જો આ રીતે બનાવશો દાળ-ઢોકળી, તો હજી પણ વધારે લાગશે સ્વાદિષ્ટ, ઉમેરો આ ચીજ

News18 Gujarati
Updated: October 9, 2019, 4:31 PM IST
જો આ રીતે બનાવશો દાળ-ઢોકળી, તો હજી પણ વધારે લાગશે સ્વાદિષ્ટ, ઉમેરો આ ચીજ
પછી આ બાંધેલા લોટમાંથી ગોળ અને પાતળી રોટલી વણી લો. આ રોટલીને તવા પર તેલ વગર કાચી-પાકી શેકી લો. પછી આ રોટલીને નાના ચોરસ ટુકડામાં કાપી લો.

પછી આ બાંધેલા લોટમાંથી ગોળ અને પાતળી રોટલી વણી લો. આ રોટલીને તવા પર તેલ વગર કાચી-પાકી શેકી લો. પછી આ રોટલીને નાના ચોરસ ટુકડામાં કાપી લો.

  • Share this:
આપણા ગુજરાતીઓ ભલે ખાવાના અને સ્વાદના શોખીન હોઈએ પણ દરેકના ઘરે અઠવાડિયામાં એક વખત ખીચડી અને એક વખત દાળ ઢોકળી તો અવશ્ય બનતી જ રહે છે. દરેકની રસોઈ બનાવવાની સ્ટાઈલ અને સ્વાદ એક બીજા કરતા જુદો જ પડે છે. ત્યારે આજે શીખો આ રીતે દાળ-ઢોકળી બનાવવાની રીત..

દાળ-ઢોકળી બનાવવા માટેની સામગ્રી : 

દાળ બનાવવા માટેની સામગ્રી :

2 કપ તુવેરની દાળ
3 ટમેટા સમારેલા
1 ચમચી આંમલીનો પલ્પ1/2 કપ બાફેલી સિંગ
2 ચમચી ગોળ
1 ચમચી લાલ મરચું
1 ચમચી રાઈ જીરુ
1/4 ચમચી હીંગ
1/4 ચમચી હળદર
2 લીલા મરચા
મીઠા લીમડાના પાન
ચપટી ગરમ મસાલો
1 કપ કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
5 ચમચી તેલ

ઢોકળી બનાવવા માટેની સામગ્રી : 

2 કપ ઘઉંનો લોટ
1/2 કપ બેસન
ચપટી અજમો
1 ચમચી હળદર
2 ટે.સ્પૂન તેલ
1 ચમચી લાલ મરચું
મીઠું સ્વાદ અનુસાર
1 ચમચી ધાણાજીરુ પાવડર
ચપટી હિંગ
પાણી

દાળ-ઢોકળી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દાળને સરખી રીતે 3-4 વખત ધોીને અડધી કલાક પલાળી તેને 7-8 સીટી વગાડી સરખી બાફી લો. કૂકર ખૂલે એટલે તેને સરખ રીતે ચર્નર કે જેરણીથી જેરી લઈ સ્મૂધ બનાવી લો. ત્યારબાદ એક કઢાઈમાં થોડું તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરુ અને લવિંગ ઉમેરીને તેને તતળવા દો. પછી તેમાં હીંગ, હળદર, લાલ મરચું પાવડર, આદુની પેસ્ટ, લીલા મરચાં અને પીસેલી દાળ ઉમેરીને 2 મિનિટ કૂક થવા દો. પછી તેમાં જરૂર મુજબ પાણી, મીઠું, ગરમ મસાલો, મીઠાં લીમડાના પાન, ટામેટા, ગોળ, આંમલીનો પલ્પ અને સિંગ ઉમેરી મિક્સ કરી લો. હવે દાળને મધ્યમ આંચ પર ઉકળવા દો.

દાળ-ઢોકળી


ત્યારબાદ ઢોકળી બનાવવા માટેની બધી સામગ્રી લઈને તેમાંથી સહેજ ઢીલો પરોઠા જેવો લોટ બંધી લો. પછી આ બાંધેલા લોટમાંથી ગોળ અને પાતળી રોટલી વણી લો. આ રોટલીને તવા પર તેલ વગર કાચી-પાકી શેકી લો. પછી આ રોટલીને નાના ચોરસ ટુકડામાં કાપી તેને ઉકળતી દાળમાં ઉમેરી 5-7 મિનિટ સુધી ઢાંકીને ઉકળવા દો. થઈ જાય એટલે ગૅસ બંધ કરી કોથમીર ભભરાવો. તો તૈયાર છે ગરમા ગરમ દાળ-ઢોકળી. તેને સર્વિંગ પ્લટેમાં લઈ કોથમીર, દેશી ઘી, ઝીણી સમારેલી ડુંગળી અને પાપડ સાથે ગરમા ગરમ સર્વ કરો.

#કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading