Home /News /lifestyle /

Regular Period Home Remedy: સમયસર રેગ્યુલર પિરિયડ્સ માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

Regular Period Home Remedy: સમયસર રેગ્યુલર પિરિયડ્સ માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

રેગ્યુલર પિરિયડ્સ માટે અપનાવો આ ઘરેલુ ઉપાય

સમસયસર પિરિયડ્સ (periods in women) થઈ જવાથી મહિલાઓના શરીર માંથી ઝેરીલા પદાર્થો નીકળી જાય છે અને અને પ્રજનન ક્ષમતા ઉપર પણ કોઈ ખરાબ અસર થતી નથી. Late Periods ને કારણે ઘણી મહિલાઓને સ્વાસ્થય સબંધી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. આજે અહી અમે તમને એવા 5 ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ જે તમને આ સમસ્યાથી રાહત આપી શકે છે.

વધુ જુઓ ...
    Delay in periods: મહિલાઓમાં માસિક (menstrual ) ને લઈને ઘણી ચિંતાઓ હોય છે. જો માસિક ન થાય અથવા તો સમય કરતાં મોડું આવે તો પણ મહિલાઓ ચિંતામાં મુકાઇ જતી હોય છે. સમસયસર પિરિયડ્સ (periods in women) થઈ જવાથી મહિલાઓના શરીર માંથી ઝેરીલા પદાર્થો નીકળી જાય છે અને અને પ્રજનન ક્ષમતા ઉપર પણ કોઈ ખરાબ અસર થતી નથી. Late Periods ને કારણે ઘણી મહિલાઓને સ્વાસ્થય સબંધી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. અમુક કિસ્સાઓમાં સમયસર પિરિયડ્સ ન થવાથી ગંભીર સમસ્યાઓ થયાના પણ કિસ્સાઓ છે.

    જો કોઈ પણ મહિલાઓ આવી સમસ્યાથી પીડાતી હોય તો તેને તરત જ કોઈ અનુભવી નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરીને વ્યવસ્થિત ઈલાજ કરવો જોઈએ. પરંતુ ઘણી મહિલાઓ જાતે જ બજારમાં મળતી દવાઓનો સહારો લઈને જાતે જ સમસ્યાનું નિવારણ કરવા માંડે છે જે સલાહભર્યું નથી સાથે સાથે ઘણું જ જોખમી છે. આજે અહી અમે તમને એવા 5 ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ જે તમને આ સમસ્યાથી રાહત આપી શકે છે.

    આ પણ વાંચો: Male periods: પુરુષોમાં પણ જોવા મળે છે પીરિયડ્સના લક્ષણો! જાણો ક્યારે થાય છે આવું

    અજમાના પાનનો ઉપયોગ


    અજમાના પાનને પાણીમાં ઉકાળો. પાણીનો રંગ બદલાય એટલે ગેસ પરથી ઉતારી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને દિવસમાં બે વાર પીવો. એક દિવસમાં વધુમાં વધુ 6 ગ્રામ અજમા લેવા જોઈએ. તેનાથી વધુ નહીં.

    જીરું


    અજમા અને જીરું લગભગ સમાન ગુણધર્મો ધરાવે છે. એક ચમચી જીરું લો અને તેને પાણીમાં સારી રીતે ઉકાળો. જ્યારે રંગ બદલાઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ કરો અને દિવસમાં બે વાર પીવો.

    અજમાં + ગોળ


    એક પેનમાં એક ગ્લાસ પાણી લો. તેમાં એક ચમચી અજમા અને એક ચમચી ગોળ ઉમેરો. તવાને ગેસ પર મૂકો અને પાણીને ઉકાળો. જ્યારે પાણીમાંથી કેરમ સીડ્સ અને ગોળની તીવ્ર ગંધ આવવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. આ પાણીને સવારે ખાલી પેટ પીવો.

    આદુ


    આદુની અસર ગરમ હોય છે તેથી તેનું વધુ સેવન કરવાથી પીરિયડ્સ વહેલા આવે છે. આદુને ચામાં ઉમેરીને પીવો અથવા તો તમે તેનો રસ મધમાં ભેળવીને પણ પી શકો છો. પરંતુ તેનું સેવન કર્યા પછી પુષ્કળ પાણી પીવો, કારણ કે તેનાથી એસિડિટી થઈ શકે છે.

    કોથમીરના બીજ


    એક ચમચી ધાણાના બીજને 2 કપ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું ઉકળે ત્યારે તેને ગેસ પરથી ઉતારી ઠંડું કરીને દિવસમાં ત્રણ વખત પીવો. આ પાણીને સતત થોડા દિવસો સુધી પીવાથી પીરિયડ્સ પણ વહેલા આવે છે અને માસિક ચક્ર પણ હવેથી બરાબર થઈ જાય છે.

    આ પણ વાંચો: Health: સ્નાન કર્યા પછી પાણી પીવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ડોક્ટર્સ?

    (નોંધ અહી આપેલી માહિતી અને સૂચનો કે પ્રયોગ પ્રાથમિક માહિતીઓના આધારે તૈયાર કરવામાં આવી છે. ન્યૂઝ 18 તેના ઉપયોગ અને પરિણામની પુષ્ટિ કરતું નથી. આ લેખમાં જણાવેલા કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા અનુભવી નિષ્ણાતની સલાહ જરુર લેવી)
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, Women Health, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन