માટલાનું પાણી નથી થઇ રહ્યું ઠંડુ તો અજમાવો આ ઉપાયો

Image/shutterstock

આજે પણ ઘણા લોકો છે જે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ફ્રીજનું પાણી પીવાથી બચે છે અને માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે

  • Share this:
સામાન્ય રીતે આજના જમાના લોકોના ઘરમાં વધારે ફ્રિજના પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે પણ ઘણા લોકો છે જે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ફ્રીજનું પાણી પીવાથી બચે છે અને માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ તેમા સમસ્યા તે આવે છે કે માટલું જ્યાં સુધી નવું હોય છે ત્યાં સુધી પાણીને ખૂબ ઠંડુ કરે છે, પરંતુ જ્યારે તે જૂનું થઇ જાય છે તો પાણીને સારી રીત ઠંડુ કરતું નથી. તેથી માટલાનું પાણી હંમેશા ઠંડુ કઇ રીતે રાખી શકાય તેના તમને ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ.

પકવેલી માટીનું માટલું વાપરો

માટલું ખરીદતી સમયે તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે માટલું પકવેલી માટીમાંથી બનેલું હોય. કાચી માટીના માટલામાં પાણી સારી રીતે ઠંડુ થઇ શકતું નથી. તેના માટે તમે માટલાને હાથથી ઠપકારી તેના અવાજથી જાણી શકો છો કે માટલું કાચી માટીનું છે કે પાકી માટીનું છે.

આ પણ વાંચો - PF અંગે નવી સર્વિસ, PF ખાતામાંથી રૂપિયા 1 લાખ ઉપાડી શકાય છે, જાણો આ વિશે

માટલાને રાખો માટીના વાસણમાં

માટલામાં પાણી નાખ્યા બાદ મોટા ભાગના લોકો તેને ફર્શ અથવા રસોડાના પ્લેટફોર્મ પર રાખે છે. જે ટાઇલ્સ, માર્બલ કે પથ્થરના બનેલા હોય છે. ગરમીના કારણે તે ખૂબ ગરમ થઇ જાય છે. જેના કારણે માટલાનું પાણી પણ ગરમ થઇ જાય છે. તેના માટે તમે આ ઉપાય અજમાવો કે માટલાને કોઇ મોટા માટીના વાસણમાં રાખો. આ વાસણમાં થોડી માટી પણ માટલા નીચે રાખો અને તેને સમયાંતરે પાણી છાંટી થોડી ભીની કરતા રહો. તેના પર માટલું રાખવાથી પાણી ખૂબ ઠંડુ રહેશે પછી માટલું ભલે જૂનુ જ કેમ ન થઇ જાય.

સૂતર-ભીના કપડાથી ઢાંકો

માટલામાં પાણી ઠંડુ રહે તે માટે તમે એક મોટું સૂતરનું કપડું લઇને તેને પાણીમાં સારી રીતે પલાળી લો. પછી આ કપડાને માટલા પર બે વખત વીંટી દો. જ્યારે પણ કપડું સૂકાય જાય તો તેને ભીનુ કરતા રહો. તેનાથી પાણી ઠંડુ રહેશે. આ સાથે માટલાને તેવી જગ્યાએ ન રાખો જ્યાં તેના પર સીધો તડકો લાગે. નહીં તો કપડું તો સૂકાઇ જશે સાથે જ માટલું પણ ગરમ રહે અને પાણી સરખી રીત ઠંડુ થઇ નહીં શકે.
First published: