પાર્સલે ફેસપેક: લગાવતા જ ચહેરા પરના ડાઘ થશે દૂર, જાણી લો બનાવવાની રીત

પાર્સલે ફેસપેક: લગાવતા જ ચહેરા પરના ડાઘ થશે દૂર, જાણી લો બનાવવાની રીત
પ્રતીકાત્મક તસવીર

જો તમે તમારા ચહેરા પર રહેલા ડાઘને દૂર કરવા માંગતા હોય તો મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવાનું બંધ કરીને તમારા ઘરમાં રહેલા પાર્સલેનો પ્રયોગ કરી શકો છો.

  • Share this:
મુંબઈ: કોથમીરના પાન જેવું દેખાતું પાર્સલે (parsley) તમારા સ્વાસ્થ્ય (Health) અને ચહેરાની સુંદરતા (Beauty) વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થઇ શકે છે. જો તમે તમારા ચહેરા પર રહેલા ડાઘને દૂર કરવા માંગતા હોય તો મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવાનું બંધ કરીને તમારા ઘરમાં રહેલા પાર્સલેનો પ્રયોગ કરી શકો છો. પાર્સલેમાંથી બનેલુ ફેસપેક (Face pack) તમારા ચહેરા પરના ડાઘને દૂર કરશે અને નેચરલ ચમક લાવશે. અહીં જાણીશું કે પાર્સલે ફેસપેક બનાવવા માટે તમારે શેની જરૂર પડશે.

સામગ્રી :



પાર્સલે: પાર્સલેમાં રહેલા વિટામિન્સ ડાર્ક સર્કલ હટાવવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાં રહેલું ફોલિક એસિડ સ્કિનને રેડિકલ ફ્રી બનાવે છે, જેના કારણે સ્કિન હેલ્ધી રહે છે. વિટામિન સી કોલેજીયનને બનાવે છે, જેનાથી એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ સ્કિનના ડાઘ દૂર થાય છે. તે એન્ટી એજિંગને પણ દૂર કરે છે. એટલું જ નહીં તેમાં રહેલા વાઈટનિંગ પ્રોપર્ટીઝ ડાઘ દૂર કારવામાં મદદ કરે છે.

દહીં: દહીંમાં મોટા પ્રમાણમાં લેક્ટિક એસિડ રહેલું છે, જે ડેડ સેલ્સ અને અશુદ્ધ તત્વોને ત્વચા પરથી દૂર હટાવે છે. દહીંથી સ્કિન નેચરલી નરિશ કરે છે. તેમજ કોમ્લીકેશન હાઈ કરે છે.

એપલ સાઈડર વિનેગર : આ વિનેગર ચહેરા પરથી બ્લેક હેડ્સ, એક્ને અને બેક્ટેરિયાને દૂર કરે છે.

આ પણ વાંચો: લાલ ગ્રહ મંગળ ઉપર વાદળી રંગના ટેકરાનું રહસ્ય શું? એક ક્લિકમાં જાણો માહિતી

માસ્ક બનાવવાની પ્રક્રિયા:

પાર્સલેના પાનાને કટ કરી લો. તેમાં બે ટેબલ સ્પૂન એપલ સાઈડર વિનેગર નાંખો. તેમાં ત્રણ ચમચી દહીં લો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ચહેરાને સારી રીતે સાફ કરીને તે પેસ્ટને ચહેરા પર લગાવી લો. તેને 15થી 20 મિનિટ ચહેરા પર લગાવીને રાખો અને સૂકાવા દો. ચહેરો સૂકવીને ઠંડા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બેવાર આ માસ્ક ચહેરા પર લગાવી શકો છો. થોડા દિવસો બાદ તમારો ચહેરો સાફ દેખાવા લાગશે.

આ પણ વાંચો: ફોર્ચ્યુનર કાર ચાલકે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, જુઓ હચમચાવી દેતા અકસ્માતની તસવીરો

બીજી રીત

તમે બીજી રીતે પણ પાર્સલેથી ફેસ માસ્ક બનાવી શકો છો. પાર્સલેના પાનને સારી રીતે ધોઈ લો, તેને પીસી લો અને તેમાં એક ચમચી લીંબુ અને મધ નાખો. તેને તમારા ચહેરા પર લગાવો. તેને 15થી 20 મિનિટ પછી ધોઈ નાખો અને સાફ કર્યા પછી ચહેરા પર ગુલાબજળ લગાવો. થોડા સમય પછી, એલોવેરા જેલ ચહેરા પર લગાવી શકાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતી નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:April 12, 2021, 13:39 pm

ટૉપ ન્યૂઝ