લૉકડાઉનમાં એકદમ ઓછી વસ્તુઓથી બનશે ટેસ્ટી અને હેલ્ધી 'બાજરીનાં વડા'

લૉકડાઉનમાં એકદમ ઓછી વસ્તુઓથી બનશે ટેસ્ટી અને હેલ્ધી 'બાજરીનાં વડા'
બાજરી વડા

આ વડા તમે ગરમાગરમ ચા સાથે પણ ખાઇ શકો છો.  તો જોઇએ આ ટેસ્ટી વડાની રીત.

 • Share this:
  લૉકડાઉનમાં કંઇક ટેસ્ટી અને હેલ્ધી ખાવાનું મન થયું હોય તો ઘરે બનાવો બાજરીનાં વડા. આ વડા બનાવવા માટે તમને ઘણી ઓછી વસ્તુઓની જરૂર પડશે. આ વડા તમે નાસ્તામાં પણ બનાવી શકો છો. બાજરીનાં વડા બે દિવસ બહાર સારા રહે છે. આ વડા તમે ગરમાગરમ ચા સાથે પણ ખાઇ શકો છો.  તો જોઇએ આ ટેસ્ટી વડાની રીત.

  સામ્રગી  500 ગ્રામ બાજરીનો લોટ
  200 ગ્રામ ખાટું દહીં
  આદું-મરચાંની પેસ્ટ
  મીંઠુ સ્વાદનુસાર
  મેથીની ભાજી (તાજી કે સૂકી પણ લઇ શકો)
  તલ
  7/8 કળી લસણ
  ચપટી હીંગ
  ચપટી હળદર

  આ પણ વાંચો - તમાલપત્રનાં આ ઉપાયો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ઘરનું વાતાવરણ પણ કરશે શુદ્ધ

  રીત

  • સૌપ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી.

  • ત્યારબાદ તેમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર અને મીંઠુ નાખી ખાટા દહીંથી લોટ બાંધવો.

  • આ લોટને 15થી 20 મિનિટ બાજુમાં રહેવા દો.

  • ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હાથથી થેપીને વડા તૈયાર કરો.

  • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. ધીમી આંચે આ વડા ફ્રાય કરો. લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો, પછી તેને બહાર કાઢીને સોસ સાથે પીરસો.


  આ પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:May 16, 2020, 12:01 pm

  ટૉપ ન્યૂઝ