સ્પ્લિટ એન્ડની સમસ્યાને દૂર કરશે આ 3 સામાન્ય ઉપાયો

પ્રતિકાત્મક તસવીર

અહીં ત્રણ એવા ઉપાય બતાવવામાં આવ્યાં છે જે તમને મદદ કરશે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : રેશમી, કાળા, સુંદર વાળની ઇચ્છા કોને ના હોય? દરેક જણ ઇચ્છે છે કે, તેમના વાળ પણ લાંબા, કાળા, ઘટાદાર હોય, કારણ કે વાળનું સૌંદર્ય તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ આ આધુનિક યુગ એટલો ફાસ્ટ બની રહ્યો છે કે, લોકો પાસે પૂરતો સમય નથી હોતો કે તેઓ પોતાના વાળની સંભાળ લઈ શકે. અહીં ત્રણ એવા ઉપાય બતાવવામાં આવ્યાં છે જે તમને મદદ કરશે.

  મધ

  મધમાં થોડુ દહીં ભેળવીને પોતાના વાળમાં મસાજ કરો પછી 20 મિનિટ સુધી લગાવી વાળને ધોઇ નાખો. આનાથી તમારા બે મોઢાના વાળની સમસ્યા દૂર થશે. વાળમાં ચમક આવશે.

  નારિયેળ તેલ

  નારિયેળ તેલ બે મોઢાના વાળથી મુક્તિ મેળવવા સરળ રીત છે. નારિયેળ તેલને ગરમ કરી વાળમાં મસાજ કરો. વાળના પોષણ મળશે. બે મોઢા વાળ દૂર થશે. નારિયેળ તેલ વાળને મજબૂત બનાવી ખરત અટકાવે છે.

  દહીં

  દહીં સ્ક્રિનની સાથે વાળ માટે બહુ ફાયદાકારક છે. વાળના અનુસાર દહીં લગાવવું, 15-20 મિનિટ રાખ્યા પછી વાળને ધોઇ નાખવું.વાળ ચમકદાર બને છે. બે મોઢા વાળ દૂર થાય છે.
  Published by:Kaushal Pancholi
  First published: