વાસી રોટલીમાંથી આવી રીતે બનાવો સ્ક્રબ, સ્કિનને થાય છે અઢળક ફાયદા

વાસી રોટલીમાંથી આવી રીતે બનાવો સ્ક્રબ

ઉપયોગ કરવાથી સ્કિનને પોષણ મળવાની સાથે સ્કિન ચમકદાર પણ બને છે. સ્કિનની સમસ્યામાં પણ વાસી રોટલી રાહત આપે છે.

  • Share this:
Basi Roti Face Scrub For Glowing skin: મોટાભાગના પરિવારોમાં જમ્યા બાદ અમુક રોટલીઓ વધે છે. આવી રોટલીઓને ઘણી ફેંકી દેવાય છે. પરંતુ ફેંકવાની જગ્યાએ આ વાસી રોટલીનો સ્કિન (Skin)ની માવજત માટે ઉપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કિનને પોષણ મળવાની સાથે સ્કિન ચમકદાર પણ બને છે. સ્કિનની સમસ્યામાં પણ વાસી રોટલી રાહત આપે છે. જેથી આજે અહીં ફેસ સ્ક્રબ તરીકે રોટલીનો ઉપયોગ કરી રીતે કરી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.

• સ્ક્રબ માટેની સામગ્રી

-બે વાસી રોટલી
-બે ચમચી ઓટ્સ
-બે ચમચી મલાઈ
-ચાર ચમચી ગુલાબ જળ
-બે ચપટી હળદર

• આવી રીતે તૈયાર કરો સ્ક્રબ

સૌપ્રથમ વાસી રોટલીનો મિક્સીમાં નાખી પીસી નાખો. ત્યારબાદ ઓટ્સને પણ ઝીણું પીસી નાખો. હવે રોટલીમાં ગુલાબજળ, મલાઈ આજે હળદર ભેળવી આ બધી વસ્તુઓને ચમચીથી હલાવી એકરસ કરી નાખો. ત્યારબાદ હવે તેમાં ઝીણા પીસેલા ઓટ્સ નાખો. જો, તમને સ્ક્રબ વધુ પડતું સુકાયેલું લાગે તો બે ચાર ચમચી ગુલાબ જળ ઉમેરી શકો છો.

આ પણ વાંચોઆજે જ છોડી દો આ પાંચ કુટેવ, તમારા શરીરને કરે છે ગંભીર નુકસાન

આવી રીતે કરો ઉપયોગ

હવે આ સ્ક્રબને ફેસપેકની જેમ ચહેરા અને ગળા પર લગાવો. જો સ્ક્રબ વધુ બની ગયું હોય તો તેને હાથ પર પણ લગાવી શકો છો. હવે 10 મિનિટ સુધી સ્ક્રબ લગાવેલું રહેવા દો. બાદમાં આંગળી પર ગુલાબજળ લઈ સર્ક્યુલર મોશનમાં ચહેરા અને ગળા પર મસાજ કરો. પાંચ મિનિટ સુધી મસાજ કર્યા બાદ સાદા પાણીથી ધોઈ નાખો.

આ પણ વાંચોગર્ભનિરોધક ગોળી લેવાની સાચી રીત, અનિચ્છનીય ગર્ભ રોકવા આવી રીતે કરો ઉપયોગ

વાસી રોટલીના સ્ક્રબથી થાય છે આટલા ફાયદા

- શુષ્ક ત્વચામાંથી રાહત
- સ્કિનમાં સોફ્ટનેસ
- ડેડ સ્કિનથી છૂટકરો
- સ્કિન પરના દાગ દૂર થશે
- ચહેરા પર ગ્લો આવશે
- સ્કિનને પોષણ મળશે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. તેના પર અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો.)
First published: