લૉકડાઉનમાં વાળને ઘરે બેઠા બેઠા જ ચમકાવવા હોય તો અજમાવો આ ટ્રિક્સ

News18 Gujarati
Updated: March 29, 2020, 12:52 PM IST
લૉકડાઉનમાં વાળને ઘરે બેઠા બેઠા જ ચમકાવવા હોય તો અજમાવો આ ટ્રિક્સ
પ્રતિકાત્મક તસવીર

ઘરમાં રહીને જ તમે વાળને એકદમ સુંવાળા અને ચમકદાર કઇ રીતે બનાવી શકો તે આપણે આજે જોઇશું

  • Share this:
હાલ કોરોનાને કારણે લોકો 21 દિવસ માટે ઘરમાં જ બંધ છે. ત્યારે ઘરમાં રહીને જ તમે વાળને એકદમ સુંવાળા અને ચમકદાર કઇ રીતે બનાવી શકો તે આપણે આજે જોઇશું. અહીંયા એવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેનાથી તમે કુદરતી રીતે ફળો દ્વારા તમારા વાળની સુંદરતા વધારી શકો છો.

કેળાં
જો તમારા વાળ સૂકા અને રફ છે તો આ કન્ડિશનર બનાવો. તેને બનાવવા માટે સૌથી પહેલાં કેળાંને મેશ કરી લો. તેમાં મધ, દહીં અને લીંબુનો રસ મિક્સ કરો અને વાળમાં લગાવી દો. 30 મિનિટ પછી વાળને ધોઈ નાંખો અને જુઓ વાળ કેવા સિલ્કી થઈ જાય છે.

પપૈયું
પાકા પપૈયાને સ્મેશ કરો. તેમાં થોડું દહીં અને 2 ચમચી ગ્લિસરીન નાંખીને માથામાં 30-45 મિનિટ માટે લગાવો. આ પેકથી તમારા વાળમાં ચમક આવશે. આનાથી બે મોંવાળા વાળથી પણ છુટકારો મળશે.

 આ પણ વાંચો : Stay home: આ ટ્રિક્સથી તમે પોતાની જાત અને પરિવારને કોરોનાના ચેપથી દૂર રાખી શકશોખરતા વાળની સંભાળ
થોડા મેથીનાં બીજને એક રાત સુધી સૂકાવા દો, ત્યાર બાદ બીજા દિવસે સવારે આ બીજમાંથી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા માથા પર અંદરના ભાગ સુધી લગાવો. પેસ્ટ લગાવ્યાના દોઢ કે બે કલાક બાદ માથું સાદા પાણીથી ધોઈ કાઢો. આ પ્રકારે જો વાળની માવજત કરવામાં આવે તો તમારા વાળ ખૂબ જ મજબૂત, કાળા અને ચમકદાર બનશે

 આ પણ વાંચો : લૉકડાઉનમાં ઘરમાં જ કરો વર્કઆઉટ, જેક્લિન પાસે શીખો સૂર્યનમસ્કાર કરવાની રીત

આમળાંમાંથી હર્બલ તેલ
સૂકા અથવા તો ફ્રેશ આમળાંના ટુકડા બંનેમાંથી કોઈ એકની સાથે મહેંદીનાં પાન મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને તેને એક રાત સુધી સૂકાવા દો. ત્યાર બાદ બીજા દિવસે 150 મિલી કોપરેલમાં આ પેસ્ટને ધીમા તાપમાને ગરમ કરો.જેના કારણે તેમાં રહેલો ભેજ બાષ્પીભવન થઈ જશે. ત્યાર બાદ તેને ઠંડું થવા દો. ઠંડું થયા બાદ આ તેલને તમારા વાળમાં લગાવતા રહો. આ તેલથી માથામાં પડેલા ખોડાની સમસ્યાથી છુટકારો મળી જશે. ઉપરાંત તમારા વાળને અંદરથી મજબૂતી મળશે.

.
First published: March 29, 2020, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading