Home /News /lifestyle /

Tips : શું તમારા બાળકોને લાગી છે ફોનની લત? તો અપનાવો આ ટ્રિક્સ, હંમેશા રહેશે ફોનથી દૂર

Tips : શું તમારા બાળકોને લાગી છે ફોનની લત? તો અપનાવો આ ટ્રિક્સ, હંમેશા રહેશે ફોનથી દૂર

બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે સૌથી સારો ઉપાય એ છે કે, તમે તેમને આઉટડોર અથવા ફિઝીકલ એક્ટિવિટી માટે પ્રોત્સાહિત કરો

Children Away From Mobile Tips : તમારા બાળકોની મોબાઇલની લત છોડાવવા માટે અમુક ઉપાયો જણાવવા જઇ રહ્યા છીએ

How to Keep Children Away From Mobile : કોરોના મહામારી (Covid-19) બાદ નાનાથી માંડીને મોટા સુધી તમામ લોકોનું જીવન ડિજીટલ ડિવાઇસ (Digital Device) પર વધારે નિર્ભર થઇ ગયું છે. ખાસ કરીને બાળકો શાળાઓ બંધ થતા ઓનલાઇન શિક્ષણના કારણે મોબાઇલ (Children Uses Phones)નો ઉપયોગ વધુ કરી રહ્યા છે. તેથી દરેક માતા-પિતાની ફરિયાદ હોય છે કે તેમના બાળકો આખો દિવસ મોબાઇલ પર વળગી રહે છે. જોકે આનું કારણ એ પણ છે કે માતા-પિતા પોતે પણ છે. ઘણા માતાપિતા મોટાભાગે મોબાઇલમાં વ્યસ્ત રહે છે અને પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવાને બદલે મોબાઇલ પર મનોરંજનનું બહાનું શોધતા રહે છે. એટલું જ નહીં, ઘણા માતા-પિતા નાની ઉંમરમાં જ મોબાઈલ હાથમાં પકડાવી દે છે અને બાદમાં જ્યારે બાળકો તેનાથી ટેવાઈ જાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે મહેનત કરવા લાગે છે.

આવી સ્થિતિમાં ઘરનું વાતાવરણ ખરાબ થાય છે, બાળકો ગુપ્ત રીતે મોબાઇલનો ઉપયોગ કરે છે અને કેટલીકવાર ઇન્ટરનેટ પર એવી સામગ્રી જોવાનું શરૂ કરે છે જે કદાચ તેમની ઉંમર અનુસાર પુખ્ત ગુણવત્તાની હોય છે. આવું કન્ટેન્ટ તેમના માનસિક અને શારિરીક વિકાસ પર અસર પાડે છે. અહીં અમે તમને તમારા બાળકોની મોબાઇલની લત છોડાવવા માટે અમુક ઉપાયો (Tips to keep children away from Mobile) જણાવવા જઇ રહ્યા છીએ.

આઉટડોર ગેમ્સ પર આપો ભાર

બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે સૌથી સારો ઉપાય એ છે કે, તમે તેમને આઉટડોર અથવા ફિઝીકલ એક્ટિવિટી માટે પ્રોત્સાહિત કરો. બહાર રમવા, સાયકલ ચલાવવા, ગાર્ડનિંગ વગેરે કરવા માટે કહી શકો છો.

ઓછી ઉંમરે ન આપો ફોન

બાળકનું ધ્યાન ભટકાવવા માટે તેમને નાની ઉંમરે મોબાઇલ આપવાનું ટાળો. સ્ક્રીન ટાઇમ માટે ટીવીનો ઉપયોગ કરો.

આ પણ વાંચો - લીંબુ જેટલી જ ઉપયોગી છે લીંબુની છાલ, જાણો તેના ફાયદાઓ એક ક્લિક પર

વાઇફાઇ રાખશો બંધ

તમારું કામ પૂર્ણ થઇ ગયા બાદ ઇન્ટરનેટ અથવા વાઇફાઇ બંધ કરી દો. જેથી બાળકો સતત ઇન્ટરનેટનો ઉપયોન ન કરે.

પરીવાર સાથે વિતાવો સમય

ઘરનો માહોલ બાળકના વિકાસ પર સૌથી વધુ અસર કરે છે. તેથી જ્યારે પણ તમે ઘરે હોય અથવા તો રજા હોય ત્યારે પરીવાર સાથે સમય વિતાવો. એકબીજા સાથે બેસો, મજાકમસ્તી કરો કે પછી કોઇ ગેમ રમો અને બાળકોને પણ તેમા સામેલ કરો.

બાળકો માટે નક્કી કરો સ્ક્રિન ટાઇમ

નાના બાળકો માટે 24 કલાકમાં 2 થી 3 કલાક સ્ક્રીન ટાઇમ રાખો અને ટીનેજ બાળકો માટે વધુમાં વધુ 4 થી 5 કલાકનો સમય રાખો. જેમાં તેઓ પોતાનો અભ્યાસ કરી શકે છે. જેથી તેઓ ઇન્ટરનેટનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે અને તેની અસર તેમના સ્વાસ્થ્ય પર નહીં પડે.

મોબાઇલમાં પાસવર્ડનો ઉપયોગ

બાળકો તમારી જાણ કે અનુમતિ વગર ફોન હાથમાં ન લે તે માટે તેમાં પાસવર્ડ અચૂક પણે રાખો.

ઘર બહારના કામોમાં રાખો વ્યસ્ત

બાળકોએ ઘરની બહાર કામ કરતા શીખવાની જરૂર હોય છે. જો તમારું બાળક વધુ મોબાઇલ જોવાનું શરૂ કરે છે, તો તમારે તેને પ્રેમથી મદદ કરવાનું કહેવું જોઈએ. બાળકો પાસે તમે ઘરની સફાઇ, ડેકોરેશન, બ્રેકફાસ્ટની તૈયારી કે કોઇ અન્ય કામ માટે મદદ લઇ શકો છો.
First published:

Tags: Lifestyle, Lifestyle News

આગામી સમાચાર