Home /News /lifestyle /

રમત રમતમાં બાળકને બ્રશ કરતાં કેમ શીખવશો? આ રહી અસરકારક ટિપ્સ

રમત રમતમાં બાળકને બ્રશ કરતાં કેમ શીખવશો? આ રહી અસરકારક ટિપ્સ

રમત રમતમાં બાળકને બ્રશ કરતાં કેમ શીખવશો?

Fun ways to teach brushing teeth: ઘણીવાર બાળકો બ્રશ કરવામાં ખૂબ જ અકળામણ અનુભવે છે. બ્રશ કરવાથી ઓરલ સમસ્યાઓ દૂર રહે છે. ચાલો જાણીએ એવી રીતો વિશે, જેના દ્વારા તમે તમારા બાળકને સરળતાથી બ્રશ કરવાનું શીખવી શકો છો.

    બાળકોને ઉછેરવા અને તેમને સારી ટેવો શીખવવી એ આપણે ધારીએ એટલું સહળું નથી. જો તમે પણ માતા-પિતા છો, તો તમે સારી રીતે જાણતા હશો કે બાળકોના ઉછેરમાં દરરોજ નવા પડકાર અને જવાબદારીઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર બાળકો ખાવામાં, ક્યારેક બ્રશ કરવામાં ગુસ્સે થઈ જતાં હોય છે, પરંતુ બાળકો માટે દરરોજ તેમના દાંત સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે. તેનાથી દાંતમાં પોલાણ જેવી મોઢાની સમસ્યા નથી થતી. આજે અમે તમને એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ (how to teach your child to brush teeth), જેની મદદથી તમે તમારા બાળકોને રમતગમતમાં બ્રશ કરવાની આદત કેળવી શકો છો.

    એટના અનુસાર, બાળકોને પણ વાર્તાઓ સાંભળવી ગમે છે. રાત્રે બ્રશ કરતી વખતે તમારા બાળકની એક રસપ્રદ વાર્તા કહો. તેમજ તેમને એવી વાર્તા કહો કે જે દાંતની સફાઈ સંબંધિત હોય અને તે વાર્તા દ્વારા બાળકને દરરોજ બ્રશ કરવાનું મહત્વ પણ જણાવો. તેનાથી બાળકોને બ્રશ કરવાની મજા આવશે.

    આ પણ વાંચો: Conceive period days : આ દિવસોમાં સબંધ બાંધવાથી થઈ શકો છો તમે પ્રેગ્નેન્ટ, જાણો શું કહે છે ડોક્ટર?

    બાળકોને કંઈપણ સારું કરવા માટે પ્રોત્સાહિત કરવાની શ્રેષ્ઠ રીત છે તેમને નાની ભેટો આપવી. આનાથી બાળક માટે બ્રશ કરવામાં વધુ મજા આવશે. ગિફ્ટ જોઈને બાળકોનું મન ખુશ થશે અને આ સાથે તમારા બાળકો ગુસ્સો કર્યા વિના દરરોજ બ્રશ કરવાનું શરૂ કરશે.

    બાળકોને તેમના મનપસંદ ગીતો પર ડાન્સ કરવાનું પસંદ છે. બ્રશ કરતી વખતે તેના કોઈપણ મનપસંદ ગીતો ગાવાનું શરૂ કરો. જ્યારે બાળક બ્રશ કર્યા પછી થૂંકે છે, ત્યારે તેને પૂછો કે તે કયું ગીત હતું. આ સિવાય તમે બ્રશ પર કવિતાઓની મદદ પણ લઈ શકો છો.

    બાળકને કહો કે એક દાંત પર 500 થી વધુ કીટાણુઓ હોય છે, તેથી તેની મદદથી તેને દૂર કરવા પડશે. આ સિવાય તેમને બ્રશ કરવાની વિવિધ રીતો વિશે જણાવો.

    આ પણ વાંચો: સાવધાન! બહારની પાણિપુરી નોતરી શકે છે આ ગંભીર બિમારીનું જોખમ, જાણો શું થઈ શકે છે નુકસાન?

    બાળકો એકબીજા સાથે રેસ કરવાનું પસંદ કરે છે અને તેને જીતવાનો પ્રયાસ કરે છે. તમે બાળકને તેના ભાઈ અથવા બહેન સાથે બ્રશિંગ સ્પર્ધા કરવા માટે કહી શકો છો અથવા તમે આ રમત જાતે પણ તમારા બાળક સાથે રમી શકો છો. આનાથી તમારા બાળકોને બ્રશ કરવાની મજા આવશે. પરંતુ તેને સમજાવો કે બ્રશ એટલું પણ જલ્દીથી ન કરે કે તેને મો કે પેઢામાં બ્રશ લાગી જાય.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन