દાંતમાં કેવિટીની સમસ્યાથી આવી રીતે મેળવો છૂટકારો, જાણો ઘરગથ્થું ઉપચાર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

How to get rid of cavity: ઘણા લોકો એવા પણ છે, જેઓ રાત્રે સૂતા પહેલા મોઢાની સફાઈ (Mouth cleaning) કરવામાં આળસ કરે છે. જેના કારણે દાંતમાં સડો અને કીડા થઈ જાય છે.

  • Share this:
નવી દિલ્હી: Tips to get rid of cavity: ભારતમાં દાંતની કાળજી મુદ્દે ઘણા લોકોમાં બેદરકારી જોવા મળે છે. ઘણી વખત દાંતમાં સડો (Cavity) થવાની બાબતને સામાન્ય માનવામાં આવે છે. લોકો ઓરલ હેલ્થ (Oral health) પર ખાસ ધ્યાન આપતા નથી. સાથે જ અનેક લોકો જમ્યા બાદ કોગળા કરવા જરૂરી નથી સમજતા. બીજી તરફ ઘણા લોકો એવા પણ છે, જેઓ રાત્રે સૂતા પહેલા મોઢાની સફાઈ (Mouth cleaning) કરવામાં આળસ કરે છે. જેના કારણે દાંતમાં સડો અને કીડા થઈ જાય છે. જેની સારવાર કરવી જરૂરી છે. તો ચાલો દાંતનો સડો દૂર કરવા માટે ઘરગથ્થું ઉપચાર (Home remedy) પર નજર દોડાવીએ.

નારિયેળ તેલ (coconut oil)

દાંતમાં કેવિટીની સમસ્યા ઉકેલવા માટે નારિયેળના તેલનો ઉપયોગ થઈ શકે છે. એક ચમચી શુદ્ધ કોલ્ડ નારીયલ તેલ મોઢામાં રાખો. તેલને 10 મિનિટ સુધી મોઢામાં ફેરવતા રહો અને ત્યારબાદ કોગળા કરો. હવે રોજની જેમ બ્રશ કરો. બ્રશ કર્યા બાદ પાતળી દોરીથી દાંતની સફાઈ કરી શકો છો.

મુલેઠીનું મૂળ (licorice root)

કેવિટીમાં રાહત મેળવવા માટે મુલેઠીના મૂળ (લિકરિસ રુટ)નો પણ ઉપયોગ કરી શકાય છે. લિકરિસ મૂળનો ટુકડો લઈ તેનો પાવડર બનાવો. ત્યારબાદ સવારે અને સાંજે આ પાવડરથી બ્રશ કરી કોગળા કરો.

આ પણ વાંચો: વધુ પડતી મગફળી ખાવાથી શરીરમાં વધે છે કેન્સર ફેલાવાનો ખતરો: બ્રિટિશ સંશોધકોનો દાવો

લીમડાના દાતણ (Neem datun)

લીમડાના દાતણથી દાંતની તકલીફમાં રાહત મળે છે. વર્ષો સુધી દેશમાં લીમડાના દાતણનો ઉપયોગ થતો હતો. પહેલા લીમડાનું દાતણ લઈ તેની એક સાઈડ ચાવીને નરમ કરી નાખો. હવે તે હિસ્સો બ્રશ જેવો દેખાવા લાગશે. તેને 15 મિનિટ સુધી દાંત પર ઘસો અને ત્યારબાદ સાફ પાણીથી કોગળા કરો.

લવિંગનું તેલ (Clove oil)

લવિંગનું તેલ પણ સમસ્યા સામે લડે છે. આ માટે રૂનો ટુકડો લઈ તેના પર લવિંગના તેલના બે-ત્રણ ટીપાં નાખો. હવે આ રૂનો ટુકડો કેવિટીવાળા દાંત પર લગાવો. રાત્રે સૂતા પહેલા આ પ્રોસેસ કરવી વધુ સારી રહેશે. તમે તેને થોડો સમય દાંત પર ઘસ્યા બાદ મૂકી શકો છો.

લસણ (Garlic)

દાંતના સડાની તકલીફમાં લસણનો ઉપયોગ થઈ શકે છે. લસણની ચાર-પાંચ કળીને છીણીને પીસી નાખો. હવે તે પેસ્ટને 10 મિનિટ સુધી દાંત પર લગાવી રાખો. ત્યારબાદ કોગળા કરીને બ્રશ કરો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો.)
Published by:Vinod Zankhaliya
First published: