#કામની વાત: શું મારી પત્નીને લગ્ન પહેલા પણ ગર્ભ રહ્યો હશે?

News18 Gujarati
Updated: April 12, 2019, 6:38 PM IST
#કામની વાત: શું મારી પત્નીને લગ્ન પહેલા પણ ગર્ભ રહ્યો હશે?

  • Share this:
જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી... મારી પત્નીને પહેલા ગર્ભ રહ્યો હશે?

સમસ્યા- ડોક્ટર સાહેબ હું ખરેખર ખૂબ જ મુંઝાઇ ગયો છું. શું કરવું તે ખબર પડતી નથી મારા વિવાહ બે મહિના પહેલા મુબઇમાં જ થયા છે. મને છોકરી ખૂબ જ ગમે છે. ગયા અઠવાડિયે તે મારા ઘરે આવેલ. એ દરમ્યાન મને ખ્યાલ આવ્યો કે તેના પેટના ભાગમાં ચામડી ઉપર સફેદ પટ્ટાઓ દેખાય છે. મેં મારા મિત્રની પત્નિને આ વિશે પૂછી જોયું તો તેણે જણાવ્યું કે પ્રસૂતિ પછી આ પટ્ટા મોટાભાગની સ્ત્રીઓમાં જોવા મળે છે. તો મારી પત્નીને પહેલા ગર્ભ રહ્યો હશે? આપ જ કહો આ વાત ઘરના વડીલોને કેવી રીતે કહું? અને જો ના કહું તો આખી જીંદગી મનમાં ને મનમાં જ દુ:ખી થતો રહું. આ વાત જાણ્યા પછી મને રાતે ઊંઘ નથી આવતી કે કોઇજ વાતમાં રસ પડતો નથી. મારી મુંઝવણ નો સચોટ જવાબ આપવા વિનંતી.

ઉકેલ- તમારા મિત્રના પત્નીએ તમને જે જણાવ્યું કે પ્રસુતિ પછી સ્ત્રીના પેટ ઉપર સફેદ પટ્ટાઓ દેખાય એ વાત સાચી છે. પરંતુ આવા પટ્ટાઓ પડવાનું આ જ માત્ર એક કારણ નથી. આજના જમાનામાં છોકરીઓ પોતાની કમર પેન્સીલ જેટલી પાતળી હોય તેમ ઇચ્છતી હોય છે. જેથી તેઓ ડાયેટિંગ કરી વજન ઉતારે છે. એટલે પહેલા ખેંચાયેલ ચામડીને અવકાશ મળે છે. અને તેના કારણે પણ આવા પટ્ટાઓ દેખાઇ શકે છે. શક્ય છે આ નિશાનીઓ શરીરના બીજા ભાગ પર પણ દેખાય. આવા પટ્ટાઓ ડાયેટિંગ કરી વજન ઉતારેલ પુરુષોમાં પણ જોવા મળે છે. કેટલીકવાર સ્ત્રી હોર્મોન્સના પ્રમાણમાં અસાધારણ વધધટ થાય તો પણ આવા પટ્ટા દેખાઇ શકે છે. મારે તમારી ભાવિ વાગ્દતાના પેટ ઉપર જોયેલા પટ્ટાને શંકા અને ચિંતાનો વિષય બનાવવાની જરૂર નથી. લગ્નજીવનની શરૂઆત વિશ્વાસથી થાય તે જરૂરી છે.

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: April 12, 2019, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading