Home /News /lifestyle /આ રીતે શિયાળામાં ફ્રૂટ્સ લાંબા સમય સુધી ફ્રેશ રાખો, જાણી લો સ્ટોર કરવાની સાચી રીત
આ રીતે શિયાળામાં ફ્રૂટ્સ લાંબા સમય સુધી ફ્રેશ રાખો, જાણી લો સ્ટોર કરવાની સાચી રીત
આ રીતે ફ્રૂટ્સ સ્ટોર કરો
Kitchen tips: શિયાળામાં ફ્રૂટ્સ જલદી ખરાબ થઇ જાય છે. આ માટે એને ફેંકી દેવાનો વારો આવે છે, પરંતુ જો તમે આ રીતે ફ્રૂટ્સ સ્ટોર કરો છો તો એ લાંબા સમય સુધી બગડશે નહીં અને એકદમ ફ્રેશ રહેશે. તો જાણો આ વિશે તમે પણ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની ઠંડીમાં બહાર જવાનું મન ઓછુ થાય છે જેના કારણે આપણે શાકભાજી અને ફ્રૂટ્સ વધારે લઇએ છીએ. આ સાથે શિયાળાની ઠંડીમાં ફ્રૂટ પણ જલદી બગડી જાય છે. આમ આ મોંઘા ભાવના ફ્રૂટ્સ જ્યારે ફેંકી દેવા પડે ત્યારે ખૂબ જ જીવ બળી જાય છે. પરંતુ જો તમે ઠંડીમાં આ રીતે ફ્રૂટ સ્ટોર કરો છો તો એ બગડશે નહીં અને લાંબો સમય સુધી ફ્રેશ રહેશે. ફ્રૂટ સ્ટોર કરવાની આ રીતે સૌથી બેસ્ટ અને સરળ છે. તો જાણો અને તમે પણ ઘરે આ રીતથી હવે ફ્રૂટ સ્ટોર કરો.
હુંફાળા ગરમ પાણીમાં તમે વ્હાઇટ વિનેગર મિક્સ કરો. હવે આ પાણીમાં ફ્રૂટ્સ નાંખો અને થોડી વાર માટે રહેવા દો જેથી કરીને એકદમ સાફ થઇ જશે. આમ કરવાથી મિનિટોમાં ફ્રૂટ સાફ થઇ જશે અને સાથે લાંબા સમય સુધી તમે સ્ટોર કરી શકશો.
ફ્રૂટ્સને ભીના રાખશો નહીં
ઘણાં લોકો જ્યારે ફ્રૂટ્સ ઘરમાં લાવે ત્યારે એને ભીના જ ફ્રીજમાં મુકી દેતા હોય છે. તમને પણ આવી ટેવ છે તો તમારે સુધારવાની જરૂર છે. આ ટેવથી તમારા મોંઘા ભાવના ફ્રૂટ્સ બગડી જાય છે. આ માટે જ્યારે તમે બહારથી ફ્રૂટ્સ લાવો ત્યારે ખાસ કરીને એને કોટનના કપડાથી લૂંછીને ફ્રિજમાં મુકો.
આપણે એવું માનીએ છીએ કે ફ્રૂટ્સને તડકામાં મુકવાથી એ બગડી જાય, પરંતુ તમને જણાવી દઇએ કે ફ્રૂટ્સને એક દિવસ તડકામાં મુકી રાખો છો તો એ ફ્રેશ રહે છે અને કશું થતુ નથી. એક દિવસ ફ્રૂટ્સને તમે તડકામાં મુકો અને પછી પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લો આમ કરવાથી ફ્રૂટ બગડશે નહીં.
માર્કેટમાંથી ફ્રેશ ફ્રૂટ લો
ઘણાં લોકો માર્કેટમાંથી ફ્રેશ ફ્રૂટ્સ લેતા હોતા નથી. માર્કેટમાંથી તમે ફ્રેશ ફ્રૂટ લેતા નથી તો એ જલદી બગડી જાય છે અને તમારા પૈસા પડી જાય છે. માર્કેટમાંથી તમે વાસી ફ્રૂટ લો છો તો એ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આ માટે હંમેશા ફ્રેશ ફ્રૂટ લેવાનો આગ્રહ રાખો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર