શું ગરમીમાં સૂકી ખાંસીથી પરેશાન છો? આ રહ્યા છૂટકારો મેળવવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય

શું ગરમીમાં સૂકી ખાંસીથી પરેશાન છો? આ રહ્યા છૂટકારો મેળવવાના કેટલાક ઘરગથ્થુ ઉપાય
પ્રતીકાત્મક તસવીર

ખાંસી થવાનું કારણ ધૂળ, માટી, પ્રદૂષણ હોઈ શકે છે. અહીં અમે તમને સૂકી ખાંસી મટાડવા માટે કેટલાક ઘરગથ્થુ નુસખા (Home remedy) જણાવ્યા છે.

  • Share this:
નવી દિલ્હી: ખાંસીથી શરીર નબળું પડી જાય છે. ગરમીની ઋતુ (Summer 2021)માં ખાંસી (Dry cough) કે શરદી થવી એ વધુ પરેશાનીનો વિષય છે. પરંતુ ખાંસી અસ્થાયી હોય છે તેમજ તેનાથી શ્વાસ (Breathing problem) લેવાનો રસ્તો સાફ થઇ જાય છે. જોકે, ઘણીવાર ખાંસી આપણા શરીરમાં સ્થાયી થઇ જાય છે અને તેને દૂર કરવા ઈલાજ (Treatment)ની જરૂર પડે છે. આવી ખાંસી થવાનું કારણ ધૂળ, માટી, પ્રદૂષણ હોઈ શકે છે. અહીં અમે તમને સૂકી ખાંસી મટાડવા માટે કેટલાક ઘરગથ્થુ નુસખા (Home remedy) જણાવ્યા છે.

મધ



ખાંસીને મટાડવા માટે મધ એ અસરકારક ઘરગથ્થુ ઉપાય માનવામાં આવે છે. મધના એન્ટિઓક્સિડન્ટ વિષાણુ સામે લડવામાં સહાયક હોય છે. આ ઉપરાંત ગાળામાં ખરાશ બંધ કરવામાં પણ મધ શ્રેષ્ઠ છે. હર્બલ ટી અથવા લીંબુ પાણીમાં બે ચમચી મધ ઉમેરીને દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.

આ પણ વાંચો: જેઠ સાથે હતા આડા સંબંધ, પત્નીએ પતિની હત્યાની સોપારી આપી મોતને કોરોનામાં ખપાવી દીધું!

મીઠાના પાણીથી કોગળા

મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં રાહત મળે છે. મીઠાના પાણીથી કોગળા કરવાથી ફેંફસામાં લાળ પણ ઓછી થઇ શકે છે. એક કપ ગરમ પાણીમાં ચોથા ભાગનું મીઠું ઉમેરીને કોગળા કરવા જોઈએ, જેનાથી ગ્લાનિ ખારાશ અને ટૉન્સિલ્સ દૂર થાય છે.

આદુ

આદુથી ખાંસી દૂર ભાગે છે. શિયાળામાં કાળું મરચું અને આદુવાળી ચા પીવાથી ખાંસીમાં રાહત મળે છે. તમે મધ સાથે પણ આદુવાળી ચાનું સેવન કરી શકો છો. જોકે, વધુ પડતા આદુવાળી ચા પીવાથી પેટ ખરાબ થઇ શકે છે.

આ પણ વાંચો: ઓડિશા: મહિલાએ બે માથા, ત્રણ હાથ ધરાવતી જોડિયા બાળકીને આપ્યો જન્મ, શરીર એક જ!

પેપરમિન્ટ

પેપરમિન્ટના મેન્થોલ કમ્પાઉન્ડથી ખાંસી પર ખૂબ અસર પડે છે. પીપરમીન્ટથી ગળાની બળતરા અને દુ:ખાવો પણ દૂર થાય છે. દિવસમાં 2થી 3 વખત પેપરમિન્ટવાળી ચા પીવાથી ખાંસીમાંથી રાહત મળે છે. તમે પેપરમિન્ટના તેલનો ઉપયોગ અરોમાથેરાપીના રૂપમાં પણ કરી શકો છો. શિયાળામાં પણ પેપરમિન્ટ લાભકારક નીવડે છે.

આ પણ વાંચો: અમદાવાદ: મહિલાએ મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરતા નરાધમે લિફ્ટમાં કરી ગંદી હરકત

નીલગીરીનું તેલ

નીલગીરીના તેલથી શ્વાસ લેવામાં સરળતા થાય છે. નીલગીરીના તેલમાં નારિયેળનું તેલ અથવા જેતૂનનું તેલ ઉમેરીને છાતીમાં માલિશ કરવી જોઈએ. સાથે જ ગરમ પાણીની વાડકીમાં નીલગીરીના તેલના ટીયા નાંખીને નાસ લઇ શકાય છે. જેના કારણે શ્વાસ લેવામાં થતી પરેશાનીઓ દૂર થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના અને માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:April 12, 2021, 10:19 am

ટૉપ ન્યૂઝ