Home /News /lifestyle /શિયાળામાં ઘરે રહેલા મની પ્લાન્ટને આ રીતે રાખો ગ્રીન, આ ટિપ્સની મદદથી વઘારો તેનો ગ્રોથ

શિયાળામાં ઘરે રહેલા મની પ્લાન્ટને આ રીતે રાખો ગ્રીન, આ ટિપ્સની મદદથી વઘારો તેનો ગ્રોથ

મની પ્લાન્ટનીમાં એક્સપાયરી થઈ ગયેલી દવાઓ પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

Growth Of Money Plant In Winter: જો તમે મની પ્લાન્ટ (money plant) ના કટીંગને કાચની બોટલમાં મૂક્યું ( indoor plants) હોય તો તમારે શિયાળામાં 15 દિવસના ગાળામાં તેનું પાણી બદલવું જોઈએ. પાણીમાં રહેલા ક્ષારને છોડ શોષી લે છે. ત્યારબાદ પાણીને બદલવું જોઈએ જેથી છોડને વધુ પોષણ (money plant care tips) મળે.

વધુ જુઓ ...
Growth Of Money Plant In Winter: શિયાળામાં છોડને વધુ સૂર્યપ્રકાશ (Sunlight) મળતો નથી, જે તેમના વિકાસ માટે યોગ્ય નથી. છોડને ના વધુ સૂર્યપ્રકાશની જરૂર હોય છે કે ના ઓછા. આ કિસ્સામાં, તેઓ પીળા પડી જાય છે અને સૂકાઈને ખરી પડે છે. મની પ્લાન્ટને ઇન્ડોર પ્લાન્ટમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેને શુભ પણ માનવામાં આવે છે. તમને ભારતના લગભગ તમામ ઘરોમાં ચોક્કસપણે મની પ્લાન્ટ જોવા મળશે.

આ વૃક્ષ સાથે ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે અને તેનાથી ઘરની સુંદરતામાં વધારો થાય છે. શિયાળામાં મની પ્લાન્ટ માટે યોગ્ય કાળજી ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં તો તેમનો વિકાસ અટકી જશે.

હકીકતમાં, જેમ જેમ હવામાન બદલાય છે, તેમ તેમ છોડની કાળજીમાં ફેરફારો કરવા પણ જરુરી બની જાય છે. ઘરની અંદર અને બહાર મની પ્લાન્ટ સ્થાપિત કરી શકાય છે. પરંતુ યોગ્ય કાળજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિયાળામાં મની પ્લાન્ટને લીલો રાખવા અને તેના સારા વિકાસ માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકાય છે.

આ પણ વાંચો: કોણ છે ન્યુઝીલેન્ડનો Rachin Ravindra? સચિન અને દ્રવિડના નામ પરથી શા માટે રખાયું છે તેનું નામ?

ક્યારે બદલવું મની પ્લાન્ટનું પાણી
જો તમે કાચની બોટલમાં મની પ્લાન્ટ કટિંગ મૂક્યું હોય તો શિયાળામાં 15 દિવસના ગાળામાં તમારે તેનું પાણી બદલવું જોઈએ. પાણીમાં જે પણ ક્ષાર હોય, છોડ તેને શોષી લે છે. ત્યારબાદ પાણીને બદલવું જોઈએ જેથી છોડને વધુ પોષણ મળે.

ઉનાળાની ઋતુમાં વધુ પાણી ભરાવાથી મચ્છર થઈ શકે છે. બહુ જલદી જલદી પણ પાણી ન બદલવું નહિતર તે છોડના મૂળને નુકસાન પહોંચાડે છે. જો તમે કૂંડામાં મની પ્લાન્ટ વાવેલો છે તો તમારે કૂંડામાં પાણી નિકાલ કરવા માટે સારી વ્યવસ્થા કરવી જોઈએ. જો તમે તેમ નહીં કરો તો છોડના મૂળ ઓગળી જશે અથવા તેમાં ફૂગ થઈ જશે.

આ પણ વાંચો: Paytm ઇફેક્ટ? તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેર પણ તૂટ્યા, રોકાણકારોએ શું કરવું?

શિયાળામાં મની પ્લાન્ટનો ગ્રોથ કેવી રીતે વઘારાવો
શિયાળાની ઋતુમાં મની પ્લાન્ટનો ગ્રોથ બંધ થઈ ગયો હોય અને તમે તેને વધારવા માંગો છો તો તમે ઘરમાં હાજર વિટામિન ઇ અને સીની કેપ્સ્યુલ કાપીને તેની અંદરની સામગ્રી મની પ્લાન્ટની બોટલમાં મૂકી શકો છો. જો તમારી પાસે કૂંડામાં છોડ હોય, તો તમે આ દવાઓ જમીનમાં ઉમેરી શકો છો. આ ઉપરાંત એક્સપાયર્ડ દવાઓ મની પ્લાન્ટના વિકાસને વધારવામાં પણ મદદ કરી શકે છે. તમે તેમને મની પ્લાન્ટના પાણીમાં પણ મૂકી શકો છો. આ દવાઓ ખાતરનું કામ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો મની પ્લાન્ટ દ્વારા લેવામાં આવે છે, જે તેના વિકાસને પણ અસર કરે છે.

મની પ્લાન્ટના પીળા થઈ ગયેલા પાંદડાને કેવી રીતે બનાવાશે લીલા
એક સ્પ્રેની બોટલ લો અને તેમાં પાણી ભરો. હવે આ પાણીમાં એક ચમચી નાળિયેર તેલ ઉમેરો. તમે ઓલિવ ઓઇલ, સરસવનું તેલ, બદામનું તેલ અથવા જાસ્મિન ઓઇલ પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને મની પ્લાન્ટના પાંદડા પર છાંટો. આ મની પ્લાન્ટના પાંદડાને તાજગી અને ચમક આવી જાય છે. જો સૂર્યપ્રકાશના તેજસ્વી પ્રકાશને કારણે મની પ્લાન્ટના પાંદડા પીળા પડી રહ્યા હોય તો પાણીનું આ મિશ્રણ તેમને લીલું બનાવી દેશે. આ ખાસ પાણીનો છંટકાવ કરવાથી પાંદડા એક અઠવાડિયા સુધી ચમકતા રહે છે.

આ પણ વાંચો: 49th International Emmy Awards: નવાઝુદ્દીન, સુષ્મિતા અને વીર દાસ પર ભારતની નજર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે એવોર્ડ સેરેમની

ત્યારબાદ તમે આ પ્રક્રિયાનું ફરીથી પુનરાવર્તન કરી શકો છો. જો પાંદડા સુકાઈ ગયા હોય તો તેને તોડીને કાઢી નાખો, ટૂંક સમયમાં તે જગ્યાએ નવા પાંદડા આવશે. વળી, જો મની પ્લાન્ટ કૂંડામાં હોય તો તેની જમીનમાં થોડું પોટેશિયમ ઉમેરો. આમ કરવાથી પાંદડાંની પીળાશ દૂર થાય છે અને તેને ફરીથી લીલું કરી દે છે. (ડિસ્ક્લેમર: આ લેખમાં માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેમની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Riya Upadhay
First published:

Tags: Life Style Tips, Plants, Winter care, Winter tips

विज्ञापन
विज्ञापन