કોઈ કામ કરવાની ઈચ્છા ન થાય ત્યારે શું કરવું? આ રીતે મળશે માનસિક શાંતિ

News18 Gujarati
Updated: June 11, 2019, 5:11 PM IST
કોઈ કામ કરવાની ઈચ્છા ન થાય ત્યારે શું કરવું? આ રીતે મળશે માનસિક શાંતિ
તમારા મનને સંપૂર્ણપણે આઝાદ છોડી દો. કોઈ પણ કામ કરતા પહેલાં તેનો અભિપ્રાય આપશો નહીં.

તમારા મનને સંપૂર્ણપણે આઝાદ છોડી દો. કોઈ પણ કામ કરતા પહેલાં તેનો અભિપ્રાય આપશો નહીં.

  • Share this:
જ્યારે કોઈ કામમાં મન ન લાગી રહ્યું  હોય તો શું કરવું?  ત્યારે આ રીતે મગજને શાંત કરી મેળવો માનસિક શાંતિ...

ઘણી વખત જ્યારે આપણું મન બેચેન થઈ જાય છે, ત્યારે પોતાના પર નિયંત્રણ લાવવું ખૂબ જ મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં, લોકો ઘણી વખત ઘાતક પગલાં લે છે. તેથી તે ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા મન પર નિયંત્રણ લાવતા શીખવું જોઈએ. દુનિયામાં જો બધું જ મળી પણ જાય, પણ મન શાંત ન હોય, તો કોઈ પણ મૂલ્યવાન ચીજ તેનું મહત્વ ગુમાવે છે. આવો જાણીએ માનસિક શાંતિ મેળવવા શું કરી શકાય...

એ વાતને ખૂબ જ સારી રીતે સમજો કે મગજ એક બેકાબુ ઘોડાની જેમ છે, જેના પર સંપૂર્ણપણે નિયંત્રણ કરવું મુશ્કેલ છે. જો તમે તેને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવા માંગો છો, તો તે શક્ય નથી. તમારે આ નિર્ણય સંપૂર્ણપણે લેવો પડશે, તમારે ક્યાં અને ક્યારે તમારા મગજ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે, તે નિર્ણય સંપૂર્ણ રીતે તમારે લેવું પડશે.

તમારા મનને સંપૂર્ણપણે આઝાદ છોડી દો. કોઈ પણ કામ કરતા પહેલાં તેનો અભિપ્રાય આપશો નહીં. પોતાના પ્રત્યે જજમેન્ટલ થઈને ફક્ત પોતાના સુધી જ કેદ થઈને રહી જશો. ધ્યાનમાં રાખો કે જીવન અનંત છે. તેથી તમારી ક્ષમતાઓ પણ અનંત છે. તમે તમારા મનને નિયંત્રિત કરીને કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો.

જ્યારે તમને લાગે છે કે તમે તમારા લક્ષ્ય અથવા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ છો, ત્યારે એકલા બેસો અને તમારા મનને શાંત કરવાનો પ્રયાસ કરો. જો કોઈ પણ કારણસર તમારા મનમાં હલનચલન રહેશે, તો તમે જીવનના કોઈ પણ ક્ષેત્રે સારી કામગીરી નહીં કરી શકો.

ખીચડી વઘારતા સમયે અવશ્ય ઉમેરો આટલી વસ્તુઓ, સ્વાદ આવશે બમણોજમતાં જમતાં પાણી પીવાની ભૂલ ના કરશો, ભવિષ્યમાં થઈ શકે છે આ ગંભીર રોગ!
First published: June 11, 2019, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading