Home /News /lifestyle /ઘરમાં ઉંદર કરે છે પરેશાન? અપનાવો આ ઘરેલુ ઉપાય, ઉંદર થશે છૂમંતર

ઘરમાં ઉંદર કરે છે પરેશાન? અપનાવો આ ઘરેલુ ઉપાય, ઉંદર થશે છૂમંતર

ઘરમાં ઉંદર કરે છે પરેશાન? અપનાવો આ ઘરેલુ ઉપાય

How to avoid rats at home naturally: ઘરમાં ઉંદરો હોવા મોટી સમસ્યા છે. તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. ઉંદરો ઘરમાં ગંદકી ફેલાવીને અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપવાની સાથે જ ઘણીવાર ઘરના તાર, કપડા અને જૂતા કાપી નાખે છે અને અનેક મુશ્કેલીઓ ઉભી કરે છે. તો આજે અમે તમને ઉંદરોને ભગાડવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

વધુ જુઓ ...
How to get rid of rats from home: ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ઘરોમાં જીવજંતુઓનો આતંક ઘણીવાર માથાનો દુ:ખાવો બની જતો હોય છે. ઘરમાં આવતા જીવજંતુઓથી તો છુટકારો મળી શકે છે, પરંતુ ઉંદરોને ઘર (Rats in House)ની બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ છે. વરસાદની ઋતુમાં સામાન્ય રીતે ઉંદરોના બિલમાં પાણી ભરાઇ જતું હોય છે. જેના કારણે ઉંદરો ઘરોમાં ઘૂસીને આતંક મચાવવા લાગે છે. આવી સ્થિતિમાં, કેટલીક સરળ રીતો તમને ઉંદરોથી છુટકારો મેળવવામાં મદદ (Tips to get rid of rat problems) કરી શકે છે.

ઘરમાં ઉંદરો હોવા મોટી સમસ્યા છે. તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. ઉંદરો ઘરમાં ગંદકી ફેલાવીને અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપવાની સાથે જ ઘણીવાર ઘરના તાર, કપડા અને જૂતા કાપી નાખે છે અને અનેક મુશ્કેલીઓ ઉભી કરે છે. તો આજે અમે તમને ઉંદરોને ભગાડવાના ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જેને અજમાવીને તમે ઉંદરોને તરત જ ઘરની બહાર કાઢી શકો છો.

આ પણ વાંચો: Infertility test: લગ્ન અને ફેમિલી પ્લાનિંગમાં નથી ઈચ્છતા કોઈ પ્રોબ્લમ તો પુરૂષોએ કરાવવા જોઇએ આ ટેસ્ટ...

ઉંદરો ભગાડવાના ઘરેલું ઉપાય


ફુદીનાના તેલનો કરો ઉપયોગ


તમે ઉંદરને ઘરમાંથી ભગાડવા માટે પેપરમિન્ટ તેલનો ઉપયોગ કરી શકો છો. ઉંદરોને ફુદીનાના તેલની સ્મેલ બિલકુલ પસંદ નથી. આવી સ્થિતિમાં, તમે કપાસમાં પેપરમિન્ટ તેલ મૂકી શકો છો અને તેને ઘરના ખૂણામાં રાખી શકો છો. આનાથી તમારા ઘરમાંથી ઉંદરો ગાયબ થઈ જશે. આ ઉપરાંત, પેપરમિન્ટનું તેલ તમારા ઘર માટે રૂમ ફ્રેશનર તરીકે પણ કામ કરશે.

ડુંગળીનો આ ઉપાય છે કારગર


ઉંદરો પણ ડુંગળીના સ્મેલથી દૂર ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ડુંગળીને કાપીને ઘરના ખૂણામાં રાખી શકો છો. જો કે, ડુંગળી એકદમ ઝડપથી સુકાઈ જાય છે. તેથી દર 2-3 દિવસે ડુંગળી બદલતા રહો. તેનાથી તમારા ઘરમાં ઉંદરો આવશે નહીં.

લાલ મરચા કરશે મદદ


લાલ મરચા પણ ઉંદરોને ભગાડવાની અસરકારક સાબિત થઈ શકે છે. તમે ઉંદરોને માર્યા વિના ઘરની બહાર કાઢવા માટે લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો. આ માટે ઉંદરોની અવરજવર હોય તે જગ્યાએ લાલ મરચું પાઉડર કે સૂકા લાલ મરચાને મુકો. આનાથી ઉંદરો ઘરમાંથી ભાગી જશે.

આ પણ વાંચો: Health: વધુ સમય સુધી ન રોકી રાખો યુરિન, થઈ શકે છે આ ગંભીર બિમારી

ઘરને સાફ રાખો


ઉંદરો ઘરની બહાર નીકળ્યા પછી ઘરની સાફસફાઈ કરવાનું ભૂલશો નહીં. આ માટે સૌથી પહેલા ઘરની બારીઓ અને દરવાજા ખોલી નાખો. ત્યારબાદ કાગળ, કપડા કે હાથમોજાંની મદદથી ઉંદરોના ડ્રોપિંગને સાફ કરો અને ઘરને સારી રીતે સેનિટાઇઝ કરો. તેનાથી ઘરની સ્વચ્છતા જળવાઈ રહેશે અને રોગ પણ નહીં ફેલાય.
First published:

Tags: Lifestyle, Tips and tricks

विज्ञापन