Home /News /lifestyle /

ફળોને કાપીને લાંબો સમય તાજા કેવી રીતે રાખવા?

ફળોને કાપીને લાંબો સમય તાજા કેવી રીતે રાખવા?

    આમ તો કહેવાય છે કે ફળોને લાંબા સમય સુધી કાપેલા ક્યારેય ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો કેટલીક સાવધાની ચોક્કસ રાખવી. તો જાણી લો આ ટીપ્સની મદદથી કાપેલા ફળોને પણ લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.

    ફળોને કાપીને લાંબો સમય તાજા કેવી રીતે રાખવા ?

    લીંબુ - લીંબુને કાપીને એક પોલીથીન બેગમાં રાખો બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે.

    સફરજન - સફરજન કાપીને તેને લાંબા સમય સુધી તાજા રાખવા તેના ટૂકડો લઇ તેની પર ઍપલ સાઇડર વિનેગર લગાવી કન્ટેનરમાં મૂકો. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.

    પપૈયું - એક સાફ રેપિંગ શીટમાં પપૈયાના ટૂકડા રાખી ફ્રીઝમાં મૂકો.

    એવાકાડો - એવાકાડોને કાપીને તેના પર લીંબુનો રસ મિક્સ કરી તેને ફ્રીઝમાં એર ટાઇટ ડબ્બામાં ભરો. તેનાથી એવાકાડો લાંબો સમય ફ્રેશ રહેશે.

    જામફળ - કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે.

    દરેક છોકરીઓ ઈચ્છે છે કે પાર્ટનર કરે તેમની માટે કરે આ કામ, પણ કહી જ નથી શકતી

    તરબુચ - કાપેલા તરબુચના ટૂકડાંને એક પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી તે તાજા રહેશે.

    અનાનસ - અનાનસના ટૂકડાંને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી તે તાજા રહેશે. ઘણાં દિવસો સુધી ફ્રેશ રહેશે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips, How to keep fruits fresh, Life style

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन