Egg Hair Mask: વાળમાં ઈંડા નાખ્યા બાદ નહીં આવે દુર્ગંઘ, અપનાવો આ ઘરેલું ઉપાય
Egg Hair Mask: વાળમાં ઈંડા નાખ્યા બાદ નહીં આવે દુર્ગંઘ, અપનાવો આ ઘરેલું ઉપાય
વાળમાં ઈંડા નાખ્યા બાદ નહીં આવે દુર્ગંઘ, અપનાવો આ ઘરેલું ઉપાય
Egg Hair Mask: વાળમાં ઈંડા લગાવવાના ઘણા ફાયદા હોય છે. વાળને પૂરતા પોષણની સાથે સાથે હેર ક્વોલિટીમાં ઘણો સુધારો કરે છે (Egg Benefits For Hair). ઈંડા લગાવવાથી વાળની લંબાઇની સાથે સાથે તે ઘટ્ટ અને સુંવાળા તો થાય જ છે પણ તેને વાળને જોઈતા દરેક તત્વો પણ તેમાથી મળી રહે છે.
DIY Hair Mask: જો તમે વાળમાં ઈંડાની દુર્ગંધને લઈને તેને વાળમાં લગાવવાથી દૂર ભાગી રહ્યા ચો તો અહી આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું કે વાળમાં ઈંડા લગાવ્યા બાદ પણ તેની વાસ તમારા વાળમાં નહીં આવે. આ ઘરેલું ઉપાય અજમાવીને તમે આ સમસ્યાને દૂર કરી શકશો અને વાળ માટે ફાયદાકર્ણ ઈંડાનો ઉપયોગ આરતી કરી શકશો
વાળમાં ઈંડા લગાવવાના ઘણા ફાયદા હોય છે. વાળને પૂરતા પોષણની સાથે સાથે હેર ક્વોલિટીમાં ઘણો સુધારો કરે છે (Egg Benefits For Hair). ઈંડા લગાવવાથી વાળની લંબાઇની સાથે સાથે તે ઘટ્ટ અને સુંવાળા તો થાય જ છે પણ તેને વાળને જોઈતા દરેક તત્વો પણ તેમાથી મળી રહે છે.
પરંતુ આ ઈંડાનો ઉપાય ફાયદાની સાથે સાથે તેમાથી આવતી દુર્ગંધની સમસ્યાને પણ સાથે લાવે છે. વાળને શેમ્પૂ કર્યા પછી પણ ઘણી વાર માથામાંથી ઇંડાની આ દુર્ગંધ જતી નથી જેને લઈને ઘણા લોકો આ ઈંડાને હેર કેરમાં વપરાતા અટકે છે. પરંતુ આજે અહી તમને એક વિધિ જણાવવા જય રહ્યા છીએ કે જેમાં દુર્ગંધની કોઈ સમસ્યા પણ નહીં આવે અને ઈંડાના તમામ પોષક તત્વો તમારા વાળને મળી રહેશે.
વાળમાં ઇંડા લગાવવાની રીત
તમે વાળમાં ઈંડાને ઘણી રીતે લગાવી શકો છો. કોઈપણ હેર માસ્ક બનાવતી વખતે, તમે તેમાં ઈંડાની સફેદી ઉમેરી શકો છો. જો તમારા વાળ ખૂબ જ ડ્રાય છે, તો ઈંડાની સફેદી અને પીળા ભાગને સંપૂર્ણપણે મિક્સ કર્યા પછી, તેને હેર માસ્કમાં મિક્સ કરો. જો તમારા વાળ તૈલી હોય તો હેર માસ્કમાં માત્ર ઈંડાનો સફેદ ભાગ ઉમેરો. કારણ કે પીળો ભાગ વાળમાં ઓઇલનું પ્રમાણ વધારી શકે છે.
વાળ કન્ડીશનીંગ માટે
જો તમે વાળમાં કન્ડિશનિંગ માટે મહેંદી લગાવવા માંગો છો તો તેમાં ઈંડું ચોક્કસથી ઉમેરો. આનાથી તમારા વાળમાં શુષ્કતા નહીં આવે અને કન્ડીશનીંગનું પરિણામ પણ તમારી ઈચ્છા મુજબ આવશે. વાળની ચમક દૃષ્ટિ પર આવશે અને વાળનું સમારકામ ઝડપથી થશે.
મહેંદી અથવા હેર માસ્કને ધોઈને શેમ્પૂ કરો અને શેમ્પૂ કર્યા પછી જ ભીના વાળમાં સરસવનું તેલ લગાવો. આ તેલથી માથામાં સારી રીતે માલિશ કરો અને વાળમાં પેસ્ટની જેમ લગાવો. એટલે કે, મૂળ સાથે સાથે લંબાઈમાં પણ સારી રીતે લગાવો. તેને 30 મિનિટ સુધી વાળમાં રાખ્યા બાદ ફરીથી શેમ્પૂ કરો. તમે જોશો કે તમારા વાળમાંથી ઈંડાની ગંધ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હશે.
નોંધ: આ લેખમાં આપેલી માહિતી પ્રાથમિક માહિતી અને સૂચનો દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉપર દર્શાવેલા કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર