Home /News /lifestyle /

ગ્લોઈંગ સ્કિનથી વધતા હોર્મોન સુધીઃ ઝડપથી પ્રેગ્નેન્ટ થવા માટે મહિલાઓએ ધ્યાને રાખવા જેવા સંકેતો

ગ્લોઈંગ સ્કિનથી વધતા હોર્મોન સુધીઃ ઝડપથી પ્રેગ્નેન્ટ થવા માટે મહિલાઓએ ધ્યાને રાખવા જેવા સંકેતો

જ્યારે પણ સ્ત્રીબીજ છૂટું પડે છે, ત્યારે આવ્યુલેટ થવાના કેટલાક લક્ષણો દરેક સ્ત્રીમાં જોવા મળતા હોય છે. (પ્રતિકાત્મક તસવીર)

માસિક ચક્રના કયા દિવસો સૌથી વધુ ફર્ટાઈલ (most fertile) છે એ જાણવું કોઈ પણ મહિલાના ગર્ભવતી થવા કે કન્સીવ કરવામાં પ્રથમ પગથિયા સમાન છે. જોકે દરેક મહિલા માટે આ દિવસોની કોઈ ચોક્કસ ગણતરી નથી કરી શકાતી, પણ કેટલાક સંકેતોની મદદથી આ બાબત અંગેનો અંદાજ લગાવી શકાય છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સેક્સ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, તેમ છતાં આજે પણ ભારતીય પરિવારો (Indian families) માં સેક્સ અંગે ખુલીને વાતચીત કે ચર્ચા કરવી એક શરમની વાત ગણાય છે. જેના પરિણામે મોટાભાગના લોકો જે સેક્સ્યુલ હેલ્થ પ્રોબલ્મ્સ (Sexual Health Problems)નો સામનો કરી રહ્યા છે, તે ખુલીને પોતાની તકલીફ અંગે કોઈ સાથે વાત કરી શકતા નથી અને ઘણી વખત અનવેરિફાઈડ સોર્સ કે (Unverified source) પછી કોઈ અયોગ્ય સોર્સથી તે સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરે છે અથવા તો પોતાના મિત્રોની અનસાઈન્ટિફીક (Unscientific advice) સલાહો લે છે.

સેક્સ વિશે ફેલાયેલી ગેરમાન્યતાઓને દુર કરવા માટે gujarati.news18.com દ્વારા આ સાપ્તાહિક સેક્સ કોલમ ‘Let’s Talk Sex’ની શરુઆત કરવામાં આવી છે, જેને આપ દર શુક્રવારે વાંચી શકશો. આ કોલમના માધ્યમથી અમે આપને સતાવતા પ્રશ્નો અને સેક્સ હેલ્થ સાથે સંકળાયેલ જાણકારી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.

આ કોલમ સેક્સોલોજીસ્ટ પ્રોફેસર ડૉ. સારાંશ જૈન દ્વારા લખવામાં આવી છે. આ કોલમમાં ડૉ. જૈને ઓવ્યુલેશન અને તેના સંકેતો વિશે માહિતી આપી છે.

માસિક ચક્રના કયા દિવસો સૌથી વધુ ફર્ટાઈલ (most fertile) છે એ જાણવું કોઈ પણ મહિલાના ગર્ભવતી થવા કે કન્સીવ કરવામાં પ્રથમ પગથિયા સમાન છે. જોકે દરેક મહિલા માટે આ દિવસોની કોઈ ચોક્કસ ગણતરી નથી કરી શકાતી, પણ કેટલાક સંકેતોની મદદથી આ બાબત અંગેનો અંદાજ લગાવી શકાય છે. ગર્ભધારણ કરવા માટે જ્યારે પણ અંડાશયમાંથી સ્ત્રીબીજ છુટું (release of an egg cell) પડે છે, ત્યારે શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. જેના પરથી આ વિશે અંદાજ લગાવી શકાય છે. જણાવી દઈએ કે દરેક સ્ત્રીમાં આ ફેરફાર અને સ્ત્રીબીજ છુટું પડતી વખતે થતા અનુભવો અલગ અલગ હોય છે.

આ પણ વાંચો: પુરુષોની સરખામણીમાં મહિલાઓને છે યોગ પર વધુ ભરોસો, સર્વેમાં સામે આવી આ વાત

ઓવ્યુલેશન વિન્ડો

સામાન્ય રીતે, નિયમિત માસિક ચક્ર ધરાવતી મહિલાઓમાં માસિકના 11થી 21મા દિવસ (પહેલો દિવસ માસિકની શરૂઆત) દરમ્યાન સ્ત્રીબીજ છૂટું પડે છે. એટલે કહી શકાય કે માસિકના 8થી 21મા દિવસની વચ્ચે સ્ત્રીનો સૌથી વધુ ફર્ટાઈલ દિવસ (most fertile days) હોઈ શકે છે.

જો તમારે માસિક ચક્ર ટૂંકા ગાળાનું હોય તો તમને માસિકના 11મા દિવસે સ્ત્રીબીજ છૂટું પડશે અને જો તમારું માસિક ચક્ર લાંબું હોય તો સ્ત્રીબીજ 21મા દિવસની આસપાસ છૂટું પડશે. આમ 11થી 21 દિવસના સમય દરમ્યાન સ્ત્રીબીજ છૂટું પડે છે. જ્યારે પણ સ્ત્રીબીજ છૂટું પડે છે, ત્યારે આવ્યુલેટ થવાના કેટલાક લક્ષણો દરેક સ્ત્રીમાં જોવા મળતા હોય છે. જો આ સમય ગાળા દરમ્યાન તમે શારિરીક સંબંધ રાખો તો શક્યતાઓ વધું છે કે તમે ગર્ભધારણ કરી શકો. આ સંકેતોથી તમે જાણી શકો છો કે તમારુ સ્ત્રીબીજ છૂટું પડી રહ્યું છે અથવા તો તમે ઓવ્યુલેટ કરી રહ્યા છો.

આ પણ વાંચો: Health: વિટામિન બી12ની ઉણપના કારણે ઉભી થતી સમસ્યાઓ, આટલા લક્ષણો દેખાય તો ચેતજો

સ્ત્રીબીજ છૂટું પડવાના સંકેતો

સ્ત્રીબીજ છૂટું પડવાનો એકદમ નિશ્ચિત દિવસ નક્કી કરવો મુશ્કેલ છે, પણ કેટલાક લક્ષણો પરથી એ જાણી શકાય છે કે કયાં સમય દરમ્યાન આ પ્રક્રિયા થઈ રહી છે. અહીં અમે આપને એવા કેટલાક લક્ષણો જણાવીશું જેનાં પરથી જાણી શકાય કે તમારું સ્ત્રીબીજ છૂટું પડી ગયું છે અથવા તો પડી રહ્યું છે.

સેક્સ ઉત્તેજનામાં વધારો

મહિલાઓમાં તેમના શારિરીક ફેરફારો અને હાર્મોનમાં થતા ફેરફાર અનુસાર શારિરીક સંબંધ બાંધવાની ઈચ્છામાં વધારો ઘટાડો થતો રહે છે. જ્યારે પણ સ્ત્રીબીજ છૂટું પડે છે, ત્યારે મહિલાઓની સેક્સ્યુલ ડ્રાઈવમાં વધારો થાય છે. જેને લીબીડો (libido) પણ કહેવામાં આવે છે. હાર્મોન એસ્ટ્રેજોનને કારણે લીબીડો થાય છે, જે સ્ત્રીબીજ છુટુ પડવાના પહેલા જોવા મળે છે.

એનર્જીમાં વધારો

જ્યારે પણ ગર્ભધારણ કરવાના ફર્ટાઈલ દિવસો હોય ત્યારે મહિલાઓની એનર્જી વધુ હોય છે. આ વધારો માત્ર બેડરૂમ પુરતો જ નહી પણ રોજીંદા કાર્યોમાં પણ જોવા મળે છે. આ દિવસોમાં એનર્જી વધુ હોવાથી તમે કોઈ મોટિવેટિંગ કામ પણ કરી શકો છો, જે તમે ઘણા સમયથી કરવા ઈચ્છી રહ્યાં છો.

આ પણ વાંચો: Dengue Fever: ડેન્ગ્યુ તાવના આ ગંભીર લક્ષણોને અવગણશો નહીં, બની શકે છે જીવલેણ

ગર્ભાશયમાંથી નીકળતા પ્રવાહીમાં ફેરફાર

તમારી સેક્સ ડ્રાઈવ અને એનર્જી લેવલની જેમ તમારા સર્વિક્સનું પ્રવાહિ પણ બદલાય છે. માસિક ચક્ર દરમ્યાન તેમાં ફેરફાર આવતા રહે છે. ઓવ્યુલેશનના સમયે આ ડિસ્ચાર્જ એકદમ ક્લીયર, સ્ટ્રેચી અને વધુ પ્રવાહી સ્વરૂપનું થઈ જાય છે. આ પ્રકારના પ્રવાહીને એગ વ્હાઈટ (egg white) પણ કહેવામાં આવે છે. આ સ્ત્રીબીજ છૂટું પડવાનો સંકેત છે.

ક્રાંતિવાન ત્વચા

તમારા હાર્મોન્સ અને ત્વચા વચ્ચે સીધો સંબંધ છે. સ્ત્રીબીજ છૂટું પડતા પહેલા મહિલાઓના ત્વચામાં નિખાર જોવા મળે છે અન તેમની ત્વચા ક્રાંતિવાન દેખાય છે. એસ્ટ્રોજનના કારણે ત્વચામાં આ ફેરફાર જોવા મળે છે. કેટલીક સ્ત્રીઓમાં આ દિવસોની આસપાસ પિમ્પલ અને બ્રેકઆઉટની સમસ્યા જોવા મળતી હોય છે. શરીરમાં પ્રોજેસ્ટ્રોન લેવલ વધવાને કારણે આ પ્રકારે પિમ્પલ અને બ્રેકઆઉટની સમસ્યા જોવા મળતી હોય છે. જ્યારે શરીરમાં એસ્ટ્રોજન લેવલ ઘટી જાય છે ત્યારે ચહેરા પર દાગ જોવા મળે છે. એસ્ટ્રોજન લોવલ ઘટવા છતા પ્રોજેસ્ટ્રોન લેવલ હાઈ જ રહે છે.

આ પણ વાંચો: હોશિયાર બાળકને જન્મ આપવા છે, તો પ્રેગન્સી દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

દુ:ખાવાનો અનુભવ

સ્ત્રીબીજ છૂટું પડે ત્યારે માત્ર વધારે સેક્સ ડ્રાઈવ, વધુ એનર્જી અને ગ્લોઈંગ ત્વચા જ તેના લક્ષણો નથી, કેટલીક મહિલાઓમાં ઓવ્યુલેશન વખતે દુ:ખાવાની ફરિયાદ પણ જોવા મળતી હોય છે. સ્તનમાં સોજો આવવો એ ઓવ્યુલેશનના સામાન્ય લક્ષણોમાંનું એક ગણી શકાય. કેટલીક મહિલાઓને પેટના એકભાગમાં દુ:ખાવાની ફરિયાદ થતી હોય છે જેને ઓવ્યુલેશન પેઈન (ovulation pain) કહેવામાં આવે છે, જે અંડાશયમાંથી બીજ છૂટું પડવાને કારણે થાય છે.

વધતા હોર્મોન્સ

અત્યાર સુધી આપણે એવા લક્ષણોની વાત કરી જેને સીધી રીતે અનુભવી શકાય છે. આ પાંચ લક્ષણો દરેક વ્યક્તિએ બદલાઈ શકે છે અને તમામ લોકોને આનો અનુભવ થાય તેવું જરૂરી નથી. ઓવ્યુલેશનના કેટલાંક અનેય બાયોલોજીકલ લક્ષણો છે, જે સરળતાથી જોઈ શકાય છે અને તેની મદદથી તમે આસાનીથી ચોક્કસ દિવસનો અંદાજ પણ લગાવી શકો છો.

શરીરના તાપમાનમાં વધારો

સ્ત્રીબીજ છૂટું પડવાના સમયે થતા હોર્મોનના ફેરફારોને કારણે શારિરીક તાપમાન (body temperature)માં વધારો અથવા તો ફેરફાર જોવા મળતા હોય છે.આ ફેરફાર કે વધારો ઓવ્યુલેશનની આસપાસ થતો હોય છે. આ વધારો માપવા માટે તમારે સેન્સિટીવ થર્મોમિટરની જરૂર પડશે. જે બે ડેસિમલ (decimal) ધરાવતું હોય. સવારે પથારીમાંથી ઉભા થતા પહેલા તમે થર્મોમિટર દ્વારા આ ફેરફાર માપી શકો છો.

આ પણ વાંચો: ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે આ હોમ મેડ Face packનો કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

ગર્ભધારણ માટે ઓવ્યુલેશન જ ચાવીરૂપ નથી

અમને આશા છે કે આર્ટિકલ આપને મદદરૂપ થયો હશો અને વાંચીને આપને આનંદ થયો હશે. આ આર્ટિકલથી તમે જે કંઈ પણ જાણ્યું અથવા શિખ્યું છે. તેને તમે જલ્દી ગર્ભધારણ માટે અમલમાં લઈ શકો છો. એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય એ છે કે જો તમારી ફર્ટિલીટી એકદમ બરાબર છે, તો પણ પ્રથમ વખતમાં જ તમે ગર્ભધારણ કરી લેશો તેવી અપેક્ષા રાખવી યોગ્ય નથી.

કેમ કે ઓવ્યુલેશન થવું એ ગર્ભધારણ કરવા માટે પૂરતું નથી. આ બસ પ્રક્રિયાનો એક ભાગ છે. સ્ત્રી અને પુરુષ બંન્નેનાં સમગ્ર પ્રજનન તંત્રનું સ્વાસ્થ આ બાબત માટે મહત્વનું છે. જો તમે સમયસર ઓવ્યુલેટ થાઓ છો તો પણ એ ન સમજી લેવું કે બધું બરાબર છે. જો સમયસર ઓવ્યુલેશન છતાં તમે ગર્ભધારણ નથી કરી શકતા તો તમારે ડૉક્ટરની મદદ લેવી જોઈએ. ફર્ટિલીટી ટ્રીટમેન્ટની મદદથી મોટાભાગના લોકો ગર્ભધારણ કરી શકે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: GLOWING SKIN, Pregnancy, Pregnant woman

આગામી સમાચાર