બાજરીના લોટ ખીચું બનાવવા માટેનીરીત :
સૌ પ્રથમ એક મોટું વાસણ અથવા તપેલીમાં 3 કપ જેટવું પાણી લઈ ઉકળવા મુકવુ. તેમાં 2 ચમચી ઘી, લીલા મરચાં અને વાટેલું લસણ ઉમેરી ઉકળવા દો. ઉકળે એટલે તેમાં મીઠું નાખી વલોવેલું દહીં ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં બાજરીનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ ધીમા તાપે જ ચડવા દો. તી જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી કાચું તેલ, આચાર મસાલો અને શેકેલા પાપડનો ચૂરો કરી ઉપર ભભરાવી ગરમા ગરમ જ સર્વ કરો. તો તૈયાર છે બાજરીના લોટનું ગરમા ગરમ ખીચું..
બાજરીના કારણે પેટ જલદી ભરાઈ જાય છે અને પાચનક્રિયા પણ સારી રીતે થાય છે.