ગર્ભાવસ્થા દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય? જાણો વધુ પડતું પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા
ગર્ભાવસ્થા દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય? જાણો વધુ પડતું પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા
ગર્ભાવસ્થા દરમિયાન કેટલું પાણી પીવું યોગ્ય? જાણો અહી
How to drink water during pregnancy: સગર્ભા સ્ત્રી માટે સામાન્ય વ્યક્તિ કરતાં વધુ પાણી પીવું મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે સગર્ભાવસ્થા દરમિયાન પાણીનો વધુ પડતો વપરાશ તેના ફાયદા સાથે નુકસાનકારક પણ છે?
benefits of drinking water during pregnancy : આપણે સૌ જાણીએ છીએ કે પીવાનું પાણી અત્યંત જરૂરી છે, કારણ કે તે આપણા શરીરને ડિટોક્સિફાય કરી આપણને હાઈડ્રેટ રાખે છે. હકીકતમાં, સગર્ભા સ્ત્રી (Pregnant woman Tips) માટે સામાન્ય વ્યક્તિ કરતાં વધુ પાણી પીવું મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે સગર્ભાવસ્થા દરમિયાન પાણીનો વધુ પડતો વપરાશ તેના ફાયદા સાથે નુકસાનકારક પણ છે?
ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થસેકના સ્થાપક પ્રિતિકા બેદીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં ગર્ભાવસ્થા દરમિયાન પાણી પીવાના ગેરફાયદા અને ફાયદા (benefits of drinking water during pregnancy) શેર કર્યા છે. તેમના મતે, વધુ પડતા પાણીના વપરાશથી ગર્ભવતી મહિલા થાક અનુભનુવી શકે છે. આવા કિસ્સામાં કિડની પર વધુ સખત ભાર પડે છે, જે તણાવપૂર્ણ હોર્મોનલ પ્રતિક્રિયામાં રૂપાંતર થાય છે. જેથી શરીરમાં બેચેની અને થાક લાગવા માંડે છે.
જ્યારે તમે વધુ પડતું પાણી પીઓ છો, ત્યારે તમારા ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઘટી જાય છે અને તમારા શરીરનું સંતુલન ખોરવાય છે. જ્યારે ઇલેક્ટ્રોલાઇટનું સ્તર ઓછું હોય, ત્યારે સ્નાયુઓયુમાં દુખાવો અને ખેંચાણ સહિતના લક્ષણો જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓ ટૂંકાગાળામાં વધુ માત્રામાં પાણીનું સેવન કરે છે, ત્યારે આડ અસરોમાં મૂંઝવણ, સુસ્સુતી અને માથાના દુ:ખાવોનો સમાવેશ થાય છે.
ન્યૂઝ પોર્ટલ આરોગ્ય નિષ્ણાંત ટાંકે છે કે, ખામીઓ હોવા છતાં સગર્ભા સ્ત્રીઓએ તેમની જીવનશૈલીમાંથી પાણીને પીવાનું ટાળવું જોઈએ નહીં, કારણ કે પાણી માતા અને ગર્ભમાં રહેલ બાળક બંને માટે ફાયદાકારક છે.
હાઇડ્રેટેડ રહેવાના ફાયદા:
1. એનર્જી વધારવામાં મદદ કરે છે
2. સોજો ઓછો કરે છે
3. કબજિયાત ઘટાડે છે
4.ત્વચાની ગુણવત્તા સુધારે છે
5. પ્રસૃતિ પીડા અને અકાળે જન્મના જોખમો ઘટાડે છે
6. પેશાબની નળીઓમાં ચેપનું જોખમ ઘટાડે છે.
પ્રિતિકા આગળ જણાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન પાણી તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. જો શરીર હાઇડ્રેટેડ ન હોય તો ખેંચ, માથાનો દુખાવો, ઉબકા અને અન્ય લક્ષણો જોઈ શકાય છે. જ્યારે તમારું બાળક ગર્ભમાં વિકાસ કરી રહ્યું હોય, ત્યારે પાણી પીવું જરૂરી છે સગર્ભા સ્ત્રીઓમાં કબજિયાત એક સામાન્ય બિમારી છે તેને ટાળવા માટે દરરોજ પૂરતા પ્રમાણ માં પાણી પીતા રેહવું જોઈએ.
ઇન્ટરમાઉન્ટેન હેલ્થકેર મુજબ, ગંભીર સમસ્યાઓથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ દિવસમાં 8-10 ગ્લાસ અથવા 2.3 લિટર પાણી પીવું મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં વધુમાં સૂચવવામાં આવ્યું છે કે, જો તમે દરરોજ પૂરતું પાણી પીવાનું ચૂકી જતા હોવ તો ડિહાઇડ્રેશન ટાળવા માટે તમારે લીંબુ,વિટામિન સી વાળા ફળો, ફ્રોઝન રાસબેરી વગેરેનું સેવન કરવું અનિવાર્ય છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર