ચાલો જાણી લો તળ્યા વગર શક્કરપારા કેવી રીતે બનાવી શકાય?

 • Share this:
  બેક્ડ શક્કરપારા બનાવવા માટેની સામગ્રી:
  1/2 કપ તેલ
  1/2 કપ દૂધ
  1/2 કપ ખાંડ
  1/2 ચમચી મીઠું
  3 કપ મેંદો

  બનાવવાની રીત:

  એક તપેલીમાં તેલ, ખાંડ, દૂધ અને મીઠું લઈ ઘીમા તાપે ગરમ કરો. સહેજ ઠંડુ થાય એટલે તેમાં જરૂર મુજબ મેંદો ઉમેરી કણક બાંધી ઢાંકીને 2 કલાક સુધી રાખી મુકો. ત્યારબાદ ઓવનને 350 F પર પ્રિ-હીટ કરી રાખો. પછી લોટના સરખા લુઆ બનાવી રોટલો વણી કટર કે છરીથી શક્કરપારા કાપી લો. બેકિંગ શીટમાં સિંગલ લેયર રાખી 10 મિનીટ માટે બેક કરી લો. બહાર કાઢી જેટલી ઝડપથી બને એટલી ઝડપથી બધા શક્કરપારા ફેરવી 5-7 મિનીટ ફરી બેક કરો. તઈ જાય એટલે ઓવનમાંથી કાઢી ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
  Published by:Bansari Shah
  First published: