કેવી રીતે જાણશો તરબૂચ અસલી છે કે નકલી?

અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે તરબૂચનો એક ટૂકડો પાણીનાં કાચનાં વાસણમાં નાખો

અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે તરબૂચનો એક ટૂકડો પાણીનાં કાચનાં વાસણમાં નાખો

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આ સિઝનમાં આપ દરરોજ તરબૂચનો લુત્ફ ઉઠાવતા હશો. પણ જ્યારે તરબૂચ ખરીદવા જાઓ છો તો તમે દૂકાનવાળા કે લારીવાળાને જ કહો છો કે તમે જ સૌથી સારુ તરબૂચ પસંદ કરીને ચખાડો.. સારુ હશે તો લઇ લઇશ. ઘણી વખત તરબૂચની પસંદગી કરવામાં ગફલત થઇ જતી હોય છે. ક્યારેક તરબૂચ ફીકુ કે કાચુ નીકળે છે તો ક્યારેક તેનો રંગ જ લાલ હોતો નથી.

  ત્યારે એવું લાગે કે આ તરબૂચ કેમિકલથી કે ઇન્જેક્શન આપીને પકવવામાં તો નથી આવ્યાં ને. અને આવા તરબૂચ ખાવાથી ઘણી વખત ગંભીર બીમારીઓ પણ થવા લાગે છે. ત્યારે ચાલો નજર કરીએ તરબૂચ અસલી છે કે નકલી તેને
  ઓળખવાની કળા પર.

  આ પણ વાંચો-કેસર અસલી છે કે નકલી? આવી રીતે ચકાસો

  -તરબૂચ બહારથી પીળુ હોય તો તેમાં નાઇટ્રેટ નામનું તત્વ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે. તે શરીરમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. જો તરબૂચ કટ કર્યા બાદ તેમાંથી સફેદ રંગની ફીણ જેવું નીકળે તો તે ભૂલથી પણ ખાવું નહીં.
  - ઘણી વખત ફળ ફળાદી કે શાકભાજી પર કાણાં જોઇને લાગે છે કે આ કીડા મકોડા કે પછી પક્ષીઓએ કર્યા હશે જોકે આ વિચારણા આજનાં સમયમાં ઘણી જ ખોટી છે. કારણ કે ઘણી વખત તરબૂચને પકવવા માટે અંદરથી લાલ કરવા
  માટે તેમાં ઇન્જેક્શન કરવામાં આવે છે. તેથી જો આવાં કાણા વાળા તરબૂચ જોવા મળે તો ન ખરીદવા
  -કુદરતી રીતે પાકેલું તરબૂચ હમેશા તાજુ અને શાઇનિંગવાળુ હોય છે તેથી ડાઘ-ધબ્બાવાળુ તરબૂચ ન ખરીદો. બની શકે તે ફીકુ કે સફેદ નીકળે
  -કુદરતી રીતે પાકેલું તરબૂચ વજનમાં હમેશાં ભારે હોય છે. જ્યારે ઇન્જેક્શનથી પકવેલું તરબૂચ વજનમાં હળવું છે તેથી તરબૂચ ખરીદતા પહેલાં હમેશાં તેને ઉચકીને જુઓ. હમેશાં યાદ રાખો કે, પાણીથી ભરેલા ફળનું વજન હળવું હોતુ નથી.
  -અસલી અને નકલી તરબૂચની ઓળખ માટે તરબૂચનો એક ટૂકડો પાણીનાં કાચનાં વાસણમાં નાખો. જો તરબૂચ કુદરતી રીતે પકવેલું હશે તો પાણીનો રંગ નહીં બદલાય અને કેમિકલ યુક્ત હશે તો પાણીનો રંગ આછો ગુલાબી થઇ જશે.
  Published by:Margi Pandya
  First published: