Home /News /lifestyle /Health Special Article: 30 વર્ષ પછી આ ચાર રીત અપનાવીને તમારા હૃદયને રાખો એકદમ સ્વસ્થ
Health Special Article: 30 વર્ષ પછી આ ચાર રીત અપનાવીને તમારા હૃદયને રાખો એકદમ સ્વસ્થ
30 પછી તમારા હૃદયનું રાખો ધ્યાન
4 Ways of keeping your heart young: શારીરિક કસરતની ટેવ પાડવી એ હાઈપરટેન્શન, ડાયાબિટીસ, મેદસ્વીપણું, કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ જેવી કાર્ડિયાક સંબંધિત બીમારીઓથી દૂર રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
નવી દિલ્હી: 30ના દાયકામાં આપણામાંના મોટા ભાગના લોકો તંદુરસ્ત હૃદય (Healthy Heart After 30s) અને સારી શારીરિક સ્થિતિ (Good Physical Status) ધરાવતા હશે. એક કહેવત છે કે, "આપણે જે વાવીએ છીએ, તે જ આપણે લણીએ છીએ" તે 30 ના દાયકા પછી આપણું હૃદય કેવી કામગીરી કરશે? કેવી સ્થિતિમાં રહે છે? તેના માટે આ કહેવત એકદમ યોગ્ય છે. અહીં કેટલાક ઉપાયો છે જે આપણે ભવિષ્ય માટે શ્રેષ્ઠ આરોગ્ય લાભો (ways of keeping your heart young) મેળવવા માટે કરવાની જરૂર છે.
નિયમિત કસરત
શારીરિક કસરતની ટેવ પાડવી એ હાઈપરટેન્શન, ડાયાબિટીસ, મેદસ્વીપણું, કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ જેવી કાર્ડિયાક સંબંધિત બીમારીઓથી દૂર રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે, અને આ રીતે હૃદયરોગ જેવી ગંભીર સમસ્યાનું જોખમ ઘટાડે છે. કસરત કોઈ પણ સ્વરૂપે, રમતગમતમાં, સ્વિમિંગ દ્વારા અથવા તો માત્ર સાદી સાદી બ્રિસ્ક સ્વેટ બ્રેકિંગ વોલ પણ હોઈ શકે છે, જે દરરોજ 40 મિનિટ અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછી 5 વખત કરી શકાય છે.
સેન્સિબલ ડાયટ
પ્રોટીનથી ભરપૂર હોય અને કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટનું પ્રમાણ થોડું ઓછું હોય તેવું ડાયટ લઇ શકાય છે. તેમાં ડ્રાયફ્રૂટ્સ, દિવસમાં 5 પોર્શનમાં ફળો, મીઠાનું ઓછામાં ઓછું સેવન, સારું હાઇડ્રેશન અને પ્રમાણસર આલ્કોહોલ સાથે બેલેન્સ રાખવું જોઇએ. વ્યક્તિએ વધુ પડતા ઇટિંગના બદલે, નિયમિત અંતરાલે નાના પોર્શનમાં ખાવું જોઈએ.
હ્યદય અને હ્યદય સંબંધિત સમસ્યાઓ માટે સ્મોકિંગ સૌથી મોટો દુશ્મન છે. ધૂમ્રપાન ન કરનારની તુલનામાં ધૂમ્રપાન કરનારને હૃદયરોગનો હુમલો થવાની શક્યતા બમણી હોય છે, અને ધૂમ્રપાન ન કરનારની તુલનામાં તેનું મૃત્યુ પામવાની શક્યતા 3-4 ગણી વધી જાય છે. ધૂમ્રપાન બંધ કર્યા પછી વ્યક્તિના કાર્ડિયોવેસ્ક્યુલર જોખમને અડધું થવામાં માત્ર એક વર્ષ લાગે છે, ધૂમ્રપાન ન કરનાર જેવા જ જોખમ સુધી પહોંચવામાં બે વર્ષ લાગે છે. પેસિવ અથવા સેકન્ડ હેન્ડ ધૂમ્રપાનની પણ સમાન હાનિકારક અસરો છે. તેથી, કોઈપણ ઉંમરના ધૂમ્રપાન કરનારાઓ ખાસ કરીને તેમના 30 અને તેથી વધુ ઉંમરના લોકોએ તરત જ ધૂમ્રપાન બંધ કરવું જોઈએ.
"ઇલાજ કરતાં નિવારણ કરવું વધુ સારું છે". 30ના દાયકો પૂર્ણ કર્યા પછી, ભલામણ કરવામાં આવે છે કે તમારે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત નિયમિત હૃદય અને આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. ધૂમ્રપાન કરનારાઓ, ડાયાબિટીસ, હાઈપરટેન્સિવ્સ, મેદસ્વી વ્યક્તિઓ, અકાળે હૃદયરોગનો પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકો જેવા ઉચ્ચ કાર્ડિયાક રિસ્ક પ્રોફાઇલ ધરાવતા લોકોએ કાર્ડિયોલોજિસ્ટને મળવું જોઈએ અને વિગતવાર જાણકારી મેળવવી જોઈએ. ઉપર જણાવેલાં બધાં જ ઉપાયો અને સારી ઊંઘ અને હકારાત્મક વિચારોની સાથે તમારા 30 વર્ષ પછીના હૃદયને "તંદુરસ્ત અને સુખી" રાખવામાં ઘણી મદદ મળશે.
(સ્વાસ્થ્યને લઈને આ સૂચના ડોક્ટર તરફથી જણાવવામાં આવ્યા છે. Dr Rajpal Singh- Director-Interventional Cardiology- Fortis Hospital, Richmond Road, Bangalore)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર