Home /News /lifestyle /Hair Care: દાદી-નાનીના આ નુસ્ખાથી વાળ ખરતા બંધ થઇ જશે, હેર ફોલ રોકવાનો છે દમદાર ઉપાય

Hair Care: દાદી-નાનીના આ નુસ્ખાથી વાળ ખરતા બંધ થઇ જશે, હેર ફોલ રોકવાનો છે દમદાર ઉપાય

હેર કેર ટિપ્સ

વાળને મજબૂત કરવા માટે તમે ઘરેલુ નુસ્ખા પણ અપનાવી શકો છો. દાદી અને નાની આ પ્રકારે વાળને મજબૂત કરતા હતા, આ નુસ્ખા આજની તારીખમાં પણ કારગર સાબિત થયા છે અને વાળને હેલ્ધી, સુંદર તથા મજબૂત બનાવે છે.

    Hair Fall Home Remedies: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મોંઘા મોંઘા શેમ્પૂ અને તેલ વાપરવા છતાં પણ તમારા વાળ પહેલાની જેમ હેલ્ધી કેમ નથી થતા? પહેલા માત્ર પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે વાળને સુંદર અને મજબૂત બનાવતા હતા. આજકાલ બજારમાં આવતી હેર કેયર પ્રોડક્ટ (Hair Care Products)ના કારણે વાળ થોડા સમય માટે સારા લાગે છે, ત્યારબાદ તમારા વાળ ડેમેજ થઈને તૂટવા લાગે છે.

    વાળને મજબૂત કરવા માટે તમે ઘરેલુ નુસ્ખા પણ અપનાવી શકો છો. દાદી અને નાની આ પ્રકારે વાળને મજબૂત કરતા હતા, આ નુસ્ખા આજની તારીખમાં પણ કારગર સાબિત થયા છે અને વાળને હેલ્ધી, સુંદર તથા મજબૂત બનાવે છે.

    આ પણ વાંચો :  દેશની આ જગ્યાઓ પર માણો વિદેશની મજા, ઓછા ખર્ચે કરો એક્સપ્લોર

    મીઠા લીમડાના પાન અને નારિયેળ તેલ


    નારિયેળ તેલ અને મીઠા લીમડાના પાન વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. અનેક લોકો આજે પણ વાળમાં માત્ર નારિયેળ તેલ જ લગાવે છે. મીઠા લીમડાના પાનમાં રહેલ પોષકતત્વો વાળ માટે ફાયદાકારક છે. વાળને મજબૂત બનાવવા માટે નારિયેળ તેલને ગરમ કરીને તેમાં એક મુઠ્ઠી મીઠા લીમડાના પાન નાખો. આ તેલથી વાળની માલિશ કરો. આ પ્રકારે કરવાથી થોડા દિવસમાં વાળ તૂટતા બંધ થઈ જશે.

    લીમડાના પાન


    લીમડાના પાનથી લઈને તેના ફળ પણ વાળ માટે ખૂબ જ લાભદાયી છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીમડાના પાનની પેસ્ટ બનાવીને વાળ પર લગાવો. લીમડાના લાકડાથી બનેલ કાંસકાનો ઉપયોગ કરવાથી વાળ તૂટતા બંધ થઈ જાય છે અને વાળનો વિકાસ થવા લાગે છે. લીમડો એન્ટી બેક્ટીરિયલનું કામ કરે છે. જેનાથી વાળમાં જામેલ ગંદગી અને બેક્ટેરિયાને દૂર કરીને વાળને મજબૂત બનાવે છે.

    આ પણ વાંચો :  Weight Loss: વજન ઘટાડવો છે તો ઘઉંના નહિ આ લોટની રોટલી ખાઓ

    શિકાકાઈ પાઉડર


    શિકાકાઈ પાઉડર વાળને મજબૂત બનાવવાની સાથે વાળનો વિકાસ પણ કરે છે. વાળ પર 10-15 મિનિટ સુધી શિકાકાઈ પાઉડરની પેસ્ટ લગાવીને રાખો અને ત્યારબાદ વાળ ધોઈ નાખો. આ પ્રકારે કરવાથી વાળ ખરવાની સાથે સાથે ખોડો અને શુષ્કતાની સમસ્યા પણ દૂર થઈ જશે.


    મેથીના બીજ


    મેથીના બીજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીના બીજને પલીને અને તે પીસીને વાળ પર લગાવો. જેનાથી વાળ મજબૂત બને છે અને વાળમાં શાઈન પણ આવે છે. ગરમ તેલમાં મેથીના દાણા નાખીને તે તેલ લગાવવાથી પણ વાળને ફાયદો થાય છે.
    First published:

    Tags: Beauty care, Beauty Tips, Hair care, Hair Care tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन