ડાર્ક હેર કલર આછો કરવો છે? આવી રીતે બનાવો મિશ્રણ

Image/Pexels

lifestyle news- ઘણી વખત હેર કલર કર્યા બાદ પસ્તાવો થાય છે. કલર વધુ ડાર્ક થઈ ગયો હોવાનું અનુભવાય છે. જેના કારણે તે વિચિત્ર દેખાય છે

  • Share this:
Tips to Lighten Hair Color: ઘણી વખત હેર કલર (Hair color) કર્યા બાદ પસ્તાવો થાય છે. કલર વધુ ડાર્ક થઈ ગયો હોવાનું અનુભવાય છે. જેના કારણે તે વિચિત્ર દેખાય છે. આ બાબત જાણ્યા છતાં તમે કઈ કરી શકતા નથી અને પોતાની જાત પર શરમ (Embarrassment) આવે છે. ઘણી વખત હેર પાર્લરમાં જઈને કરાવેલો કલર ધાર્યા મુજબ આવતો નથી. જેથી કલર આછો (Light) ન પડી જાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. પણ આજે અમે અહીં આવી સમસ્યાનું સમાધાન લઈ આવ્યા છીએ. જેનાથી વાળનો ન જોઈતો કલર હટાવી શકાશે.

લીંબુ કરશે મદદ

વાળમાં ચડેલા ડાર્ક કલરને હળવો કરવા માટે એક કપ લીંબુનો રસ લો અને તેમાં અડધો કપ કન્ડિશનર મિક્સ કરો. ત્યારબાદ આ બંને વસ્તુને વ્યવસ્થિત હલાવી સ્પ્રે બોટલમાં ભરી દો. સ્પ્રે બોટલમાં ન હોય તો તેને બાઉલમાં પણ રાખી શકો છો અને હેર બ્રશની મદદથી તેનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો - Friendship Day 2021: મિત્રતાના સંબંધને વધુ ગાઢ બનાવશે આ 6 વાતો

આવી રીતે કરો લગાવો મિશ્રણ

પહેલા વાળને કાંસકાની મદદથી બે ભાગમાં વહેંચી દો. હવે સ્પ્રે બોટલથી મિશ્રણને વાળમાં સમાન રીતે સ્પ્રે કરો. સ્પ્રે બોટલ ન હોય તો હેર બ્રેશનો ઉપયોગ કરી મિશ્રણને સ્કેલ્પ અને બાળની લેંથ પર વ્યવસ્થિત લગાવો. ત્યારબાદ ફરીથી વાળ પર કાંસકો ફેરવો અને એક કલાક જેટલો સમય તડકામાં બેસો. તડકામાં બેસતા પહેલા ત્વચાને હાનિકારક યુવીએ અને યુવીબી કિરણોથી બચાવવા 30 SPF વાળું સનસ્ક્રીન લોશન લગાવી દો.

આવી રીતે કરો કન્ડિશનિંગ

તડકામાં બેસ્યા બાદ મિશ્રણ સુકાઈ જાય એટલે તમારા વાળને હુંફાળા પાણીથી ધોઈ નાખો. હવે વાળમાં કંડીશનર લગાવી 10 મિનિટ સુધી રાખી મુકો. ત્યારબાદ વાળને ફરીથી હુંફાળા પાણીમાં ધોઈ નાખો અને વાળ સુકાઈ ગયા બાદ મોશ્ચરાઈઝિંગ માસ્કનો ઉપયોગ કરો. લીંબુના રસમાં રહેલું સાઈટ્રિક એસિડ વાળમાં રહેલા કૃત્રિમ કલરને નેચરલ કુદરતી રીતે હળવો કરી નાખશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. અમલમાં મુકતા પહેલા સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: