આ ઘરેલુ નુસ્ખા અપનાવો અને ધૂળની એલર્જીથી થતી સમસ્યાથી રાહત મેળવો

ધૂળ ધુમાડાની એલર્જી (Image/shutterstock)

ધૂળના રજકણને કારણે આ એલર્જી થાય છે, જેને ડસ્ટ માઈટ્સ (Dust Mites) કહે છે. આ રજકણમાં સૂક્ષ્મજીવ (Microorganism) રહેલા હોય છે, જેને આંખોથી જોઈ શકાતા નથી

  • Share this:
અનેક લોકોને ધૂળથી એલર્જી (Dust Allergy) હોય છે. જેના કારણે તેમને છીંક આવે છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, નાકમાંથી પાણી નીકળે છે, આંખોમાં સોજો આવે છે. સાથે જ આંખ, નાક અને ગળામાં ખંજવાળ આવવી, ખાંસી, માથામાં દુખાવો, થાક અને નબળાઈ સહિતની અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ધૂળના રજકણને કારણે આ એલર્જી થાય છે, જેને ડસ્ટ માઈટ્સ (Dust Mites) કહે છે. આ રજકણમાં સૂક્ષ્મજીવ (Microorganism) રહેલા હોય છે, જેને આંખોથી જોઈ શકાતા નથી. હવામાં રહેલ પરાગના કણ, જાનવરોના વાળ, ફંગસ અને અનેક પ્રકારના બેક્ટેરિયાના કારણે એલર્જી થઈ શકે છે. ધૂળની એલર્જીથી રાહત મેળવવા માટે અહીં કેટલાક ઘરેલુ નુસ્ખા આપવામાં આવ્યા છે.

એપ્પલ સાઈડર વિનેગર

ધૂળની એલર્જીથી રાહત મેળવવા માટે એપ્પલ સાઈડર વિનેગર (Apple Cider Vinegar)નો ઉપયોગ કરી શકો છો. એક ગ્લાસ હુંફાળા પાણીમાં બે ચમચી એપ્પલ સાઈડર વિનેગર મિશ્ર કરો અને તેનું સેવન કરો. ટેસ્ટ માટે તમે તેમાં મધના કેટલાક ટીપા ઉમેરી શકો છો. એપ્પલ સાઈડર વિનેગરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જેનાથી ધૂળની એલર્જીથી થોડા અંશે રાહત મળે છે.

યૂકલિપ્ટસ અને લેવેન્ડર ઓઈલ

એલર્જીથી રાહત મેળવવા માટે તમે યૂકલિપ્ટસ અને લેવેન્ડર ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તે માટે ગરમ પાણીમાં યૂકલિપ્ટસ અથવા લવન્ડર ઓઈલના 4-5 ટીપાં નાખીને તેની વરાળ લો. વરાળ લેવા માટે તમે વેપોરાઈઝનો ઉપયોગ કરી શકો છો. આ બંને તેલમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને ઓનાલ્સેજિક ગુણ રહેલા છે. જેની મદદથી સોજો અને દુખાવાથી પણ રાહત મળે છે.

મધ

એલર્જી દૂર કરવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમારે નિયમિતરૂપે બે ચમચી મધનું સેવન કરી શકો છો. એક કપ પાણીમાં મધ મિશ્ર કરીને તેનું સેવન કરી શકાય છે. મધમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઈક્રોબાયલ ગુણ રહેલા છે, જે એલર્જીથી રાહત આપવામાં મદદ કરે છે.

હળદર

ધૂળની એલર્જી દૂર કરવા માટે તમે હળદર અને મરીનો ઉપયોગ કરી શકો છો. તે માટે એક કપ દૂધમાં અડધી ચમચી હળદર મિશ્ર કરી લો, ત્યારબાદ તે દૂધને ઉકાળી લો. દૂધ ઠંડુ થયા બાદ તેમાં એક ચમચી મરી અને મધના કેટલાક ટીપા ઉમેરી લો. હવે આ તમામ વસ્તુને યોગ્ય રીતે મિશ્ર કરીને તે દૂધનું સેવન કરો. હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે તમને એલર્જીથી રાહત આપવામાં મદદ કરે છે.

એલોવેરો જ્યૂસ

ધૂળની એલર્જીથી રાહત મેળવવા માટે તમે એલોવેરા જ્યૂસનું સેવન કરી શકો છો. તે માટે એલોવેરા લઈને તેની છાલ ઉતારી લો. તે બાદ એલોવેરા જેલ કાઢીને મિક્ષરમાં નાખો અને તેમાં એક કપ પાણી નાખો. હવે મિક્ષરમાં તેનું જ્યૂસ બનાવી લો. હવે તમે આ જ્યૂસનું સેવન કરી શકો છો. એલોવેરામાં એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ રહેલા છે. આ કારણોસર એલોવેરા જ્યૂસની મદદથી તમે એલર્જીના કારણે થતી સમસ્યાથી રાહત મેળવી શકો છો.

આ પણ વાંચોડિલીવરી બાદ પીવો અજમાનું પાણી, એક નહીં અનેક ફાયદાઓ થશે

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:kiran mehta
First published: