Home /News /lifestyle /તુનીશા કે શ્રદ્ધા ન બનશો! ટોક્સિક રિલેશનશીપમાંથી કેવી રીતે બહાર નીકળવું? સંબંધોમાં આટલું ખાસ ધ્યાન રાખો

તુનીશા કે શ્રદ્ધા ન બનશો! ટોક્સિક રિલેશનશીપમાંથી કેવી રીતે બહાર નીકળવું? સંબંધોમાં આટલું ખાસ ધ્યાન રાખો

toxic relationship

TOXIC RELATIONSHIPS: ટોક્સિક સંબંધોથી કંટાળીને કેટલાક લોકો આપઘાત કરી લે છે. યુવાનોમાં પ્રેમના નામે આપઘાત કરવાનું પ્રમાણ વધુ છે. આવો જાણીએ શું કરી શકાય આવી સ્થિતિથી બચવા માટે

  આજના સમયમાં ટોક્સિક રિલેશનશિપ (Toxic relationship) કોને કહેવાય તેનો દાખલો શ્રદ્ધા વોલ્કર અને આફતાબના સંબંધો આપે છે. આ સંબંધોનો કરૂણ અંજામ આવ્યો છે. શ્રદ્ધાની અફતાબે નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપ થાય છે. આ ઉપરાંત તુનિશા શર્મા (Tunisha sharma)ના આપઘાત પાછળ પણ પ્રેમી શિજાનની છેતરપિંડી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ બંને ઘટનામાં એક વસ્તુ કોમન છે. ટોક્સિક રિલેશનશિપ.

  ટોક્સિક રિલેશનશીપ કોને કહેવાય?

  પાર્ટનરનો સાથ ન આપતું હોય, તેની સફળતાની ઈર્ષા થતી હોય, સુખી જીવનમાં અવરોધ બનવાનું કામ કરે તો તેને ટોક્સિક રિલેશનશીપ માનવામાં આવે છે. મતભેદ રાખવો એ પણ માનવ સ્વભાવ છે, પરંતુ જ્યારે મતભેદ દર વખતે થવા લાગે ત્યારે ટોક્સિક રિલેશનશીપ હોવાનો અહેસાસ થવા લાગે છે. ખાસ કરીને ભારતમાં લોકો સમાધાનના નામે વર્ષો સુધી સંબંધો ખેંચી રાખે છે. આવી સ્થિતિમાં તેઓ પીડાય છે, સહન કરે છે.

  ટોક્સિક રિલેશનશીપ તૂટતાં બચાવી શકાય?

  કોઈ સંબંધમાં બંને પાર્ટનર સમયાંતરે એકબીજા સાથે ઝેરી વર્તન કરતા હોય તો આ કિસ્સામાં કેટલીક આદતો બદલીને તે સંબંધને બચાવી શકાય છે. Aajtakના અહેવાલ મુજબ, મેક્સ સ્પેશિયાલિટી સેન્ટરમાં રિલેશનશિપ એક્સપર્ટ અને સાઇકોલોજિસ્ટ ડોક્ટર નિશા ખન્ના કહે છે કે, આપણે બીજાને સરખા ન કરી શકીએ, પણ પોતાને ઠીક કરી શકીએ છીએ. જોકે, સંબંધો એક તરફી પણ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. તમારા સંબંધોમાં બધુ બરાબર ન ચાલી રહ્યું હોય તો સામા પક્ષેથી જેટલું મળી રહ્યું છે તેટલું જ આપો.

  આવા સંબંધમાંથી બહાર નીકળવું શા માટે પડકારજનક?

  ઘણી વખત લોકો ટોક્સિક સંબંધોમાંથી બહાર નીકળવા માંગે છે, પરંતુ તેમ કરી શકતા નથી. એક તો તેઓ પોતાના પાર્ટનરને છોડવાથી ડરે છે. તેમને એકલા રહેવાનો પણ ડર લાગે છે. એકલા પડી જશો તો શું થશે? આ વિચાર કેટલીકવાર તેમને વધુ સહન કરવાની ફરજ પાડે છે. કેટલાક ગંભીર કિસ્સામાં એક પાર્ટનર બીજાને કોઇ રીતે બ્લેકમેઇલ કરતો હોય તો પણ તે સંબંધમાંથી બહાર નીકળવું પડકાર બની જાય છે. આવા સંબંધોમાં મિત્રો કે માતા-પિતા સાથે તમારા મનમાં ચાલી રહેલા વિચાર શેર કરવા જોઈએ. તમે જેટલું વધારે શેર કરશો તેટલું જ તમે હળવાશ અનુભવશો.

  શા માટે થાય છે આપઘાત?

  ટોક્સિક સંબંધોથી કંટાળી કેટલાક લોકો આપઘાત કરી લે છે. યુવાનોમાં પ્રેમના નામે આપઘાત કરવાનું પ્રમાણ વધુ છે. સામાન્ય રીતે આવા પગલાં માનસિક રીતે સ્ટેબલ ન હોય તેવા લોકો ભારે છે. આપઘાત એકાએક નથી થતો. અનેક દિવસો સુધી વિચાર આવે છે. તેઓ મિત્રો સાથે વાત કરવાનું બંધ કરી દે છે. અભ્યાસ કે કામમાં તેમનું પરફોર્મન્સ બગડવા લાગે છે.

  " isDesktop="true" id="1311847" >

  કોઈને આવા લક્ષણો દેખાય તો તેમણે પોતાના મિત્રો અને માતા-પિતા સાથે બધું શેર કરવું જોઈએ, જરૂર પડે તો સલાહ લેવી કે મનોચિકિત્સકને મળવું જરૂરી બની જાય છે. લોકોએ ડોકટરોની મદદ લેવામાં ક્યારેય અચકાવું જોઈએ નહીં. ટોક્સિક સંબંધો નશા જેવા હોય છે. તમે તેમાંથી બહાર નીકળો તો પણ તે વ્યક્તિ પાસે ફરીથી જવાનું મન થાય છે. આવી સ્થિતિમાં મેડિકલ હેલ્પ વધુ અસરકારક સાબિત થાય છે.

  આ પણ વાંચો: Garud Puran: કોઈને દગો ક્યારેય ન દેતા, મળ-મૂત્રથી ભરેલા કૂવામાં ફેંકી દેવામાં આવશે, લૂંટ અને હત્યા માટે જુઓ કેવી સજા

  સંબંધોને ટોકસીક બનતા અટકાવવાની ટિપ્સ

  • પાર્ટનર સાથે કોમ્યુનિકેશન ચાલુ રાખો.

  • ભૂતકાળ કે ભવિષ્ય વિષે વધુ વિચારો નહીં.

  • જૂની બાબતોને વારંવાર રિપીટ કરશો નહીં.

  • પોતાની ક્ષમતા મુજબના જ કમિટમેન્ટ કરો.

  Published by:Mayur Solanki
  First published:

  Tags: Lifestyle, Relationship, Shraddha Murder Case, Tunisha Sharma

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन