Coriander Water Benefits: ધાણા (Coriander) પાવડર ભારતીય રસોડાનો એક એવો ભાગ છે, જેનો ઉપયોગ મોટાભાગની વસ્તુઓમાં થાય છે. તો બીજી બાજુ કોથમીર (Coriander leaves) પણ ડિશના ગાર્નિશિંગ માટે ખાસ સ્થાન ધરાવે છે. પરંતુ ધાણાનું પાણી (Coriander water) પણ આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા પ્રદાન કરે છે. આજે અમે તમને ધાણાનું પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું. સાથે જ એ પણ જણાવીશું કે ધાણાનું પાણી કેવી રીતે તૈયાર થાય છે.
આ રીતે તૈયાર કરો ધાણાનું પાણી
ધાણાનું પાણી બનાવવા માટે એક ચમચી આખા ધાણા એટલે કે ધાણાના બીજને ધોઈ લો. ત્યારબાદ તેને એક કપ પીવાના પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને તેનું સેવન કરો. જો તમે ખાલી પેટે તેનું સેવન કરશો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. પાણીને ગાળ્યા બાદ જો તમે ઇચ્છો તો ધાણાના આ બીજ ફેંકવાને બદલે, તમે તેને સૂકવી શકો છો અને તેનો પાવડર બનાવી શકો છો અને તેનો ઉપયોગ શાક બનાવવા માટે કરી શકો છો.
ધાણાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ પાણીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બીમાર થવાનું જોખમ ઓછું રહે છે.
પાચન જાળવે છે
ધાણાનું પાણી તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ ખાસ ભૂમિકા ભજવે છે. તે પાચનની સમસ્યાઓ દૂર કરે છે, જેના કારણે પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે.
ધાણાનું પાણી શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. તેને પીવાથી શરીરમાંથી ઝેર બહાર નીકળી જાય છે. આ કારણે ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે.
વાળ મજબૂત કરે છે
ધાણાનું પાણી પીવાથી વાળ મજબૂત થાય છે, જેના કારણે વાળનું તૂટવું ઓછું થાય છે. ધાણાના દાણામાં વિટામિન-કે, સી અને એ વિપુલ પ્રમાણમાં હોય છે. જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ચહેરાના ડાઘ દૂર કરે છે
ધાણાના પાણીનું સેવન કરવાથી ચહેરા પરની ફોલ્લીઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે. ધાણામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે. જે ત્વચાને સ્પષ્ટ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર