યા સુધી રાખો. હવે એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ સાંતળીને કાઢી લો, કૂકરમાંથી બફાઈ ગયેલા ફાડાને હવે તે જ વાસણમાં સાંતળી લો.

જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ હવે લાપસીને સર્વિંગ બાઉલમાં નીકાળીને ઉપરથી સાંતળેલા કાજુ-દ્રાક્ષ અને બદામથી ગાર્નિશ કરો.
First published: November 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर