ડાયટ સ્પેશિયલ સોજીના બોલ્સ, ફટાફટ બની જાય તેવી વાનગી #Recipe

ચાલો જાણીએ કેવી રીતે બનાવી શકાય આ ટેસ્ટી અને ડાયટ સ્પેશિયલ નાસ્તો?

News18 Gujarati
Updated: September 22, 2019, 3:56 PM IST
ડાયટ સ્પેશિયલ સોજીના બોલ્સ, ફટાફટ બની જાય તેવી વાનગી #Recipe
ચાલો જાણીએ કેવી રીતે બનાવી શકાય આ ટેસ્ટી અને ડાયટ સ્પેશિયલ નાસ્તો?
News18 Gujarati
Updated: September 22, 2019, 3:56 PM IST
ચાલો જાણીએ કેવી રીતે બનાવી શકાય આ ટેસ્ટી અને ડાયટ સ્પેશિયલ નાસ્તો? સોજીના બોલ્સ બનાવવા માટે જોઈશે નીચે મુજબની સામગ્રી

સોજીના બોલ્સ બનાવવા માટે સામગ્રી:

1 વાડકી સોજી

1/2 ચમચી મરી પાવડર
1/2 ચમચી આદુની પેસ્ટ
મીઠું સ્વાદ મુજબ
Loading...

1/2 ચમચી રાઈ
1/2 ચમચી મરી પાવડર
1/4 ચમચી હીંગ
2 ચમચી કોપરાની છીણ
1 ચમચી સંભાર મસાલો
1/2 ચમચી લાલ મરચું
1/4 ચમચી હળદર
5-7 પાન લીમડો
1 ચમચો દાળિયા
1/2 ચમચી અળદ દાળ
1 સૂકું લાલ મરચું
1 ચમચી કોથમીર
1 ચમચો તેલ

સોજીના બોલ્સ બનાવવા માટેની રીત : સૌ પ્રથમ 2 વાડકી પાણી લઈ ગરમ કરવા મૂકો. પછી તેમાં છીણેલું આદું, મીઠું અને મરી પાવડર નાખી ઉકાળી તેમાં સોજી ઉમેરી હલાવી લો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. પછી ફ્લેમ બંધ કરી થાળીમાં કાઢી કરી 5 મિનિટ ઢાંકીને રાખો જેથી સોજી સરખી રીતે ફૂલી જાય. ત્યારબાદ હાથમાં સહેજ તેલ લગાવી ગરમ હોય ત્યારે જ સહેજ મસળી તેમાંથી કણક બાંધી લો. પછી આ કણકમાંથી નાના નાના બોલ્સ બનાવી લો. પછી એક ઢોકળીયામાં પાણી મૂકી જાળી પર તેલ લગાવી તેના ઉપર બધા બોલ્સ બનાવી 10-12 મિનિટ બાફી લો જેથી થોડા પોચા બનશે.

ત્યારબાદ એક પેનમાં સહેજ તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરૂ, હીંગ, લીમડો, આખું સૂકું મરચું તતડાવી તેમાંઅડદ દાળ અને દાળિયા શેકો. પછી તેમાં લાલ મરચું, હળદર, સંભાર મસાલો નાખી હલાવી લેવું. પછી કોપરાનું છીણ ઉમેરી 2ચમચી પાણી અને મીઠું નાખી હલાવી બધા બોલ્સ ઉમેરી 2 મિનિટ શેકી લો. તો તૈયાર છે ગરમ અને ઓછા તેલમાં બનતો ટેસ્ટી નાસ્તો.. તેને તમે કોપરાની ચટણી કે સાંભાર સાથે પણ સર્વ કરી શકો છો.

રોજના ઝઘડામાં પૂરો થઈ રહ્યો છે સંબંધ, તો બ્રેકઅપ પહેલા અજમાવો આ 4 ટીપ્સ

પાપડી ગાંઠિયા બનાવતી વખતે ધ્યાનમાં રાખો ફક્ત આ એક વાત #Recipe

શરદી, ખાંસી, ગુમડાં, દાદર, ખરજવા જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત અપાવશે આ Tips

રાનૂ મંડલનુ નવું ગીત થયું Viral, આ સાંભળી તેનું પહેલા ગાયેલું ગીત પણ ભૂલી જશો

મોંઢામાં આ ચીજ રાખવાથી સ્મોકિંગની આલત છૂટી શકે છે- રિસર્ચ

પચવામાં સરળ એવું બાજરીના લોટનું ગરમા ગરમ ખીચું #Recipe
First published: September 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...