બહું દિવસથી બહારની દાબેલી ખાવાનું મન થયું છે ને, પણ લૉકડાઉનમાં કઇ રીતે ખાશો? તો આજે જ આપણે જાતે જ ઘરે બનાવીએ બહાર જેવી જ ચટાકેદાર દાબેલી. કચ્છી દાબેલીની વાત આવે એટલે ભલભલાના મોંમાં પાણી આવી જાય. ચટાકેદાર દાબેલી ખાવાની જેટલી મજા આવે છે તેટલી જ મજા તેને બનાવવામાં પણ આવે છે. તો આવો જાણીએ તેને બનાવવાની રીત જોઈએ.
સામગ્રી
દસથી બાર નંગ દાબેલીના બન
500 ગ્રામ બટાકા
100 ગ્રામ શેકેલી સીંગ
1 ચમચી લાલ મરચું
અર્ધી ચમચી મરીનો ભૂકો
દસેક વાટેલાં લીલાં મરચાં
25 ગ્રામ તલનો ભૂકો
1 ચમચી આખા ધાણા
2 ચમચી કોથમીર
10 ગ્રામ વરિયાળી
1 ચમચી આંબોળિયાનો પાઉડર
1 લીંબુ
2 ચમચી ખાંડ
1 ચમચી ગરમ મસાલો
પ્રમાણ મુજબનું બટર કે તેલ
આ પણ વાંચો : એક-બે નહીં અનેક બીમારીઓમાં અકસીર છે બીલીપત્ર અને બીલું, જાણો તેના સરળ પ્રયોગો
રીત
- બટાકાને બાફીને છોલીને છીણી નાખો. શેકેલી સીંગને અડધા ફાડચા રહે તેમ ખાંડી કાઢો.
- ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી સહેજ સાંતળો.
- બટાકાના માવામાં બટાકાવડા જેવો તમામ મસાલો નાખવો કે પછી તેમાં બજારમાં મળતો દાબેલીનો મસાલો નાંખો.
- દાબેલીના બનમાં કાપો કરીને પહેલા બેઉ ચટણી નાખી પછી બટાકાનું મિશ્રણ મૂકો.
- દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી જુદાં રાખી દરેક બનમાં છૂટા પણ નાખી શકાય છે.
- પહેલાં બટર કે તેલ મૂકીને, બન શેકીને, પછી મસાલો ભરો. મસાલો ભરીને પછી પણ શેકી શકાય.
- ટોમેટો કેચપ કે સોસ સાથે પીરસી શકો છો
આ પણ જુઓ -