લોહીના પ્લેટલેટ્સમાં ઘટાડો થઈ રહ્યો છે? ઘરેલુ નુસ્ખાથી મેળવો આ સમસ્યાથી રાહત

પ્રતિકાત્મક તસવીર

શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે તમે અહીં જણાવેલ ઘરેલુ નુસ્ખાનો પ્રયોગ કરી શકો છો.

  • Share this:
સ્વસ્થ (Healthy) રહેવા માટે શરીરમાં યોગ્ય માત્રામાં પ્લેટલેટ્સ (Platelets) હોવી જરૂરી છે. બીમારી અથવા અન્ય કારણોસર શરીરમાં પ્લેટલેટ્સની માત્રા ઓછી થઈ જાય છે, જેના કારણે શરીરમાં નબળાઈ આવી જાય છે અને બીમારીઓ થવાનું જોખમ પણ રહે છે. જાણકારી અનુસાર શરીરમાં દોઢ લાખથી સાડા ચાર લાખ પ્રતિ માઈક્રોલીટર પ્લેટલેટ્સ હોવા જરૂરી છે. પ્લેટલેટ્સની માત્રા દોઢ લાખથી ઓછી થઈ જાય તો તે ચિંતાનો વિષય બની જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે તમે અહીં જણાવેલ ઘરેલુ નુસ્ખાનો પ્રયોગ કરી શકો છો.

પપૈયુ અથવા પપૈયાના પાન

પ્લેટલેટ્સની માત્રા વધારવા માટે તમે નિયમિત પપૈયાનું સેવન કરી શકો છો. તમે પપૈયાના પાનને પીસીને તેનો રસ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. પપૈયા અથવા પપૈયાના પાનના રસનું સેવન કરવાથી પ્લેટલેટ્સની માત્રામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે. જો તમને પપૈયાના કાચા પાન પસંદ નથી, તો પપૈયાના પાનને પાણીમાં ઉકાળીને તેનો રસ કાઢીને તેનું સેવન કરી શકો છો.

જૂના ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં કામ લાગશે રસોડાની આ સામગ્રીઓ, જલ્દી જોવા મળશે ફર્ક

દાડમ અથવા દાડમનો રસ

તમે પ્લેટલેટ્સની માત્રા વધારવા માટે દાડમનો પણ ઉપયોગ કરી શકો છો. દાડમના દાણા અથવા તેનું જ્યૂસ બનાવીને તમે તેનું સેવન કરી શકો છો. જો તમને દાડમનું જ્યૂસ પસંદ છે તો જ્યૂસ બનાવ્યા બાદની 15-20 મિનિટમાં જ્યૂસનું સેવન કરી લેવું. 15-20 મિનિટ બાદ આ જ્યૂસનું સેવન કરવાથી તે તમારા શરીરને નુકશાન પહોંચાડી શકે છે.

કોળાનો રસ

શરીરમાં પ્લેટલેટ્સની માત્રા વધારવા માટે કોળાનો ઉપયોગ કરી શકાય છે. કોળાને સમારીને જ્યૂસરમાં તેનું જ્યૂસ બનાવી લેવું. જો તમારી પાસે જ્યૂસર નથી, તો કોળાને ઝીણું સમારીને તેની પેસ્ટ બનાવી લો, ત્યારબાદ તેને નીચોવીને તેનો રસ કાઢી લો. તમે આ રસનું સેવન કરી શકો છો. તમે આ રસમાં સ્વાદ ઉમેરવા માટે થોડુ મધ પણ ઉમેરી શકો છો. જો તમને કોળાનું જ્યૂસ પસંદ નથી તો તમે કોળાને ઉકાળીને તેનુ સૂપ બનાવીને પણ સેવન કરી શકો છો.

ચમકતી ત્વચા મેળવવા માટે પીવો આ 5 ડ્રિન્ક, વિટામિન Cથી છે ભરપૂર

વ્હીટ ગ્રાસ જ્યૂસ

વ્હીટ ગ્રાસ એટલે કે, ઘઉંના જવારનું જ્યૂસ બનાવીને તેનું સેવન કરવાથી શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારી શકાય છે. વ્હીટ ગ્રાસને ધોઈને તેને એકદમ ઝીણા પીસીને તેની પેસ્ટ બનાવી લો, ત્યારબાદ તેને નીચોવીને તેનું જ્યૂસ કાઢી લો. તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.



તમને સરળતાથી વ્હીટ ગ્રાસ નથી મળી રહ્યા તો તમે ઘઉંને કૂંડામાં નાખીને ઘરે જવાર ઉગાડી શકો છો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: