Tips To Keep Children Healthy In Rainy Season: ચોમાસાની ઋતુમાં(Rainy Season) ડેંગ્યૂ, મલેરિયા, ચિકનગૂનિયા, વાયરલ ફિવર, શરદી જેવી ઘણી બિમારીઓ(Diseases) માથું ઊંચકવા લાગે છે અને આ માત્ર વયસ્ક લોકોને જ નહીં, પરંતુ બાળકોને (Children) પણ ભરડામાં લેવાનું શરૂ કરે છે. તેથી ખાસ જરૂરી છે કે આ ઋતુમાં બાળકોનું ધ્યાન રાખવામાં આવે, જેથી તેમના સ્વાસ્થ્યને જાળવી શકાય. બાળકોની હેલ્થ સારી રહે તે માટે તેમને વરસાદી વાતાવરણમાં તેલવાળી વસ્તુ કે જંક ફૂડથી દૂર રાખવા જોઇએ અને તેમના ડાયટમાં હેલ્થી વસ્તુઓ સામેલ કરવી જોઇએ. સાથે જ તેમની દેખરેખ માટે અહીં અમુક રીતો આપવામાં આવી છે. તેને અજમાવીને પણ બાળકોને સ્વસ્થ રાખી શકો છો.
બાળકોને યોગ્ય કપડાઓ પહેરાવો
ચોમાસાની ઋતુમાં તાપમાનમાં વધારો ઘટાડો સતત થતો રહે છે. સાથે મચ્છરનો આતંક પણ વધી જાય છે. તેથી બાળકોને એવા કપડા પહેરાવો જે તેના હાથ-પગ સરખી રીતે ઢાંકી શકે. સાથે બાળકોને હળવા કે કોટનના કપડાઓ પહેરાવો અને તાપમાન અનુસાર બદલી પણ શકો છો.
બાળકોને મચ્છરોથી બચાવો
ચોમાસામાં ઠેરઠેર પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્ર ખૂબ વધી જાયે છે. જે અનેક બીમારીઓનું કારણ બને છે. તેથી બાળકોને મચ્છરોથી બચાવવા માટે તેમને આખી બાંયના કપડાઓ પહેરાવો સાથે જ રૂમમાં મોસ્કિટો લિક્વિડનો ઉપયોગ કરતા રહો. મચ્છરોને ભગાવવા માટે તમે મચ્છરો ભગાવતા છોડ પણ ઘરમાં લગાવી શકો છો.
ઘણા લોકો વિચારે છે ચોમાસામાં બાળકોને દરરોજ સ્નાન ન કરાવવું જોઇએ, જ્યારે કે એવું નથી હોતું. બાળકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે રોજ સ્નાન કરાવવું જરૂરી છે. આ સાથે જ સ્નાન કરાવતા પહેલા બાળકોની માલિશ કરવી પણ જરૂરી છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે બાળકોને સ્નાન કરાવતા પહેલા તાપમાન અનુસાર પાણી ઠંડુ કે ગરમ રાખવું.
બાળકોને બીમારીઓથી બચાવવા માટે જરૂરી છે કે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે. પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે તેમની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત હોય. તે માટે તમે બાળકોને જંક ફૂડ ખાવાથી રોકો અને હેલ્થી ડાયટ આપો. તે માટે તમે ફળ, દાળ અને લીલા શાકભાજી ભોજનમાં સામેલ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર