ઓછા તેલમાં બનતી ક્રિસ્પી રાજગરાની સેવ, ઉપવાસમાં પણ ખવાય તેવી #Recipe

ચાલો આજે બનાવીએ ફરાળમાં ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ રાજગરાના લોટની સેવ. આ સેવમાં તેલ પણ ઓછું ભરાય છે અને એકદમ ક્રિસ્પી લાગે છે.

ચાલો આજે બનાવીએ ફરાળમાં ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ રાજગરાના લોટની સેવ. આ સેવમાં તેલ પણ ઓછું ભરાય છે અને એકદમ ક્રિસ્પી લાગે છે.

 • Share this:
  ઉપવાસ હોય અને કકડીને ભૂખ લાગે તો શું કરવું? તો ચાલો આજે બનાવીએ ફરાળમાં ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ રાજગરાના લોટની સેવ. આ સેવમાં તેલ પણ ઓછું ભરાય છે અને એકદમ ક્રિસ્પી લાગે છે. તો ચાલો જાણી લો રાજગરાના લોટની સેવ બનાવવા માટેની રીત..

  રાજગરાના લોટની સેવ બનાવવા માટેની સામગ્રી:
  500 ગ્રામ રાજગરાનો લોટ
  1 ચમચી મરી પાવડર
  2 ચમચી લાલ મરચું
  2 ચમચી લીંબુનો રસ
  સ્વાદ મુજબ મીઠું
  તળવા માટે તેલ

  રાજગરાના લોટની સેવ બનાવવા માટેની રીત : સૌ પ્રથમ રાજગરાના લોટમાં મરી પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીંઠુ અને લીંબુનો રસ નાખીને બઘી જ વસ્તુઓને સરસ મિક્સ કરી લો. ત્યાાર બાદ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ મીડિયમ કઠણ લોટ બાંધી લો. ત્યાર બાદ સેવ પાડવા માટેનો સંચો લઈ તેને તેલથી ગ્રીસ કરી લો. પછી આ લોટને સંચામાં ભરી લો. તમને જે સાઈઝની સેવ બનાવવી હોય તે જાળી લગાવી લો. ત્યારબાદ અક કઢાઈમાં તળવા માટે તેલ લઈને તેને ગરમ કરવા મૂકે. તેલ ગરમ થઈ જાય એટલે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈ સેવ પાડતા જાવ. સેવ પડાઈ જાય એટલે ગૅસ ધીમો કરી તળાવા દો, વચ્ચે વચ્ચો 2-3 વખત ફેરવતા પણ રહો. સેવનો કલર ગોલ્ડન બ્રાઉન થવા આવે એટલે સેવને તેલમાંથી કાઢી લો. આ સેવને ગરમા ગરમ પણ ખાવાની મજા આવે છે. સેવ ઠંડી પડે એટલે ઍરટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરો. તો તૈયાર છે ફરાળમાં ખાઈ શકાય તેવી સ્વાદિષ્ટ રાજગરાના લોટની સેવ. આ સેવમાં તેલ પણ ઓછું ભરાય છે અને એકદમ ક્રિસ્પી લાગે છે.

  આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ
  આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
  આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
  આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
  આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
  આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
  Published by:Bansari Shah
  First published: