Home /News /lifestyle /

કેસર અસલી છે કે નકલી? આવી રીતે ચકાસો

કેસર અસલી છે કે નકલી? આવી રીતે ચકાસો

કેસરવો તાંતણો મોં માં મૂકતાં આવો સ્વાદ આવે તો જ સમજવું કે તે અસલી છે.

કેસરવો તાંતણો મોં માં મૂકતાં આવો સ્વાદ આવે તો જ સમજવું કે તે અસલી છે.

  કેવી રીતે ચકાસવું કે કેસર અસલી છે કે નકલી?100 ગ્રામ કેસરના ફાયદા છે અનેક

  કેસરનો ઉપયોગ સૌંદર્ય વધારવા અને ખોરાકના સ્વાદને બમણો કરવા માટે થાય છે. આ મસાલો ખૂબ મોંઘો આવે છે

  કેસર કાશ્મીરની સુંદર વાદીઓમાં ઉગાડવામાં આવતો એક મોંઘો મસાલા છે. તેનો ઉપયોગ સૌંદર્ય ઉત્પાદનોમાં સૌંદર્ય વધારવા અને રસોડામાં સ્વાદ અને સુગંધ લાવવા માટે થાય છે. ભારતમાં કેસરના વેચાણથી લાખોની કમાણી થાય છે. તેની ખેતી ફક્ત સમૃદ્ધ લોકો જ કરી શકે છે કારણ કે તે ખૂબ ખર્ચાળ છે. બજારમાં ઘણીવાર, નકલી કેસર વેચીને લોકોને ઘણો નફો કરે છે. તેથી તે સારું રહેશે કે તમે અસલી અને નકલી કેસર વચ્ચેનો તફાવત ઓળખી શકો. સાથે એ પણ જાણો કે સ્વાસ્થ્ય માટે કેસર કેટલું ફાયદાકારક છે.

  કેસરના ફાયદા:  કેસરનો સ્વાદ અને તેની સુગંધ તેની સાચી ઓળખ છે. તેથી, કેસર ખરીદતા પહેલા તેને મોંમાં રાખો અને થોડું ચાવો. જો તમને થોડો મીઠો સ્વાદ આવે, તો સમજો કે કેસર નકલી છે. વાસ્તવિક કેસરમાં, થોડી મીઠી સુગંધ હોય છે, પણ સ્વાદ થોડો કડવો હોય છે.

  કેસર ઓળખવા માટે કેસરના તાંતણાને ગરમ પાણીમાં મૂકો. જો તાત્કાલિક પાણીમાં રંગ આવવા લાગે તો સમજવું કે કેસર નકલી છે. અસલી કેસરની ઓળખ એ છે કે જ્યારે તેને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે, તો ધીમે ધીમે રંગ આવે છે.

  કેસરને ઓળખવા માટે 1 કપ પાણીમાં થોડોક ખાવાનો સોડા લઈ અને તેમાં કેસર મિક્સ કરો. જો તરત જ કેસરીયો રંગ આવે છે, તો સમજવું કે કેસર નકલી છે. ધ્યાનમાં રાખો કે અસલી કેસરને કોઈ પણ ચીજમાં ઉમેરવામાં આવે ત્યારે પીળો રંગ આપે છે.
  Published by:Bansari Shah
  First published:

  Tags: Health care, Life style

  આગામી સમાચાર