માઇગ્રેનની સમસ્યાથી છો પરેશાન તો આ વસ્તુઓ તમારી ડાયટમાં કરો સામેલ, મળશે આરામ

પ્રતીકાત્મક તસવીર

ઘણી વખત તો માઇગ્રેન એટેક આવવાથી બે દિવસ સુધી માથાનો દુખાવો થાય છે, જે અસહનીય છે

 • Share this:
  માઇગ્રેન એક પ્રકારે માથાનો દુખાવો છે જેમાં માથાની એક બાજુ પલ્સ સેન્સેશનના કારણે સીવિયર દુખાવો થાય છે. તેના કારણે ઘણા લોકોને ચક્કર આવવા, નબળાઇ, ઉલ્ટી થવી, વધુ પડતા પ્રકાશથી મુશ્કેલી જેવી સમસ્યા થાય છે. ઘણી વખત તો માઇગ્રેન એટેક આવવાથી બે દિવસ સુધી માથાનો દુખાવો થાય છે, જે અસહનીય છે. જોકે તેનો કોઇ ઇલાજ નથી, પરંતુ અમુક મેડિકેશન દ્વારા દુખામાં થોડી રાહત મળી શકે છે.

  માયોક્લીનિક અનુસાર, વિશેષકોનું કહેવું છે કે જો જીવન શૈલી સુધારવામાં આવે અને ખોરાકના કોમ્બિનેશનનું ધ્યાન રાખવામાં આવે તો માઇગ્રેશનના દુખાવને ઓછો કરી શકાય છે. જણાવી દઇએ કે અમુક ફૂડ આઇટમ્સ છે જે માઇગ્રેનને ટ્રિગર કરે છે, જ્યારે એવી પણ અમુક ફૂડ આટમ્સ છે જે તેને રોકવામાં મદદ કરે છે. જોકે તે સ્થાઇ રૂપે માઇગ્રેનને દૂર નથી કરતા, પરંતુ દુખાવાને ઓછો કરવામાં અસરકારક હોય છે. આપને જણાવી દઇએ કે માઇગ્રેન એક ન્યૂરોલોજિકલ સ્થિતિ છે જે તણાવ અને હોર્મોન જેવા કારણોસર થાય છે. તો આવો જાણીએ કે માઇગ્રેનથી પીડિત લોકોને પોતાની ડાયટમાં કઇ ફૂડ આઇટમ્સને સામેલ કરવી જોઇએ.

  સેલ્મન ફિશ

  માઇગ્રેનના દુખાવામાં ઓમેગા-3 ફેટી એસિડ વાળી ફિશ ખૂબ ફાયદાકારક હોય છે. તેના સેવનથી માઇગ્રેનને ટ્રીગર થવાથી રોકી શકાય છે.

  ડ્રાય નટ્સ

  ડ્રાય નટ્સમાં ભરપૂર માત્રામાં મેગ્નેશીયમ અને પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં ન્યૂટ્રીએન્ટ્સની પણ કમી નથી હોતી. તેના નિયમિત સેવનથી માઇગ્રેનને કંટ્રોલ કરી શકાય છે. તમે સ્નેક્સ તરીકે બદામ, કાજૂ, અખરોટ અને કદૂના બીજ જેવા મેવાને પણ ખાઇ શકો છો.

  લીલા શાકભાજીઓ

  માઇગ્રેન માટે લીલા અને પાંદડાવાળા શાકભાજીઓ ખાસ કરીને પાલક ખૂબ ફાયદાકારક છે. પાલક ફોલિક એસિડ અને વિટામિન બીની સાથે સાથે મેગ્નેશીયમનો એક સારો સ્ત્રોત છે, જે માઇગ્રેન સામે લડવામાં મદદરૂપ છે.

  ભરપૂર પાણી પીવો

  માઇગ્રેનના દુખાવાથી બચવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખો. દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી જરૂર પીવો.
  First published: