Tonsil Problem: કાકડાની બીમારી દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જલ્દી રાહત મળશે
Tonsil Problem: કાકડાની બીમારી દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જલ્દી રાહત મળશે
ટોન્સિલના કારણે ગળા અને કાનમાં દુખાવો, પાણી પીવામાં તકલીફ, જડબામાં સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. (Image- Shutterstock)
Tips To Get Rid Of Tonsil: શિયાળાના (winter) દિવસોમાં ટોન્સિલ (Tonsil) થઈ જવાની સમસ્યા સામાન્ય છે. કાકડાના કારણે ગળા અને કાનમાં દુખાવો, ખાવા-પીવામાં મુશ્કેલી અને ક્યારેક તાવ (Fever) પણ આવી જાય છે.
Tips To Get Rid Of Tonsil Problem: શિયાળાના (winter) દિવસોમાં ઘણા લોકોને ટોન્સિલ (Tonsils) એટલે કે કાકડાની સમસ્યા રહે છે. જેના કારણે ગળા અને કાનમાં દુખાવો, પાણી પીવામાં તકલીફ, જડબામાં સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જણાવી દઈએ કે ટોન્સિલ એ ગળા (Throat) ની પાસે બંને બાજુ આવેલી ગ્રંથિ છે. જેમાં ક્યારેક બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે, ક્યારેક અનહેલ્ધી ખાવાના કારણે તો ક્યારેક શરદીને (cold) કારણે સોજો આવી જાય છે. તેના કારણે ગળા અને કાનની સાથે જડબામાં દુખાવો અને સોજો પણ આવે છે. કાકડા માટે લોકો વિવિધ પ્રકારના ઇલાજ કરે છે, પરંતુ ઘણી વખત તેનો ફાયદો નથી થતો.
આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાયો(Home Remedies) વિશે જણાવી રહ્યા છીએ, જેને ફોલો કર્યા પછી તમે ટોન્સિલની સમસ્યાથી જલ્દી છૂટકારો મેળવી શક્શો. આ ઘરગથ્થુ ઇલાજ કરવા સરળ અને ફાયદાકારક પણ છે.
મીઠાના પાણીના કોગળા કરવા
ટોન્સિલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે મીઠું નાખીને કોગળા એટલે કે ગાર્ગલ (salt water gargle benefits) કરી શકો છો. આ માટે તમે એક ગ્લાસ પાણી ગરમ કરી લો. તે પછી પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને ગાર્ગલ કરો.
જો તમે દિવસમાં બે-ત્રણ વખત મીઠાના પાણીના કોગળાં કરો છો, તો તમને થોડા દિવસોમાં કાકડાના દુખાવા અને સોજામાં રાહત મળશે.
ટોન્સિલમાં દુખાવા અને સોજાથી રાહત મેળવવા માટે તમે દૂધ અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. તેનાથી તમને જલ્દી રાહત મળશે. આ સાથે દૂધ અને મધ ગળાના ચેપથી છૂટકારો મેળવવામાં પણ ઘણી મદદ કરશે.
ટોન્સિલની સમસ્યાને દૂર કરવા માટે તમે હળદર-મરીનું દૂધ પણ પી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ ઉકાળો. જ્યારે તે સહેજ ગરમ રહે ત્યારે તેમાં થોડી હળદર અને થોડી કાળા મરી નાખીને તેનું સેવન કરો. આ સાથે તમારા કાકડામાં દુખાવો અને સોજાની સમસ્યા જલ્દીથી બરાબર થઈ જશે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી News18 તેની પુષ્ટિ કરતું નથી. આને અનુસરતા પહેલા નિષ્ણાતનો સંપર્ક કરો. )
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર