Home /News /lifestyle /Green Tea પીતી વખતે આ 2 ભૂલ કરો છો તો સમજી લો ગયા..જાણો કયા સમયે પીવી જોઇએ
Green Tea પીતી વખતે આ 2 ભૂલ કરો છો તો સમજી લો ગયા..જાણો કયા સમયે પીવી જોઇએ
ગ્રીન ટી અનેક ગુણોથી ભરપૂર હોય છે.
Benefits of green tea: ગ્રીન ટીમાં અનેક ગુણો રહેલા છે. ગ્રીન ટી પીવાથી હેલ્થ અને સ્કિનને અનેક ઘણો ફાયદો થાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ગ્રીન ટી પીવાની પણ એક રીત અને સમય હોય છે. તમે ખોટા સમયે ગ્રીન ટી પીઓ છો તો વજન વધી જાય છે.
Benefits of green tea: ગ્રીન ટી હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને પોલીફેનોલ્સ હોય છે. આ તત્વો એવા છે જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. પરંતુ વેટ લોસ માટે અનેક લોકો ગ્રીન ટી પીતા હોય છે. જો કે ઘણાં લોકો માત્ર પીવા ખાતર જ ગ્રીન ટી પીતા હોય છે. આમ, તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમને જણાવી દઇએ કે આમ કરવાથી શરીરને કોઇ ફાયદો નહીં, પરંતુ નુકસાન થાય છે.
ગ્રીન ટીના પોલિફેનોલ્સ, ફેટ મેટાબોલિઝમને તેજ કરે છે અને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે, પરંતુ તમે જ્યારે તમારી ઇચ્છા થાય ત્યારે ગ્રીન ટી પીઓ છો તો હેલ્થને નુકસાન થાય છે. તો જાણો ગ્રીન ટી સાથે જોડાયેલી આ ભૂલો વિશે જે સામાન્ય રીતે લોકો કરતા હોય છે.
આ ભૂલ તમને ભારે પડી શકે છે
ખાધા પછી તરત ગ્રીન ટી પીશો નહીં
ક્યારે પણ જમ્યા પછી તરત ગ્રીન ટી પીવી જોઇએ નહીં. આ રીતે ગ્રીન ટી પીવાથી તમારું વજન ઘટતુ નથી પરંતુ વધે છે. આ સમયે ગ્રીન ટી પીવાથી ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સની સાથે રિએક્ટ કરીને પાચનને લગતી તકલીફો થાય છે. આમાં પ્રોટીન અને ખાસ પ્રકારે કાર્બ્સને પચવામાં સમસ્યા થઇ શકે છે. આ માટે હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે ક્યારે પણ જમ્યા પછી ગ્રીન ટી પીશો નહીં.
કેટલાક લોકો દિવસમાં ત્રણથી વધારે વાર ગ્રીન ટી પીતા હોય છે. આમ તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કેટલાક લોકો તો દિવસમાં 6 થી 7 વાર ગ્રીન ટી પીતા હોય છે અને વજન ઉતારે છે, પરંતુ તમને જણાવી દઇએ કે આમ કરવાથી વજન ઉતરતુ નથી પરંતુ વધે છે. આ માટે દિવસમાં ત્રણથી વઘારે ગ્રીન ટી પીશો નહીં.
ગ્રીન ટી પીવાનો સાચો સમય
ગ્રીન ટી પીવાનો સાચો સમય એ છે કે તમે વર્કઆઉટના લગભગ અડધો કલાક પહેલા પી લો. આ સાથે જ તમે નાસ્તા પહેલા ગ્રીન ટી પી શકો છો. આ સાથે જ તમે બપોરના 4 વાગ્યાની આસપાસ પી શકો છો. આ સમયે ગ્રીન ટી પીવાથી શરીરને અંદરથી ડિટોક્સ કરવામાં મદદ મળે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર