Home /News /lifestyle /40 વર્ષની વયમાં પણ જોઈએ છે 25 વર્ષ જેવી એનર્જી? આ ધરઘથ્થુ ઉપાય કરશે મદદ

40 વર્ષની વયમાં પણ જોઈએ છે 25 વર્ષ જેવી એનર્જી? આ ધરઘથ્થુ ઉપાય કરશે મદદ

40 વર્ષની વયમાં પણ જોઈએ છે 25 વર્ષ જેવી એનર્જી

Health Tips: કેટલાક એવા ઘરગથ્થુ અને અસરકારક ઉપાયો પણ છે, જેને અપનાવીને કોઈપણ વ્યક્તિ થાક અને નબળાઈની આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. આમાંની એક પદ્ધતિ છે દૂધ (milk), ખારેક (kharek) અને મખાના (Makhana) નો ઉપયોગ. આ એક દેશી રેસિપી છે જેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

વધુ જુઓ ...
How To Make Energy Drink At Home: ઘણાબધા લોકો એવા હોય છે જેઓ તેમની ઉંમર કરતા મોટા દેખાવા લાગે છે. આનું એક કારણ છે થાક અને નબળાઈ (Weakness). આ સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. આજે દસમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. વાસ્તવમાં તેનું મુખ્ય કારણ છે આજની ભાગદોડ ભરેલી જિંદગી અને ખાવાની ખોટી આદતો અને તેમાં બેદરકારી. પછી જ્યારે નબળાઈ અનુભવાય છે, ત્યારે લોકો આડીઅવળી દવાઓ (Medicines) લેવાનું શરૂ કરે છે અને તેના પર નિર્ભર થઈ જાય છે. જેના કારણે આ સમસ્યા (Problem) ઘણી વખત ઘટવાને બદલે વધી જાય છે. તેનાથી તેમની દિનચર્યા પર પણ નકારાત્મક અસર પડે છે.

કેટલાક એવા ઘરગથ્થુ અને અસરકારક ઉપાયો પણ છે, જેને અપનાવીને કોઈપણ વ્યક્તિ થાક અને નબળાઈની આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. આમાંની એક પદ્ધતિ છે દૂધ (milk), ખારેક (kharek) અને મખાના (Makhana) નો ઉપયોગ. આ એક દેશી રેસિપી છે જેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

ખારેક, મખાના અને દૂધની કેટલીક ખાસ વાતો

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે ખારેકમાં કેલ્શિયમ, આયર્ન અને ઝિંકની સાથે ફાઈબર પણ સારા પ્રમાણમાં જોવા મળે છે. આ તમામ તત્વો નબળાઈ અને થાક દૂર કરવામાં વિશેષ મદદરૂપ છે. તે આપણા પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. તેનું દૂધ સાથે સેવન કરવાથી તેના ફાયદાઓ પણ વધી જાય છે. ખારેકની જેમ મખાનાનો ઉપયોગ પણ કોઈપણ પ્રકારની નબળાઈ અને થાકને દૂર કરવા માટે દવાનું કામ કરે છે. આ સિવાય મખાનામાં કેલરી પણ ઓછી હોય છે અને તે ફાઈબરનો સારો સ્ત્રોત છે. આ સાથે મખાનામાં કેલ્શિયમ પણ સારી માત્રામાં જોવા મળે છે. આ નબળાઈ દૂર કરવાની સાથે તે આપણા હાડકાં અને દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એ જ રીતે આપણે બધા દૂધના ફાયદાઓથી તો વાકેફ છીએ જ. દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે.

વિટામિન્સ અને મિનરલ્સની સાથે તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ પણ જોવા મળે છે, જે નબળાઈ અને થાક દૂર કરે છે. તે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. તેથી, દરરોજ દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આવી સ્થિતિમાં જો દૂધને ખારેક અને મખાના સાથે લેવામાં આવે તો તેના ગુણો વધુ વધે છે.

આ રીતે તૈયાર કરો ખારેક અને મખાનાનું દૂધ

ખારેક અને મખાનાનું દૂધ બનાવવા માટે ખારેક અને મખાનાને પાણી કે દૂધમાં બે-ચાર કલાક પલાળી રાખો. આ પછી યોગ્ય માત્રામાં દૂધ લો અને તેને આ ખારેક અને મખાના સાથે ગ્રાઇન્ડરમાં લાખી અને લગભગ પાંચ મિનિટ સુધી ગ્રાઈન્ડ કરો. જેથી આ ત્રણે વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય. આ રીતે ખારેક અને મખાનાનું દૂધ તૈયાર કરવામાં આવે છે, જે એક શ્રેષ્ઠ એનર્જી-ડ્રિંક છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે તેનું સેવન કરી શકો છો. જો તમે ઈચ્છો તો દૂધમાં મધ અને અશ્વગંધા પણ ઉમેરી શકો છો. જેના કારણે આ ડ્રિંક વધુ અસરકારક થઈ જાય છે. તેનું સેવન કરવાથી તમે તમારી જાતને ઉર્જાવાન અનુભવશો.

આ ઘરેલૂ નુસ્ખાના કેટલાક અન્ય ફાયદા

થાક અને નબળાઈ દૂર કરવા ઉપરાંત આ એનર્જી-ડ્રિંકના બીજા ઘણા ફાયદા છે. જેમ કે દરરોજ તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે અને પાચન પ્રક્રિયા સારી રહે છે કારણ કે તેમાં ફાઇબર સારી માત્રામાં હોય છે. આ સાથે તમારી ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે. આ ડ્રિંકથી તે તમારા શરીરમાં સ્લીપિંગ-હોર્મોનનો સ્ત્રાવ વધારે છે, તેથી અનિદ્રા (Insomnia) ની સમસ્યામાંથી રાહત મળે છે. તમે દૂધ, ખજૂર અને મખાનામાંથી બનેલા આ એનર્જી ડ્રિંકનો પણ ઉપયોગ અનેક સમસ્યામાંથી રાહત માટે કરી શકો છો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. કૃપા કરીને આને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
First published:

Tags: Health Tips, Healthy Food, Lifestyle

विज्ञापन