આ રીતે ઑવન વગર કઢાઈમાં જ બનાવો ચીઝી વેજ. લઝાનીયા #Recipe

News18 Gujarati
Updated: October 2, 2019, 2:12 PM IST
આ રીતે ઑવન વગર કઢાઈમાં જ બનાવો ચીઝી વેજ. લઝાનીયા #Recipe
10 મિનિટ પછી ચીઝ પીગળવા લાગશે. તેને 15 મિનિટ ઢાંકીને રાખી ચીલી ફ્લૅક્સ અને ઓરેગાનો નાખી ને સર્વ કરો.

10 મિનિટ પછી ચીઝ પીગળવા લાગશે. તેને 15 મિનિટ ઢાંકીને રાખી ચીલી ફ્લૅક્સ અને ઓરેગાનો નાખી ને સર્વ કરો.

  • Share this:
ઑવન વગર કઢાઈમાં જ બનાવો ચીઝી વેજ. લઝાનીયા.. તો ચાલો તૈયાર કરી લો આટલી સામગ્રીઓ...

લઝાનીયા શીટ માટે:
1 1/2 કપ મેંદો

1 ચમચી તેલ
મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ માટે:2 ચમચી તેલ
1 ચમચી ગાર્લિક
1/2 ચમચી ઓરેગાનો
1/2 ચમચી ચીલી ફ્લેક્સ
2 ડુંગળી
1 કેપ્સિકમ
1 ગાજર
1/2 બાઉલ મકાઈના દાણા
મીઠું સ્વાદ મુજબ

રેડ સોસ માટે:
2 કપ ટોમેટો પેસ્ટ
1 ચમચી લસણ
1 ચમચી ખાંડ
1/2 ચમચી ચીલી ફ્લૅક્સ
1/2 ચમચી ઓરેગાનો
મીઠું
1/2 મરી પાવડર

વ્હાઈટ સોસ માટે:
2 ચમચી બટર
2 ચમચી મેંદો
1 કપ ચીઝ
2 કપ દૂધ
મીઠું સ્વાદ અનુસાર
1/2 ચમચી મરી પાવડર
1 ચમચી ઇટાલીયન હર્બસ

લઝાનીયા બનાવવાની રીત:
લઝાનીયા સીટ બનાવવા માટે : સૌ પ્રથમ મેંદો લઈ તેમાં મીઠું, તેલ અને થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. આ બાંધેલા લોટને 10 મિનિટ રાખી લુઆ કરી તેમાંથી પાતળી રોટલી વણી 30 મિનિટ પહોળી કરી પંખા નીચે સૂકવી લો.

સ્ટફિંગ બનાવવા માટે: એક પેનમાં થોડું તેલ લઈ ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરી સાંતળી લો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી તેમાં કેપ્સિકમ, ગાજર, બાફેલી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું નાખી હલાવી લો અને 2-3 મિનિટ માટે થવા દો. તો વેજીટેબલ સ્ટંફિંગ તૈયાર છે.

વ્હાઈટ સોસ બનાવવા માટે :
એક પેનમાં થોડું બટર લઈ તેમાં મેંદો શેકી લો. શેકાઈ જાય પછી તેમાં દૂધ નાખીને ગાંઠા ન પડે તેમ હલાવી લો. પછી તેમાં મીઠું, મરી પાવડર, ચીઝ અને મિક્સ હર્બસ નાખી હલાવી લો. વ્હાઈટ સોસ રેડી છે.

રેડ સોસ બનાવવા માટે : એક પેનમાં તેલ લઇ તેમાં લસણ સાંતળો. પછી તેમાં ટોમેટાની પેસ્ટ, ખાંડ, ચીલી ફ્લેક્સ, મીઠું, ઓરેગાનો અને મરી પાવડર નાખીને હલાવી 10 મિનિટ થવા દો. તો રેડ સોસ રેડી છે.

હવે સૌપ્રથમ એક પેનમાં થોડું તેલ ગ્રીસ કરી રેડ સોસ પાથરી તેના પર લઝાનીયા શીટ મૂકીને થોડાક વેજીટેબલ નાખી અને વહાઈટ સોસ સ્પ્રેડ કરી અને તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો..

ત્યારબાદ પાછું એક વાર રેડ એન્ડ સોસ પાથરો તેની ઉપર લઝાનીયા શીટ મૂકી ને થોડાક વેજીટેબલ નાખી વહાઈટ સોસ સ્પ્રેડ કરીને તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો.. આવી રીતે કુલ ચાર વખત લેયર તૈયાર કરો. અને છેલ્લે રેડ સોસ અને વાઇટ સોસનું લેયર કરી. વધારે ચીઝ સ્પ્રેડ કરી ને 20 મિનિટ ધીમા તાપે કુક થવા દો. 10 મિનિટ પછી ચીઝ પીગળવા લાગશે. તેને 15 મિનિટ ઢાંકીને રાખી ચીલી ફ્લૅક્સ અને ઓરેગાનો નાખી ને સર્વ કરો. તો તૈયાર છે ચીઝી વેજ લઝાનીયા.

આ પણ વાંચો- પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ

આ પણ વાંચો- આ દિવસે થાય છે સૌથી વધુ બ્રેકઅપ, રીસર્ચમાં થયો ખુલાસો

આ પણ વાંચો- મચ્છર ભગાડવા માટે આજે જ કરો આ ઘરેલું ઉપચાર, , લવિંગથી ભગાડો મચ્છર

આ પણ વાંચો- પ્લાસ્ટિક બૉટલોની જગ્યાએ હવે મળશે આવી બૉટલો, આ જગ્યાએથી આટલી કિંમતમાં મળશે

 
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर