Home /News /lifestyle /આ લક્ષણોથી જાણો કૂતરાને હડકવા છે કે નહીં, એક્સપર્ટ પાસેથી જાણો તમામ સવાલના જવાબ

આ લક્ષણોથી જાણો કૂતરાને હડકવા છે કે નહીં, એક્સપર્ટ પાસેથી જાણો તમામ સવાલના જવાબ

જે લોકો કૂતરા પાળે છે, તેમના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલતુ કૂતરાઓ કઈ પરિસ્થિતિમાં હુમલો કરી શકે છે. કૂતરું પાગલ થઈ ગયું છે કે કેમ તેના લક્ષણો કેવી રીતે ઓળખવા. જો કોઈ પરિસ્થિતિમાં કૂતરું બચકું ભરી લે તો તેમણે શું કરવું જોઈએ. આ તમામ સવાલોના જવાબ વેટરનરી ડોકટર પાસેથી મેળવી લઈએ.

જે લોકો કૂતરા પાળે છે, તેમના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલતુ કૂતરાઓ કઈ પરિસ્થિતિમાં હુમલો કરી શકે છે. કૂતરું પાગલ થઈ ગયું છે કે કેમ તેના લક્ષણો કેવી રીતે ઓળખવા. જો કોઈ પરિસ્થિતિમાં કૂતરું બચકું ભરી લે તો તેમણે શું કરવું જોઈએ. આ તમામ સવાલોના જવાબ વેટરનરી ડોકટર પાસેથી મેળવી લઈએ.

વધુ જુઓ ...
  Rabies in Dogs: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પાલતું પિટબૂલ ડોગે (Lucknow Pitbull Case) પોતાની જ દેખભાળ કરતી વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. કૂતરાએ હુમલો કરીને વૃદ્ધ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ દર્દનાક ઘટના સામે આવ્યા બાદ જે લોકો કૂતરા પાળે છે, તેમના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાલતુ કૂતરાઓ કઈ પરિસ્થિતિમાં હુમલો કરી શકે છે. કૂતરું પાગલ થઈ ગયું છે કે કેમ તેના લક્ષણો કેવી રીતે ઓળખવા. જો કોઈ પરિસ્થિતિમાં કૂતરું બચકું ભરી લે તો તેમણે શું કરવું જોઈએ. આ તમામ સવાલોના જવાબ વેટરનરી ડોકટર પાસેથી મેળવી લઈએ.

  કૂતરું કયા કારણોસર પાગલ થાય છે?


  દિલ્હીના ચેરિટી વર્ડ હોસ્પિટલના ડો. હરઅવતાર સિંહ અનુસાર કૂતરુ પાગલ થાય તો સૌથી મોટું કારણ રેબીઝનું સંક્રમણ હોય છે. રેબીઝનો સીધો અટેક કૂતરાની નર્વસ સિસ્ટમ પર અસર થાય છે અને તેના શરીરના મસલ્સ પેરાલાઈઝ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં કૂતરાની વિચારવાની અને સમજવાની ક્ષમતા પૂર્ણ થઈ જાય છે અને તે પાગલ થઈ જાય છે. રેબીઝ થયા બાદ કૂતરું પોતાના લોકો પર જ અટેક કરી શકે છે.

  આ પણ વાંચો: આ 5 બ્રીડના ડોગ છે સૌથી સુરક્ષિત, ક્યૂટ તસવીરો જોઈને તમે પણ બની જશો ડોગ લવર

  આ કારણોસર યોગ્ય સમયે રેબીઝના લક્ષણો વિશે જાણકારી હોવી જોઈએ અને જેટલું બને તેટલું જલ્દી ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. રેબીઝનો કોઈ ઈલાજ હોતો નથી. રેબીઝની સાથે સાથે કૂતરાને માનસિક સમસ્યા થઈ જાય તો થેરાપી અને દવાઓથી તેનો ઈલાજ કરી શકાય છે.

  આ રીતે કરો કરો પાગલ કૂતરાની ઓળખ  • કૂતરાનો અવાજ બદલાઈ જવો

  • મોઢામાંથી લાળ ટપકવી

  • પાણી પીવામાં સમસ્યા થવી

  • કંઈ ખાવું પીવું નહીં

  • અચાનક અગ્રેસીવ થઈ જવું

  • શરીરના કેટલાક પેરાલાઈઝ થઈ જવા

  • વારંવાર અટેક પડવો

  • લોકોને ઓળખવામાં ભૂલ કરવી

  • તાવ આવવો અને શરીરમાં દુખાવો થવો

  • કૂતરાને રેબીઝ થઈ જાય તો શું કરવું?


  ડો. હરઅવતાર સિંહ અનુસાર જો કૂતરામાં રેબીઝના લક્ષણો જોવા મળે તો તેનાથી દૂર રહેવું જોઈએ. જો શક્ય હોય તો કૂતરાને એક જગ્યાએ બાંધી દેવો જોઈએ. ત્યારબાદ તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. કૂતરાને રેબીઝ છે કે નહીં તે માત્ર નિષ્ણાંતો નક્કી કરી શકે છે. અનેકવાર બિમારી થવા પર પણ કૂતરું અગ્રેસિવ થઈ શકે છે. ડોકટર અનુસાર રેબીઝનો કોઈ ઈલાજ હોતો નથી. જો કોઈ કૂતરું રેબીઝથી સંક્રમિત થઈ જાય તો તેને ઈન્જેક્શન આપીને મારી નાખવું પડે છે.

  રેબીઝથી કેવી રીતે બચવું?


  કૂતરાનું ફૂલ વેક્સીનેશન કરાવો
  પાલતુ કૂતરાને બહારના કૂતરાથી દૂર રાખો
  કૂતરાના ખાવા પીવાનું ધ્યાન રાખો
  સમયાંતરે ચેકઅપ કરાવવું જરૂરી છે
  કોઈપણ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો.

  રેબીઝથી સંક્રમિત કૂતરું કરડે તો શું કરવું?


  જો પાગલ કૂતરું કરડે તો તે જગ્યા સાબુથી ધોઈને સાફ કરી લેવી જોઈએ. ત્યારબાદ નિષ્ણાંત પાસે તેનો ઈલાજ કરાવવો જોઈએ. જો આ મામલે લાપરવાહી દાખવવામાં આવે તો તેનું સંક્રમણ ફેલાઈ જાય છે અને વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. રેબીઝથી સંક્રમિત કૂતરાની લાળને કારણે પણ રેબીઝ ફેલાઈ શકે છે. આ કારણોસર પાગલ કૂતરાથી દૂર રહેવું જોઈએ. જો કૂતરામાં આ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક વેટરનરી ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
  First published:

  Tags: Lifestyle, Pet Dog

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन