Acidityની સમસ્યા છે! તો આ રીતે મેળવો આરામ, ખાણીપીણીમાં કરો આ 6 ફેરફાર

પેટમાં એસિડિટી અને બર્નિંગની સમસ્યા મુખ્યત્વે ભોજન (Food) પછી અથવા રાતના સમયે થાય છે.

પેટમાં એસિડિટી અને બર્નિંગની સમસ્યા મુખ્યત્વે ભોજન (Food) પછી અથવા રાતના સમયે થાય છે.

  • Share this:
How To Get Rid Of Acidity Naturally: ખોરાકમાં થોડી બેદરકારીના કારણે હાર્ટબર્ન અને એસિડિટી (Acidity)ની સમસ્યા રહે છે. આ સમસ્યાનો ઉકેલ ના આવે ત્યાં સુધી વ્યક્તિ બેચેન રહે છે. વધુ પડતી સ્થૂળતા, આલ્કોહોલ, ધૂમ્રપાન, હર્નીયા, અપચો, અલ્સર અને અનેક પ્રકારની દવાઓના કારણે પણ આ સમસ્યા થાય છે.

પેટમાં એસિડિટી અને બર્નિંગની સમસ્યા મુખ્યત્વે ભોજન (Food) પછી અથવા રાતના સમયે થાય છે. તમે જમ્યા પછી ચાલો નહીં કે મહેનત ન કરો તો પણ આ તકલીફ થાય છે. તેમજ ચાનું વધુ પડતું સેવન પણ આવી સમસ્યા તરફ દોરી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપાયો (Home Remedies) અપનાવી શકો છો.

ઓછું ખાવ

વધુ પ્રમાણમાં ખાવાથી સ્ફિન્ક્ટર પર વધુ દબાણ અને પાચન તંત્ર પર સ્ટ્રેસ આવે છે. જેથી અન્ન પ્રણાલીમાં એસિડ ઉપરની તરફ જાય છે. પરિણામે એસીડીટીની સામાન્ય ઉભી થાય છે. જેથી એક વારમાં વધુ ખાવના બદલે થોડું થોડું ખાવ.

વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ 'મકાઇનાં સમોસા', ફટાફટ જોઇ લો રીત

ચા કોફીનો ઉપયોગ ઘટાડો

ચા-કોફીનું સેવન ઓછું કરવું જોઈએ. આવું કરવાથી એસિડ રીફ્લક્સ ઓછું કરવામાં મદદ મળે છે. કોફી પીવાના કારણે પેટમાં એસિડનું પ્રમાણ વધે છે. જે તમારા એસ્કેગસમાં પરત આવીને પ્રવાહી થઈ શકે છે. કોફીમાં રહેલું કેફીન તમારા એસોફેઝીયલ સ્ફિન્ક્ટરના કામને રોકે છે.

પચવામાં સરળ ભોજન લો

ભારે ભોજન લેવાના કારણે એસિડ રીફ્લક્સ ઝડપ વધે છે અને પાચન ધીમું થઈ જાય છે. જેથી સરળતાથી પચી જાય તેવું ભોજન લેવું જોઈએ.

આવા સ્વાસ્થ્ય સંબંધી અન્ય આર્ટિકલ વાંચવા માટે અહીં કરો ક્લિક

ઈલાયચીનું સેવન

ઈલાયચીનું સેવન કરવાથી એસીડીટી થતી નથી. એસીડીટી કે પેટમાં બળતરાનો અનુભવ થાય ત્યારે બે ઈલાયચી ચાવવી જોઈએ. આ ઘરગથ્થુ ઉપચારથી એસીડીટીમાં રાહત થાય છે.

તુલસીના પાનનું સેવન

તુલસીના પાન શારીરિક અને માનસિક તકલીફોમાં રાહત આપવાની સાથે એસિડીટી ઘટાડવમાં પણ મદદ કરે છે. તુલસીનો ઉકાળો ગરમ ગરમ પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

ફુદીનાનો ઉપયોગ

પાચન સમસ્યાઓ માટે ફુદીનો ફાયદાકારક માનવામાં આવે છે મસાલેદાર ભોજન કર્યા બાદ ફુદીનાના પાંદડાને ચાવી જાવ. તમે પીસેલા ફુદીના અને મીઠાનું લીંબુવાળા પાણીમાં મિશ્રણ કરી પીવાથી એસીડીટીથી રાહત મળે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: